મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા
વેણુનાદ, ભજન ગીતની આ પુસ્તિકાને આપના કર-કમળમાં મુકવા સાથે અમો સત્કારીએ છીએ એમના સર્જક ડો. મેવાડા સહેબને…! સર્જનમાંથી બન્યા સર્જક અને એમની સફરનો પ્રથમ સહિત્યિક પડાવ એટલે, આ “વેણુનાદ“.
ભજન અને ભક્તિમાં લીન હોવા છતાં એમનામાં અંધશ્રદ્ધા નથી. સંવેદનશીલ સ્વભાવ, દર્દીઓ માટેની ફરજ- નિષ્ઠા અને ઈશ્વરની આરાધનાના સુભગ સમન્વયથી પોતાના અસ્તિત્વને નિમિત્ત માત્ર માનીને કર્તવ્ય કરતા રહેછે.
આ રચનાઓ તેમના અંતઃકરણની ભાવાનુભૂતિથી ઉપજેલી હોઇ ‘કેટલી‘ના આંકડામાં ન મૂલવાય તેજ યોગ્ય છે. જાણીતી વાતને નવા દ્ર્ષ્ટિ કોણથી અર્થઘટન અને સતત ચિંતન-મનન પછી સરળ લોકભોગ્ય બનાવી રજૂ કરવી એ એમની ખાસિયત સૌ કોઇ ભજન-ગીત પ્રેમીઓને ખુશ કરે એવી છે.
આમ કર્મ અને ઈશ્વર પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનું વિશિષ્ટ અનુસંધાન એટલેજ “વેણુનાદ“.
-શરદ મેહેતા
“મંગલદીપ“
મીઠાપુર
નોંધ:
શ્રીશરદભાઈ મહેતા, મારા ખૂબજ નજીક ના મિત્ર છે. આમતો અમે સરખી ઉંમરના કહેવાઈએ, પણ મારે તો એ મોટાભાઈ જેવાછે. દર શનીવારે એમને ત્યાં ભજન સતસંગ છેલા લગભગ ૫૦ વરસથી થાયછે. હૂં પણ હવે કાયમી સભ્ય બની ગયો છું. બીજા જાણીતા ભક્તોની રચનઓ સાથે મારા ભજનો પણ ગાઈએ છીએ. હું તો ગાઉંજ પણ શરદભાઈ અને બીજા સતસંગીઓ પણ ગાય છે. આવી સંજોગ-વિધિની કૃપાથી જ, હૂં જે કંઈ લખી શક્યો છું તે આ ‘બંશરી બનીને‘ બ્લોગ રૂપે મૂક્યું છે. આ મારી પ્રગતીમાં શરદભાઈના સર્વે કુટુંબીજનોનો પણ ઘણોજ સહકાર સાંપડ્યો છે. આ કદી ભૂલાશે નહીં.
મારા આ પરમ મિત્ર ઘણીવાર મારે રવાડે ચડી કવિતા-ભજન લખવા માંડે છે. મારા જન્મ દિવસે અને મારા પિતાજીના અવસાન નિમિત્તે ગયા વર્ષે એમણે જે લખ્યું તે મનેતો ગમ્યુંજ આપ વાંચનારને પણ ગમશે.
શ્રી શરદભાઈ મેહતાએ નવા વર્ષના શુભ દિને રચેલું,
તા.૦૭/૧૧/૨૦૧૦
સાલમુબારક
સાલમુબારક સાલમુબાકર.
સૌને નવલું સાલમુબારક,
સંગીતના સાધકને હોજો,
સુર સુસંગત સાજ મુબારક….સાલમુબારક.
નાદબ્રહ્મ નિનાદે ગૂંજે,
પરબ્રહ્મ કેરો નાદ મુબારક…. સાલમુબારક
ઘર ઘરમાં પ્રકટે પ્રકાશ પૂંજ,
આજ આતમનો અજવાસ મુબારક…. સાલમુબારક
જનગણ હળી મળીને હરખે,
આપજો પ્રભુ એવું દાન મુબારક…. સાલમુબારક


કર્મ અને ઈશ્વર પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનું વિશિષ્ટ અનુસંધાન એટલેજ “વેણુનાદ..
inner music from heart…play good role in our life…
[...] 2-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા [...]
સર્જનમાંથી બન્યા સર્જક અને એમની સફરનો પ્રથમ સહિત્યિક પડાવ એટલે, આ “વેણુનાદ“.
સંવેદનશીલ સ્વભાવ, દર્દીઓ માટેની ફરજ- નિષ્ઠા અને ઈશ્વરની આરાધનાના સુભગ સમન્વયથી પોતાના અસ્તિત્વને નિમિત્ત માત્ર માનીને કર્તવ્ય કરતા રહેછે.
…………………………………………
જનગણ હળી મળીને હરખે,
આપજો પ્રભુ એવું દાન મુબારક…. સાલમુબારક
………………………………….
એક એક શબ્દ આત્મિયતા ભર્યો..સાચે જ નામ પ્રમાણે વેણુ નાદ.
અંતરથી અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)