મારા માનનિય વડિલ જેવા શ્રી નવલભાઈ જોષી(ઓખા)-બેટના કિર્તનકારની હાજરીમાં અચાનક શ્રી દ્વારકાધીશજી સન્મુખ મારી એક રચના ગવાઈ ગઈ હતી, તેમના આશિર્વાદ મળ્યા એ મારૂ અહોભાગ્ય કહેવાય. તેઓએજ ‘વેણુનાદ‘ નું વિમોચન કર્યું છે. તેઓ સારા કિર્તનકાર અને શાત્રિય સંગીતના જાણકાર છે. અમને એમના ભાવ-સભર અવાજનો લાભ મળ્યો છે. તેઓ કહેછે કે સંગીતજ મારૂ જીવન ટકાવી રાખે છે.
