હું ઘણી નાની વયથીજ કવિતાનો રસાસ્વાદ માણતો થઈ ગયો હતો. એટલે સ્વાભાવિક રીતે જ કાવ્ય લખવામાં પણ રુચી જાગી. અને જેમ જેમ દુન્યવી પ્રેમનો, વિરહનો અને જીવનના સારા-નરસા પ્રસંગો અનુંભવતો થયો તેમ એ બધું કવિતાઓ માં ઊતરતું હતું. આજે આટલા વર્ષોએ જીવનની પાનખર આવી રહી છે ત્યારે ફરીથી હાથમાં આવેલી એ રચનાઓ આપસૌની સામે, “પ્રેમાલાપના સુરાસુર” ના નામે, મારા બ્લોગના પાનાઓ (પેજીસ)પર રજુ કરું છુ. કદાચ આ રીતે તમને પણ એવા દિવસોની યાદ આવી જાય તો? ?…..અભિપ્રાય લખતા રહેજો.
ખાસનોંધ-
“પ્રેમાલાપ ના સુરાસુર” પાના પરની રચનાઓ કે છંદ-અછંદાંસ કવિતાઓ કે લેખ મારા લબરમૂંછીયા જુવાનીના સમયની છે, એટલે વાંચનારે એ રીતે જ સમજવી અને મૂલવવી એવી વિનંતિ છે.
ઊત્પતિ….(ઉપજાતિ)
એવીજ રીતે, સમયે ન જાણે,
વાગ્યો હશે કો પથરો અજાણે;
ને ત્યાંજ તૂટી રુદયી મટૂકી,
રોકુ છતાંયે બસ ના જ રુકી.
(1)-હ્રદય કેમેરાની છબી
( છંદ-હરિણિ-સોનેટ)
કુસુમલ સમી, ચાંદા જેવાજએ મૂખની છબી,
પ્રણયી નયનો, જોયાં એવાંજ આ નયને મળ્યાં.
અધર ફરકે, જણે અહા! ગુલાબ કળી હસે,
મિલન સપનો ધારી રે‘તી ને હ્રદયે વસે,
તરુણ હસતી તારી એવી છબી નજરે પડી,
નયન રમ્યએ મારી આંખે છબીયું છવાઈને,
બસ ક્ષણિકમાં કેમેરાનીય ચાંપ દબાઈ ગૈ,
મુજ હ્રદયના કેમેરાએ છબી ઝડપાઈ ગૈ.
અગણિત પડી તિરાડો ને ઘસાઈ જૂની થઈ,
સમય વહેતાં કેમેરાની નથી મળી ઘણી.
મમ હ્રદયે લીધેલીએ, સદાય નવી બની,
છબી ચમકતી રહે, જોવી મળે હજીયે કને.
-”સાજ” મેવાડા
This page has the following sub pages.
- 13-मैं बैठा हुं
- ૧૪-જીંદગીના ઘાટ ઉપર…
- (15) ‘…….તો સારૂ’
- 16-વર્ષો પછી…
- (3)અસ્રુ અકારાં
- (2) અભિલાષા
- (4)-સુકાવું ફૂલોને
- (6)તૃષ્ણા
- (1)-હ્રદય કેમેરાની છબી
- (7)તલસાટ, બે કિનારાનો…
- सनम मेरे दिलसे-(नझम)
- (9)તો…
- (8)કારણ
- (17)भूल जाउं कैसे मैं
- (10)આખરે..
- (12)-શું કરવું
- (11)हमने ये कहाथा कि हम आपके हैं
- (5)તું સાંભળે તો……..
- (18)सनम मेरे दिलसे-(प्रेमगीत नझमके रुपमें)
- 19-મિલન અને ભૂતકાળ
- 20 “…ये लोग”
[...] 11-પ્રેમાલાપ ના સુરાસુર [...]