રામનવમી
આવી રહીછે ત્યારે, ચાલો આજે ભગવાન શ્રીરામને અને રામાયણને યાદ કરીએ, કંઈક જુદી રીતે. હઠ એક એવી માનવ પ્રકૃતિ છે જેને વશ થવાથી શું નું શું થઈ શકે છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. હઠ મંથરાની કે રાવણની હોઇ શકે અને સામે શબરી, કેવટ, મીરાં કે સીતાજીની હોઇ શકે. હઠ સાત્વિક હોયતો સારુ લાગે અને પરિણામ પણ સારુંજ આવે. અને તમસ હઠ હોઇતો પરિણામ ઘણા ગંભિર અને દુઃખદાયક આવે એ સમજાય એવી વાત છે.
એ……મારા રામજીની વાતો યાદ કરીએ(૨),
એવા, હઠના સૌદારે નવ કરીએ…(૨)
દશરથનો પ્રાણ ગયો, કૈકૈયીએ કંથ ખોયો,
ભરતને રાજગાદી દેવા,
વનને મારગ મારો રામજી સિધાવે,
જાનકીને લખન કહે જઇએ………એવા.
માયાવી મૃગને જોઈ, જાનકી માતા પણ મોહે,
પ્રભુની લીલા તેને કહીએ,
બળીયોને જ્ઞાની તોયે સાધુ ના વેશે આવે,
લંકાના રાજાને શું કહીએ?…………એવા.
હઠ કરોતો એવી શબરી ને કેવટ જેવી,
પ્રભુના પ્રેમે તરી જઈએ,સાજ‘ બન્યો છે પ્રાણી, મૃદંગના રુપે જ્યારે,
નિજમંદિરે જઈ વસીએ………..એવા.
‘સાજ‘
મેવાડા
રાગ – ધાની
Nice 1 sir G. . . i like simplicity & depth of gujju ghazals & bhajans. . I recently attended Purushottam Upadhyay ji’s concert. . . 1 more about Bhagwan Shree Ram “Mara raam tame sita ji ni tole naa aavo”. . . nice 1. . . looked with a different angle. . . rgrds . .