મારે કાનાનું નામ નથી લેવું.
મારે મીઠાપુર સાથે દ્વારિકાને છોડવાનો સમય નજીક છે ત્યારે અંતરમાં અવનવી વેદના અનુભવાય છે. ખાસતો મારા આરાધ્ય દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારિકાધીશને, મારા કાળીયા ઠાકોરેને છોડીને દૂર વસવું પડશે એની વેદના ઘણી છે. આવા ભાવાવેશમાં આ રચના થઈ છે. આપ ભાવિકોને પણ ગમશે અને કંઈક અંશે થોડી વિરહ વેદના પણ અનુભવાય તો મારો પ્રયત્ન સફળ થયો છે. બાકી પ્રભુપ્રેમની સામે કશુંય ના ટકે, જોજનો દૂર રહીને પણ એ અનુભવાય.
મારે કાનાનું નામ નથી લેવું,
ભલે રાતભર જાગીને રોવું.
પ્રેમે પરખ્યોતો એને વૃજની કુંજમાં,
રાસ રમ્યો તો સાથે વેણુની ધૂનમાં,
નથી કાળીયા ઠાકોરને કંઈ કહેવું….મારે.
તારો હુંકમ હું આજ માથે ચડાવું,
દર્શનને કાજે હરિ ધામ તારે આવું,
અંતે સાગરમાં મારે સમાવું….મારે.
ચરણે પડીને ‘સાજ’ વિનવે છે નાથને,
નંદજીના લાલ ના છોડો મારા હાથને,
ભવભવના બંધન કેમ તોડું….મારા.
‘સાજ’ મેવાડા
૧૦મી જુલાઈ ૨૦૧૧.

ભાવ છલકતી ભક્તિ રચના. આપના અંતરમાંથી નીકળતી પ્રભુ પ્રેમની આ રચના
સાચે જ અસર કરી ગઈ..જેણે માણી એ થઈ ગયા પ્રભુના.
રમેશ પટેલ(આકાશદીપ)
beautiful wordings and all the more beautiful feelings ….. even I got senti ….. while reading.
fantastic words with awesome feeling…
સાહેબશ્રી.
છોડમાં રણછોડ છે.
રોપામાં રામજી છે.
ખુબ જ સરસ રચના