ગઈ કાલ તા. ૦૩/૧૧/૧૧ મારા માટે ધન્ય-ઘડી ધન્યભાગની હતી. પ.પૂ. માતા પરમાબેનની શ્રીમદ ભાગવતની કથામાં એમણે મારી એક રચના, “ઓ મન મ્હારા કરો સરગમશુ પ્રિત- સરગમ સ્તુતિ”નો અર્થસભર વિમર્ષ કર્યો અને સાથે રચનાને ગાઈ. લગભગ એક કલાકની વ્યાખ્યાન માળામાં મને કંઈક મારા વિચારો કરતાં વિષેશ જાણવા મળ્યુ. ભાવવિભોર થઈને હું સાંભળતો રહ્યો. આ રીતે પોતાની રચનાને કથાકાર મૂલવે અને રચયિતા કથામાં હાજર હોય એવી અનન્ય ઘટના મારા જીવનમાં બની. શ્રીહરિની કૃપા મારા પર છે જ એની પ્રતિતિ થઈ. જોકે આ રચના ઘણીવાર તેઓ કથામાં સમાવેષ કરીને ગાય છે. એક પામર માનવીની આથી વધારે શું ઉપલબ્ધી હોઈ શકે?
ધન્ય-ઘડી ધન્યભાગ
November 4, 2011 by venunad
ડોશ્રી “સાજ” મેવાડા
આપના સંસ્કાર સભર હૃદયથી વહેતી વિચાર ધારા સંત હૃદયને
સ્પર્શે જ અને આવી ધન્ય જીવનની ક્ષણો એ સાચે જ પરમ ભાગ્ય છે.
ખૂબ જ આનંદ આપના જેવો આ વાતથી અનુભવ્યો ..એક કવિ હૃદયે.
રમેશ પટેલ(આકાશદીપ)
Thank you very much Rameshbhai.
સાચેજ સાજ ભાઈ , આતો ખુબજ સરસ અને ખૂબ જ આનંદની વાત છે . આ એકજ નહિ ,તમારી ઘણી બધી રચનાઓ અતિ સુંદર ભાવભરી અને અર્થસભર હોય છે .
Thank You, Parubahen.
It is an inspiration to have positive comments!