ઘણા વખત પછી એક નવી ભક્તિ રચના રજુ કરું છુ. ઘણા પ્રયત્નો કરવા છતાંયે મન ગોકુળ, ગોવર્ધન, ગોપ-ગોપીઓ, કાલિંદી ઘાટ, અને વૃજના કૃષ્ણને ભૂલતું નથી. એમને છોડીને ક્યાં જવું?
83-Radhe-Krishna-Dhun-રાધે કૃષ્ણ ધૂન
કૃષ્ણ કહેતાં દ્વારિકાને, રાધા કહેતાં વૃજ,
યાદ કરીને પાવન થઈએ, પ્રેમ-ભક્તિને રંગ,
બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)
જશોદા કહેતાં માતાજીને, બાબા કહેતાં નંદ,
રાસ રચાવે યમુના તટ પર, રાધાજીને સંગ,
બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)
ગોકુળ કહેતાં ગોવર્ધનને, નાથે કાળો ભુજંગ,
વેણુ વાજે વનરાવનમાં, સુંદર કરી ત્રિભંગ,
બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)
“સાજ” કહેતાં મૃદંગ વાગે, થાપ દીધી બુલંદ,
રાધે રાધે રટણ કરતાં, મૂક્તિનો આનંદ,
બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)
”સાજ” મેવાડા

ખૂબજ સુંદર રચના – રાધા-કૃષ્ણ ની ધૂન મૂકી છે, હકીકતમાં ધૂન ને ક્યા રાગ થી ગાવી તે સાથે જણાવ્યું હોત તો વિશેષ માનવાની સરળતા રહેત …
ધન્યવાદ !
માનનિય શ્રી અશોકકુમારજી,
જરુર થી રાગ નું નામ લખીશ, પણ હજી મેં પણ સારી રીતે રાગમાં સ્વર રચના(કંપોઝ) કરી નથી. જોકે ગાયક તેને કોઈપણ રાગ અને તાલમાં ગાઈ શકે, આવડતનો સવાલ છે. આપનો ખૂબ ખૂબ આભાર!
Khub Sundar Rachna….. Julie
Radha Krishna nu sundar rachna. Radha Krishna nu sundar sayujya rachna dwara janva malyu… Sharad Mehta
Respected Shri Ashokkumar,
This dhun can be sung in rag Bhupali, Sarang etc, with fast rhythm.
– રાધા-કૃષ્ણ ની ખૂબજ સુંદર ધૂન….Bhakti sabhar.
Ramesh Patel(Aakashdeep)
રાધે-કૃષ્ણની સુંદર ધુન મનને શાંતિ અને મુક્તિ અપાવે તેવી છે.
અભિનંદન સાહેબ