શ્રી નારાયણ રાવલ, રાજકોટ.
ડૉ. મેવાડા સાહેબ,
જયશ્રી કૃષ્ણ કવિશ્રી મેવાડાને. આપનો પ્રેમનાદ અને વિરહનિનાદની ઝાંખી કરાવતો ‘વેણુનાદ’ કાવ્ય સંગ્રહ મળ્યો. વાંચી બસ પલકવારમાં પરમેશ્વર પૂર્ણપ્રેમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુધી પહાંચતાં વાર ન લાગી!
હુંઈ કાવ્ય પંક્તિ પામ્યોને પહોંચી ગયો ગોકુળમાં. આપની કૃષ્ણપ્રેમની સરુદયતા સંવેદનસશીલતા અને સમર્પણની ભાવના પંક્તિએ પંક્તિએ નીતરતી જણાય છે. અતિ આનંદ થયોછું. હાલ લોકો જ્યારે કવિને નામે કાવ્યના સથવારે માત્ર પ્રસાનુપ્રાસની કસરત કરતાં જોડકણાં બનાવી કાવ્ય સંગ્રહ બહાર પાડે છે તેવા વિસંગત વ્યવહારના સમયમાં આપે એક સંવેદનશીલ કાવ્ય સંગ્રહ બહાર પાડી ઉત્તમ કાર્ય કર્યું છે.
‘
God bless you’
નોંધઃ શ્રી નારાયણ રાવલ સારા કિર્તનકાર છે, અને તેમના સ્વ-રચિત કિર્તનોની તેમનાજ સ્વારમાં ઓડિઓ કેસેટો બહાર પડી છે.
This page has the following sub pages.