Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2009

Radhe-Krishna

શામળીયા તારા પ્રેમ માં લુંટાઈ જાવું છે.

 

 

રંગાઈ જાવું છે મારે ભિંજાઈ જાવું છે,

શામળીયા તારા પ્રેમ માં ભિંજાઈ જાવું છે.

લુંટાઈ જાવું છે મારે લુંટાઈ જાવું છે,

શામળીયા તારા પ્રેમ માં લુંટાઈ જાવું છે

. 

 

ગોકુળ આવી માખણ મિસરી ભેળાં ખાવું છે,

ગોપાલ તારા ગોધન ભેળું ભળી જાવું છે, મારે ધેનુ થાવું છે.

શામળીયા તારા પ્રેમ માં…..

 

 

વ્રુન્દાવન ના કદમ્બ ડાળે ઝુલે ઝુલવું છે,

મધુવનમાં રાસે તારી સાથે રમવું છે, મારે રાધા બનવું છે.

શામળીયા તારા પ્રેમ માં…..

 

 

કાળી કામળ ઓઢે તેમાં વણાય જાવું છે,

વેણુનાદે હોઠે તારા રેલાઈ જાવું છે, મારે વેણું થાવું છે.

શામળીયા તારા પ્રેમ માં

….. 

 

છેલ્લું ચરણ ભરીસાજકહીં દેવું છે,

અંતે આવી દ્વારિકા માં સમાઈ જાવું છે, મારે મીરાં થાવું છે.

શામળીયા તારા પ્રેમ માં…..

 

 

રાગસારંગ

“સાજ” મેવાડા

 

Read Full Post »

Venupani

વેણુ વગાડોને શ્યામ

 

વેણુ વગાડોને શ્યામ, વેણુ વગાડો ઘનશ્યામ.

નીર જમનાના આજ ધીરા વહેછે   

ને ગોકુલિયુ દીશે સુમશામ…વેનુ.

 

મારી ગાવલડી રાત ભર જાગીછે

ને મોરલા ભુલ્યાછે   ટહુકાર…..વેનુ.

 

ગોપી ગોવાળ તારા વ્યાકુળ થઈ શોધેછે

ને ચોકે બેઠાછે બલરામ…….વેણુ.

લાગણી ના લાડે આમ ઘેલા ના કાઢીએ,

(ને)રાધાને કરો બદનામ…..વેણુ.

 

“સાજ”ને છોડીને સાજિંદા બેઠા છે

(હવે)છેડોને રાગ કલ્યાણ……વેણુ.

 

રાગ-ભુપાલી

સાજ” મેવાડા

Read Full Post »

Isolated Palm tree at Mount Abu with captionદરિયા કિનારે રેતીમાં આ એકલવાયી ફૂલ-વેલ કઈ રીતે અને શાને ઊગી હશે? પ્રભૂની આ અકળ લીલા જોઈને આનંદ થાય છે, અને જીવન જીવવાની પ્રેરણા મળે છે, ખરુંને?

એકલવાયી ફૂલ-વેલ દરિયાની રેતીમાં.

 

એકલપંથ-આત્મજ્ઞાન

મનમૌજી ને મસ્ત ફકિર ભાઈ, પંથ અમારો સીધો,

કોઇ સાથ ના આવે તો, અમે એકલ પંડ્યને લીધો.

ભ્રમ સુખનો ભ્રમ દુઃખનો જીવન ભ્રમ થી જીવ્યો,

માયા જળનો ભવસાગર આ મન ભરીને પીધો.

રણની મધ્યે ઝાંઝવાં મળે, વીરડી રસ્તો જુદો….કોઇ સાથના

વરખ સોનાનો ભલે મઢીનેકરો લોઢાનેરૂડો,

ભગવાં પહેરી ફરેએ જગમાં પણ અંદરથી જૂઠો

આતમ જ્ઞાનીભલો સંસારી ભેદ કમળ નો લીધો…કોઇ સાથના

રામનુ નામ ભજીલે મનવા ફરી મળે નહીં મોકો,

લક્ષ ચોર્યાસી ફેરા ફરીને માનવ દેહ તને દીધો

દુર કરેજે કળી કાળમાં કર્મ ફળના દુખો…..કોઇ સાથના

નિજાનંદી “સાજ” બતાવે હરિનો મારગ સીધો,

ભેદ ભેદ માં ભેદ ઘણા પણ અંતઃમુખ એક દીઠો,

સત્ત ચિત્ત આનંદ સુખ મળે જેણે મન ગુરુ કરી લીધો…..કોઇ સાથના

રાગ- સારંગ

સાજ” મેવાડા

Read Full Post »

A note on Tu hi mera Premdevta

Lord Krishna is considered to be an universal lover.

He not only loves his foster parents Nand-Jashoda

he equally loves his real parents Vasudev-Devki.

He loves beautiful Rukimani as well as crooked

Kubja(the hunchback).

 He adores Radha like his own life and can not forget

 his childhood friends Gops and Sudama and he is

doing everything for Parth. He advocates nature by forcing Govardhan-a hill with all its vegitative fliages trees and grasslands. He loves his

devotees-bhakts all above others.

But at the same time puts religious and

social causes topmost when needed.

He does not allow love-attachment to come

in the way of his duties.

No doubt then, he is beloved object of much written poetry,

and remains topmost amongst scores of Hindu Gods and Deities.

 “Saaj” Mevada

Read Full Post »

Radha Playing Flute with Krishna

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તું હી મેરા પ્રેમ દેવતા

શું જાણો પ્રેમ ની રીત,

ઓધાજી તમે શું જાણો પ્રેમ ની રીત.

ગોકુલ ની ગલીઓ ને વ્રજની કુન્જ જાણે,

જાણે જમનાના નીર, …..ઓધાજી તમે. 

 

નંદ જશોદાને ગોપીઓ ને ગોપ જાણે,

બંશરીની ધુન જાણે રાધાની પ્રિત જાણે,

જાણે કુબ્જાનુ શરીર ….ઓધાજી તમે.

 

નરસિંની હુંડી જાણે મીરાં નું વિશ જાણે,

ભક્ત બોડાણો ને તુલસી નાં પાન જાણે,

જાણે દ્રૌપદીના ચિર,…..ઓધાજી તમે.

 

પાર્થ સુદામાને બલદેવ વિર જાણે,

“સાજ” કહે શ્યામ મારો પ્રેમની રીત જાણે,

જાણે નહીં જીવતે કથિર,….ઓધાજી તમે.

 

રાગ-ભુપાલી

“સાજ” મેવાડા

Read Full Post »

લાલો

BalKrishna Eating Butter

    

લાલો 

કાના તને માખણને મિસરી ભાવે,

ખોળે બેસાડી મૈયા, જશોદા જમાડે.

ડગમગ ચાલે લાલો ડેલીમાં આવે,

ગંગી ગાય જોઇ એને દુધ વહાવે.

પાલવ પકડીને લાલો માને બોલાવે,

છાતીએ લગાડી મૈયા ગોદમાં સુવાડે.

માટી ખાઈ મૈયાને ખુબ સતાવે,

ખોલી મુખ લાલો માને ત્રિલોક બતાવે.

નંદ બાબા ધીરે ધીરે ઝુલે ઝુલાવે,

નિંદ ના આવેતો એને લોરી સુનાવે.

મંદ મંદ હસે લાલો સૌને લુભાવે, 

દર્શન કરવાને “સાજ” શિવજી આવે.

રાગ-માલકૌંશ    

“સાજ્ મેવાડા 

Read Full Post »

શામળીયાશું પ્રિત.

સખી મ્હારે શામળીયાશું પ્રિત.

ના માને તું, લોક ના જાણે,

હરિ ને દીધું છે  મારું ચિત્ત,

સખી મ્હારે શામળીયાશું પ્રિત.

 યમુના કાંઠે  વેનુનાદે,

નિર્મલ વદને નિલાંબર વાને,

મધુરું અધર પર સ્મિત,

સખી મ્હારે શામળીયાશું પ્રિત.

“સાજ”ના સ્વામિને હરખે વરશું,

સેવા હરિની અવિરત કરશું,

મારી માંગમાં  ભરાશે મોરપીંછ,

સખી મ્હારે શામળીયાશું પ્રિત.

રાગ -કલાવતી

“સાજ” મેવાડા 

Read Full Post »

Older Posts »