Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2009

ભગવાન શ્રીકૃષ્ણને આજના સમયમાં થઈ રહેલી વિષમ પરિસ્થિતી થી અકળાઈને લખાયેલું ગીત છે.  

     કવિ મનડાની વાત કહે તો તેના આરાધ્ય સ્વામિ શ્રીકૃષ્ણ સિવાય કોને કહે? ગામ અને શહેરોના નામ બદલી નાખવામાં આવેછે. માનવીઓ અંદરોઅંદર ધર્મના નામે કે પ્રદેશ ના કારણો માટે લડી રહ્યા છે. શહેરો અને દેશના સંચાલકો કંશ જેવા કપટી અને રિશ્વતખોર છે. ગોચરી જમીન ઉપર તોતિંગ multistoried Buildings અને બંગલાઓ બની ગયા છે. Pollution ઓકતી Chemical Industries ને લીધે જમુંના જેવી પવિત્ર નદીના પાણી ગંધાઈ ઉઠ્યાં છે. ઍમાં વળી અસંખ્ય પાપો કરી જમુનામાં નાહી ને શુધ્ધ થવા જતા પાખંડીઓ પણ ઘણા છે.સંગીતની તો વાતજ શું કરવી?

    તેમ છતાં તારી રાધા અને વેણુ હજી પણ તારા ધ્યાનમાં નાચે અને ગાયછે.

      મનડાની વાત

કોક વાર શ્યામ તમે જોવા આવો તો,

(મારે) મનડાની વાત એક કરવી છે.

કલકીનગર કહે ગોકુળિયા ગામને

દ્રોહ ભર્યા ગામ લોક ભુલી ગયા પ્રેમને,

એનો નગરપતિ કંશ જેવો કપટી છે…મારે મનડાની

મહેલો બંધાય એના ગોચર ને કુંજમાં,

ગોવાળો ધેનું લઈ જતા નથી વૃજમાં,

પછી ઉભી બજારે ધેનું છોડી છે…મારે મનડાની

જમનામાં ઢોળે પાપ સૌ કોઇ ધોઈને,

કાંઠાનું કદંબ ઝાડ જડે નહીં કોઈને,

તારા મધુવનની વાટ ઘણી વસમી છે…મારે મનડાની

કોણરે વગાડે “સાજ” બેસુરા નાદમાં,

રાસ ભુલી વૃજનાર ગાયનના વાદમાં,

રોતી રાધાને વેણું  તારી વરવી છે…મારે મનડાની

રાગસારંગ/માલકૌશ/ભૈરવી/શિવરંજની

સાજમેવાડા.

Read Full Post »

તારા વિના

 “આપણે મળી શકીએ,
પણ નહીં મળીએ. એટલે નહીં કે દુનિયા શું કહેશે!
ને આપણે ડરીએ છીએ. પણ એટલા માટે કે …
કદાચ મળ્યા પછી
 કલ્પનામાં મળવાનો આનંદ ના પણ મળે!”

 
 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
 
 

    

તારા વિના

 

 

સવારના પો’ર માં લાગેલો તડકો,

ને ભરી બપોરે ઠૂંઠવાયો,

સમી સાંજના સૂરજ ઊગ્યો’તો,

ને રાત્રીએ દિવસ દેખાયો.

 

શમણાંની સેજ ઊપર સૂતો હતો ત્યાં,

ઘૂવડના ઘૂઘવાટથી ઘભરાયો,

નાની નિંદરડી વેરાન થઈ

સવારને શોધતો મુંઝાયો.

 

ક્ષણોને સરવાડે શેષમાં બચ્યોતો ત્યાં,

ટાવરમાં થયારે ટકોરા,

ઉંચી નજર કરી પગલાં માંડુંને-

ઠોકર વાગીને પગ લ્થડ્યો.

 

ઊના શિયાળાની ધગધગતી રેતીમાં,

તારા પગલાની નિશાની ચુમતો-

આખરે, હું આળોટી પડ્યો,

તારા વિના!!!!!!!!!!.

 

 

  

  

“સાજ” મેવાડા

પ્રેમની તિવ્રતા નો ભેદ કોઇ જાણી શકતુ નથી

પ્રેમ કોઈ પરિભાષા માં બાંધી શકાય નહીં. શરિરની અંદરના Hormones ને ડોકટરો કારણ તરીકે આપે,પણ એ સંપૂર્ણ સત્ય નથી. એટલે જ્યારે પ્રેમ માં ગળાડૂબ હોઈએ ત્યારે દૂનિયામાં બધું જ ઉંધુ જ દેખાય છે.

Read Full Post »

આવોપ્રભુઆવોપ્રભુઆવોને

આવો પ્રભુ આવો પ્રભુ આવોને,

મારા મનના મંદિરીએ પધારોને,

હૈયામાં હેત ઘણા આવોને…મારા મનના

ઉતારા દેશું અમે શ્રધ્ધાની વાડીએ,

સેવાનો બાજોઠીયો બેસવાને…મારા મનના

ગોષ્ઠિ કરીશું અમે સુદામાના પ્રેમથી,

રાધા સમો સાથ દેશું રાસ ટાણે…મારા મનના

ભક્તિ કરીશું બાઈ મીરાના ભાવથી,

નરસિંહ મેહતા શા દુઃખ તને દઈને…મારા મનના

ભોજન દેશું માતા જશોદાના વ્હાલથી,

યાદ આવે નંદબાબા પાન ખાઈને…મારા મનના

પોઢણ દેશું અમે ફુલોની સેજમાં,

હૈયાનો હિંડોળો હિંચવાને…મારા મનના

દાતણ દેશું અમે કદમ ની ડાળખી,

કઢિયલ દુધ તાજાં પીવાને…મારા મનના

પીળું પિતાંબર જરકસી જામો,

મોરપિંછ પાધડીમાં બાંધીને…મારા મનના

દ્વારિકાના નાથ તમે વ્હેલેરા આવજો,

તેડાં લખે ‘સાજ’ આજ ગીત ગાઈને…મારા મનના

રાગયમનકલ્યાણ

‘સાજ’ મેવાડા

Read Full Post »

શ્રી કૃષ્ણના પ્રેમમાં સમર્પિત એક ગોપી કનૈયાને અન્ય ગોપીઓની સાથે રાસ રમતા જોઇ નિરાશ થઈ મેડીએ બેસી આંસું સારે છે. કદાચ એને એ ખબર નહીં હોય કે,”वो तो राधाका भी श्याम, वो तो मीराका भी श्याम.”

          બેની હું કહું તને કેમ કરી વાત

બેની હું કહું તને કેમ કરી વાત,

કાનુડો પ્રિતમ મારો રિસાણો ને,જોયા કરું એની વાટ,…બેની હું

પાણીડાં ભરવા જાવુ નથીને, ગોરસ ભર્યું ઊભરાય,

ચોરે ને ચૌટે તાળીયો દઈ દઈ હાંસી ઉડાવે મારી ન્યાત…બેની હું

વેણું વગાડી ગોપીઓ સાથે રાસ રમેછે સારી રાત,

હું અભાગણી મેડીએ બેઠી છાનું રોઉં છું દીનાનાથ…બેની હું

નિશદિન તડપે મન એને જોવા, કૃષ્ણ કહાનડાને વરવા,

“સાજ”ના સ્વામિને એટલું કે’જો છોડેના મારો હાથ…બેની હું

રાગધાની

સાજમેવાડા

Read Full Post »

 

 

 

 

 

 

 

 

 

 

ખી ચાલોને દ્વારિકાધામ

પૂનમની રાતડીને ઊગ્યો ચાંદલીયો, મ્હારે વ્હાલે

તેડ્યાના એંધાણ, સખી ચાલોને દ્વારિકાધામ.

રાતભર ચાલીએ ને ગોમતીમાં સ્નાન બેની,

મંગલા દર્શનમાં મને મોહી લે છે કાન…સખી ચાલોને

તૂલસીની માળાને ધજા ચડે નાથને,

ભક્તોની ભીડ ઘણી ભુલી હુંતો ભાન…

પૂણ્ય પ્રતાપે “સાજ” શરણે આવે નાથને,

રુદિયે વસ્યો છે એને શ્યામ શ્યામ શ્યામ…

સાજમેવાડા

Read Full Post »

. અત્યારની સામાજિક વ્યવસ્થામાં ઘણાંના દિકરો-દિકરી આ વાતને વિસારે પાડીને કેવું વર્તન કરેછે એ વાત દર્શાવતી મારી આ રચનામેં વર્ષો પહેલાં લખેલી તે રજુ કરું છું. શ્રી પુનિત મહારાજની “મા-બાપને ભૂલસો નહીં” એ રચના તો સૌએ વાંચીજ હશે.

અપેક્ષા ની ઉપેક્ષા   (છંદ – મંદ્રાકાન્તા)

ApexanI Upexa Poem by Saaj Mevada

બેટો મારો, ભણતર થકી, એક થાશે અમારો,

માનીતોને, અમ સકળની, ભાંગશે ભૂખ કેવો!

થાશે એતો, જરજર તણી, દેહની લાકડીને,

હોશું બેઠાં, સમય મળતાં, પૌત્ર ખોળે લઈને,

વાતો મીઠી, નિજ સુખ તણી, કેશું ભેગાં મળીને,

આવે જ્યારે, સુ અવસરને, બોલશે એ હસીને,

માડી મારી વદ તુજ તણી, છે શું ઈચ્છા કદીતો

લાવી દેતો, હું ક્ષનિક મહીં, બોલ માડી હવેતો!”

માતા પિતા, પુત્ર ઉપર આ રાખતા જે અપેક્ષા,

એ યુવાની, સહજ મળતાં, થાય તેની ઉપેક્ષા.

બોલે ત્યારે, નિજ જનકને, “કેમ વચ્ચે બકો છો?-

ડોસો ભૂંડો, અણ સમજુંયે, ઓહ! ખોટો લવારો!”

માતાને કે‘, “અરરર જરા, ડોહલી શેં ન જોતી,-

દેખાતું ના, તુ જ નયનમાં?, રોજ દુઃખો જ રોતી!”

વૃધ્ધાશ્રમે, જનક જનની, છોડવા જાય પછી તે,

માતા પિતા, સજળ નયને, જીવ છોડે કમોતે!

-‘સાજમેવાડા.

Read Full Post »

જીવન ચિલા-ચાલુ હોય તો ઘણાને  ના ગમે. તો આજે હું “જરા હટકે” મારા આ Banshari Banine WP ના BLOG માં એક નવાજ પ્રકારની રચના મૂકું છું.

 

….ચાલ્યા કરે!

કેડમાં છોકરૂ ગામ શોધ્યા કરે,
પામવા ઈશને એમ ભટ્ક્યા કરે.
પ્રેમની વાત છે, કેમ ખૂંચ્યા કરે?
ના રડે આંખ, ને આંસું લુંછ્યા કરે!
રાજનિતી મહીં એવું ચાલ્યા કરે,
ગીધડાં લોભની લાશ ચૂંથ્યા કરે.
લેખ જો હોય તો સ્વર્ગ મ્હાલ્યા કરે,
ભ્રમરો આકડા-થોર ચુંમ્યા કરે.
કામના હોયતો તું ય લખ્યા કરે,
અર્થને વાંચનારા શું સમજ્યા કરે!
દમ નથી વાતમાં ને શું પૂછ્યા કરે?
જોઈને મૂંછમાં ‘સાજ’ મલક્યા કરે.

‘સાજ મેવાડા

ગાલગાX૪

     

 

Read Full Post »