Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2010

ઘણા દિવસો વહી ગયા કંઈ પણ લખાયું નહીં. જાણે હૂં પોતેમાર્ગ ભુલ્યો. સ્કૂલકોલેજની પરિક્ષાઓ આવેછે ત્યારે સમાચાર પત્રોમાં આપઘાતના કિસ્સા વાંચીને અત્યંત દુઃખ થાય છે. કદાચ આવી કોઈ વ્યાથાને અંતે આ રચના બનીછે. બની શકે કે આ વાંચી કોઈનેજીવવાની પ્રેરણા મળે! 

ખાશ નોંધ – તા.૧૪ જુલાઈ ૨૦૧૪.

આ રચનાને ગઝલના છંદમાં લખવા જતાં નવા ભાવમાં ગઝલ લખાઈ ગઈ. “ફરી ફરી…”  એ પણ મૂકું છું. સમય પ્રમાણે કેવા ભાવો આવી જાય છે અને છંદમાં લખવાનું ઘણી વાર મૂળભાવની કેવી હાંસી ઉડાવી શકેછે તે સમજાયું છે. એટલે બને તો પહેલાંની રચનાઓ ભલે ગીત કે અછન્દાંશ હોય તો પણ જેમની તેમ રહેવા દેવાનો નિર્ણય લીધો છે, જે કે’વું છે તે ભાવ બદલાઈ જાય એ ના ચાલે. બરાબરને?

108-Fari Fari Gazal Saaj Mevada

ગીત-જીન્દગીની સફર

સફર જીન્દગીની પૂરી કરવી,

વિસામો લઈને શરુ ફરી કરવી.

કંટકો મળે કે મળે પત્થરો,

હટાવી એને વાટ ખૂલી કરવી.

દુઃખોનું પોટલું પોતીકુજ લેવું,

ઓશીકુ ગણીને એને નિંદર કરવી.

માર્ગ ભૂલાવે એવા રાહબર મળેતો,

વગડાની વચ્ચે નવી કેડી કરવી.

હાથ પ્રસારીસાજમંઝીલે પહોંચીને,

બંદગી ખૂદાની પ્યારી કરવી.

“સાજ” મેવાડા

રાગ – ભૂપાલી

Read Full Post »

વસંત રૂતું

વસંત રૂતું, ફેબ્રુઆરી ૧૪મી અને હોળીનું આગમન કોઈ પણ કવિ હ્રદયને ઝંકૃત કર્યા વગર રહે નહી. રાધાજીનું પાત્ર ભલે કલ્પિત હોય( ચોક્કસ માહિતિ નથી), પણ રાધાનો કૃષ્ણપ્રેમ અલૌકિક, સાત્વિક અને સનાતન છે. ઍવુંજ નરસિંહ મેહતા, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભું અને સુરદાસ જેવા કવિઓએ અનુંભવ્યુંછે અને ગાયું છે. રાધાના નાજુક પ્રેમભાવોને એક યા બીજી રીતે મોટા ભાગના પ્રાચિન અને અર્વાચિન કવિઓએ પોતાની રચનાઓમાં વણી લીધા છે. હાલની મારી રચનાઓમાં આપ સૌને આવીજ કોઈ લાગણીનો અનુંભવ થશે તો શ્રી દ્વારકાધીશની મારા ઉપર કૃપા જ છે. મારા બ્લોગની જરુર મુલાકાત લેશો, અને અભિપ્રાયો આપસો તો મને ગમશેજ.

Read Full Post »

ખેલો કાના મોરે સંગ હોરી

ખેલો કાના મોરે સંગ હોરી,

બિનતિ કરત હૈ, રાધા ગૌરી.

જમના તટ તુંને બંશી બજાઈ,

સંગ સખીયન મૈં છૂપછૂપ આઈ.

અબ કરો ના મોરી ઠિઠોરી….ખેલો.

ગાય બછરિયાં બનમેં છોરી,

સાસ નનદિયા નિંદમે સોઈ,

અબ છોડો ના મોરિ કલાઈ…ખેલો.

રંગ પિચકારી ભરભર છોરી,

નાચત રાધા સુધ બુધ બિસારી,

મુખ સંગ તનમન ભીગી સારી….ખેલો.

‘સાજ’ મુરલી ધૂન મૃદંગ બજાઈ,

સબ ગોપી સંગ નાચે મુરારી,

ઐસો ખેલ્યો રાસ બિહારી….ખેલો.

‘સાજ’ મેવાડા

રાગ – ભિમપલાસી

Read Full Post »

કોઈ કોઈ વાર વિચારો આવે ને ખોવાઈ જાય. થોડી પંક્તિઓ બને અથવા કોઈ રચનામાં એવું કશુંક લખાય જાય જે ચિરંજીવી લાગે. આજે એવી થોડીક વાત કહેવાનું મન થાય છે, આવા “ઊર્મિકણો” દ્વારા.

ઊર્મિકણો

કોયલના ઠહૂકાનો પ્રાસ મળી ગયો,

કોડીલી કન્યાને તેનો સંગાથ મળી ગયો.

 * * * * * * * * * * * * *

હું હવે જોઇ રહ્યો છું મારા મોતને,

 થોડે દૂર ઊભું બોલાવી રહ્યું છે સાનમાં;

જરા થોભીજાને ઓ મિત્ર મારા,

જીવવાનો મર્મ જાણી લઉં થોડીવારમાં.

* * * * * * * * * * * *

ખરોઆ સૃષ્ટિનો જનમ-મરણે ક્રમજ નક્કી,

સુકાવું ફૂલોને સુગન્ધ પ્રસરે આ જગ થકી.

* * * * * * * * * * * * *

હાંસી ઉડાવો આજે તમે, ગમ અમોને કંઇ નથી,

કાલ અમારીજ આવશે, આજ ભલે તમારી હતી.

* * * * * * * * * * * * * * *

મારી પાસે કશું નહી મળે,અર્પુ આ લે કવિતા,

હૈયામાં આ સહજ ઊઠતી ઊર્મિઓની જનેતા.

 – – – – – – — – – – — – –

“સાજ” મેવાડા

Read Full Post »

“ ૠતુઓ માં વસંત ૠતુ હું છું. 

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહેછે કે, “ૠતુઓ માં વસંત ૠતુ હું છું“. અત્યારે વસંત ૠતુનો સમય છે અને સામે હોળી આવી રહી છે ત્યારે આ ગીત આપસૌને ગમશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શામળિયા તારા શ્યામ રંગમાં 

હુંતો હોળીમાં રંગે રંગાણી, શામળિયા તારા શ્યામ રંગમાં.

ઓલા કેસરીયા રંગમાં રંગાણી, શામળિયા તારા શ્યામ રંગમાં.

હોળી રમે રાધેશ્યામ ગોપીઓની સંગમાં,

મોરમુંકુટ શિશ ધરે વનમાળા કંઠમાં,

મીઠી બંશરીની ધુનમાં ખોવાણી,શામળિયા તારા શ્યામ રંગમાં.

અવનીને ફળફુલ પંખીઓને મોરમાં,

રંગરેજ મારો શ્યામ રંગ ભરે વ્યોમમાં,

એની નજરું ના બાણથી વિંધાણી,શામળિયા તારા શ્યામ રંગમાં.

સુરતાલ ‘સાજ’ રચે ગીતડાં વસંતનાં,

રસિયાને હોળી રમે નાચે ઊમંગમાં,

પ્રિત જનમો જનમની પિછાણી,શામળિયા તારા શ્યામ રંગમાં.

રાગભૂપાલી 

સાજમેવાડા

Read Full Post »