Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2010

જીવન શ્રીહરિને ચરણે ધરી દીધા પછી એ કરાવેજીવાડે એમ જીવવાનું, એની પછી ફરિયાદ ના હોઈ શકે. જીવનમાં સુખ અને દુઃખ તો ૠતુઓના ચક્રની જેમ આવ્યા જ કરે, અને આપણને એવી રીતે પ્રભુ તેમના તરફ વાળવા કહ્યા કરે. જે ભક્તજણને આનો અનુભવ થાય પછી એ હરિને ચરણ-શરણ થઈ ભવ પાર કરે!

“સાજ” નો અર્થ અહીં શણગાર એવો લેવો. માયારૂપી શણગાર.

રાવ શાને કરું સખી?

 

શ્રીનાથને હવાલે કરું જીવન આખું મારું સખી,

કહે શ્યામ એમ કરું, રાવ શાને કરું સખી?

હેમાળો મારી આગ ઠારે, ગ્રીષ્મ પાપ બાળે સખી,

વર્ષામાં વહી જાય,મુંજ કામનાઓ સખી,

સંસારીની સાથે હવે, નથી એક લેણું સખી,

શરણે જાય જીવ મારો,  શ્યામના ચરણ સખી.

સ્વામી મારો હરિ એક, દોર એને હાથ સખી,

ભક્તોને તારનારો, દ્વારિકાનો નાથ સખી.

હરિ હરિ બોલું અને, જાય પ્રાણ મારો સખી,

દુન્યવી માયાનો સાજ‘, છોડી દીધો સંગ સખી.

 

રાગ- ભૈરવી/સારંગ

સાજમેવાડા

Read Full Post »

શ્રીકૃષ્ણ ગીતો લખતાં પહેલાં ઘણી પકિર્ણ રચનાઓ લખાઈ છે. ભર ઊનાળામાં ગામડાની એક સ્ત્રી ગોબર(છાણાં) વિણવા નીકળે અને ઊઘાડા પગે, તપીને પગમાં ફોલ્લા પડે એવા દડમાટીમાં ચાલી જાય છે. વૈશાખ મહિનાનો પવન વાય છે અને એનો સાલ્લો ઊડવા માંડે તેને સાચવવા પાલવનો છેડો દાંતમાં દબાવી દે છે. આવું દ્રશ્ય ઘણાએ જોયું હશે. પછીતો છે કવિની કલ્પના….અને રચના, માણો આ શબ્દચિત્ર!

ામડીયણ નુ ગીત

સૂની સીમના સીમાડે હું છાણાં વિણવા જઉં,

જમની મ્હારું નામ ખરું ને ઓલ્યા ગામમાં રહું.

ઊના ઊના દડમાં દોડું માથે ટોપલો લઉં,

સાલ્લો મારો ફરફર ફરકે દાંતે દબાવી દઉં.

લીલી લીલી રાયણડીને પીળાં પચરક રાણાં,

કછોટો મારી ડાળીએ ડાળીએ વિણી વિણી ખઉં.

સૂની બપોરના એકાંતમાં હું વહેડે નાવા જઉં,

ઊંડા ઊંડા ઠંડા પાણીમાં ડૂબકાં મારી નઉં.

ઝાંખરામાં છૂપ્યો પીટ્યો રામલો મૂંછમાં હસતો જોઉં,

સવામણની ગાળ દઉં ત્યાં દોડતો નાઠો જોઉં.

સાજ મેવાડા

(નોંધઃ વાકળ પ્રદેશમાં વપરાતા ઘણા તળપદી શબ્દો રચનામાં જોવા મળશે.)

Read Full Post »

રાધાનીઆંખઆમકેમ?

 

રાધાની આંખ લાલ ચટક જોઇને,

કૃષ્ણ પૂછે સખી આમ કેમ?

છણકો કરીને રાધાએ કીધુંકે,

વેણુમાં મેલ્યું મારું નામ કેમ?

 

હસે રાધા ને હસે છે કાનજી,

હસે ગોકુળીયુ ગામ એમ,

હૈયામાં હોયતે હોઠ પર આવે,

હોઠનું વેણુમાં વાય એમ!

 

સાજમેવાડા

Read Full Post »

 

કૃષ્ણ મારુ પાલવડે બાંધ્યુ રતન

 ગામડાની સ્ત્રી પોતની પાસેની અમૂલ્ય વસ્તુઓને પાલવની ગાંઠે બાંધી રાખે છે. વારે વારે ગાંઠ છોડીને કે અડકીને તેને તપાસે છે કે કશું ખોવાયુ તો નથીને! એમ પ્રભુભક્ત પણ ભગવાનને હ્રુદયમાં સાચવી રાખે છે અને વારે વારે તેને યાદ કરીને ખાતરી કરી આનંદ માણે છે. એવુજ કંઈક રુપક રચ્યું છે ભજનગીતમાં. ગમશે.

કૃષ્ણ મારુ પાલવડે બાંધ્યુ રતન,

હૈયે ધરીને કરુ જતન………. કૃષ્ણ મારુ.

 વારીજાઉં મનહર નીલુ વદન,

દિવ્ય તારાં અમી ભર્યાં છે નયન,

અધર ધરે વેણુને કરે નર્તન………કૃષ્ણ મારુ.

 કેશ તારા ઘૂઘરીયા કાળા સઘન,

શિશ ધરે મોરપીંછ  ડીલે ચંદન,

કંઠે શોહે મણિ ને પીળુ વસન……..કૃષ્ણ મારુ.

 ઝંખે મારો આતમ હરિનુ મિલન,

નાથ તને જનમો જનમનુ વચન,

સાજતારા નિત્ય પખાળે ચરણ………કૃષ્ણ મારુ.

 

રાગ સારંગ/ભિમપલાસી

 સાજમેવાડા

 

Read Full Post »

બદલો

 ું જ્યારે ૧૦મા ધોરણમાં ભણતો હતો ત્યારે કવિશ્રી કલાપીની કવિતાઓ ખૂબજ ગમતી. તેમની સરળ અને રુદયસાંસરી ઉતરી જાય એવી રચનાઓ નો મારા ઉપર ઘણો પ્રભાવ રહ્યો છે. એથીજ મંદાક્રાન્તા છંદ પણ આવડી ગયો. સામાન્ય દરરોજ જોવામાં આવતા પ્રસંગો ઉપેર કલાપીશ્રીએ સુંદર વિચારપ્રેરક રચનાઓ આપી છે. તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો અને દયાહિન થયો નૃપ…” હજીએ મારાં રોંગટાં ઊંચાં કરીદે છે.

નિશાળેથી ઘરે પાછો વળતાં મને એવોજ કંઈક અનુભવ થયો. બદલોરચના લખવામાં કલાપીશ્રીની છાયા દેખાઈ આવશેજ.

 (ંદાક્રાન્તા)

પાણાફેંકી, દરીદ્ર કુમળી, એક બાળા ભિખારી,

બીચારીને, ઝખમ કરતા, બાળકો આહ! ભારી.

ટૂટ્યાં ફૂંટ્યા, જીરણ વસનો, દેહ ઢાંકે ઝાઝાં,

ઓહો! તેના, નયન સઘળાં છેક ઊંડે ગયલાં.

કેવી રીતે, અડગ મનથી ઝીલતી ઘાવ ભારી,

જો હોતી , દરીદ્ર કુમળી એક બાળા ભિખારી?”

ત્યાંતો વાગ્યો, નિજ નયનથી સે ભાલેશું પાણો,

પાડી તેણે, રુધિર વહેતાં, ચીસ મોટી, “બચાવો.”

દોડીને મેં સહુંબાળકને, ભાગવાને કહ્યું તો,

હસ્યાં તેતો મમ વચનથી, “થાય તારી સગીએ?”

એથી મારા રુદય પર કો, ઘાવ ભારી પડ્યોને,

પછો કીધો, ગરમ થઈને, બોલતો મારવાને.

 

ત્યાં તો ધીમે, અનિલ લહરે, આવતા શબ્દ ધીરા,

રેવાદોને, મુંજ અનુજ , છો મને મારતાએ

કીધા પાપો પૂરવ જનમે, કૈહશે ભૂલથી મેં

તેનો આતો જીવનબદલો બાળ વાળે હવેતો!”

સાજમેવાડા

 

Read Full Post »