“કાનાને કહો…” નામની આજની મારી રચના ગમશે. ‘ના’ ની મજા છે એમાં. ‘ના’માં ‘હા’ હોય એ આ રચનામાં સમજાય એવી વાત છે.
કાનાને કહો કોઈ વાંસળી વગાડેના,
વેણુનાદ સુણી મારું કામ કોઈ થાયના(૨)કાનાને….
કાનાને કહો કાંઠે યમુનાના જાયના,
કંકર મારેતો મારી મટુકી નંદવાયના. (૨)કાનાને….
કાનાને કહો મારી ડેલીએ ડોકાયના,
ઘમ્મર વળોણું મારું તાલ ચૂકી જાયના. (૨)કાનાને….
કાનાને કહો દીધું વચન તોડી જાયના,
રાધા હો ગોપી ભલે, મને ભૂલી જાયના. (૨)કાનાને….
કાનાને કહો મને સુતી જગાડેના,
સપનામાં આવે મારા હૈયે હર્ષ માયના. (૨)કાનાને….
“સાજ” કહે સ્વામી મારો શ્યામ, બીજો હોયના,
ચરણોમાં શિર ધરું, ભવ એળે જાયના. (૨)કાનાને….
“સાજ” મેવાડા
કાના ને કહેજો મારી ના ઉપર જાય ના ….
ના કહીને રાહ મારી જો તેને સમજાય ના !!!!
માનનિય પારુબેન,
આપે અતિ સુંદર પંક્તિઓ રચી છે, મને આનંદ થાય છે કે મારી રચનાનો ભાવ બરાબર પકડીને જ આ લખાઈ છે. અભિનંદન આપુ તો મારી જ પીઠ થાબડતો હોઉં એવું લાગે. પણ કોઈ બીજાના લખાણને આટલી સહજ રીતે આત્મસાત કરવુ એ દાદ માગી લે છે.
“સાજ” મેવાડા
Read….Enjoyed …Nice Rachana !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Thanks for your Visit/comment on my Blog !
ગુ. વર્ડપ્રેસમાં આજની હોટ પોસ્ટમાં ’69-કાનાને કહો કોઈ’ નું મથાળું જોઈ એકક્ષણ કોઈ નવી એક્સપેરિમેન્ટલ રચના હશે કે કેમ એ વિચારમાં પડી જવાયું. કૃષ્ણની લીલા અકળ છે. પછી ખ્યાલ આવ્યો કે 69 નમ્બરની પોસ્ટ છે.
જો કે કૃતિમાં કૃષ્ણ/ગોપી સાથે સ્વાભાવિક પણે જોવા મળતી સુચારુ કલ્પન સૃષ્ટિ છે.
સરસ ભક્તિભાવ ભરી રચના.
સુંદર પંક્તિઓ …
કાનાને કહો કોઈ વાંસળી વગાડેના,
સાજ” કહે સ્વામી મારો શ્યામ બીજો હોયના,
ચરણોમાં શિર ધરું, ભવ એળે જાયના.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
શ્રીકૃષ્ણના સતત સ્મર્ણમાં રમતો ગોપી ભાવ ,આ ભજનમાં સરસ રીતે ઝૂલ્યો છે.
એક આનંદ હૃદયથી માણ્યો.
રમેશ પટેલ(આકાશદીપ)
ખુબ સુંદર રચના……..
પ્રેમમાં વિવશ ગોપી કાનાને ના કહેશે
પણ રુદિયામાં ડોકાતો કાનો તો ધડ્કનના તાલ ચૂકાવી જ દેશે……..
🙂
ના કહીને થતી પ્રતીક્ષા…પ્રેમની વિવશતા ખૂબ સુંદર રીતે વ્યક્ત થઇ છે..
દિલની ઉર્મિઓ સાવ સહજતાથી સુપેરે શબ્દદેહ પામી શકી છે..
જાણે કોઇ વિરહી ગોપીએ લખેલ ગીત…
અભિનંદન..
સુંદર રચના…
નરસૈયા કે મીરા જેવી પ્રેમ વિવશતા સંભળાય છે, સરસ.