Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2011

આ ગીતમાં એક આશાભરી થનારી નવોઢાના રુપમાં ગોપીભાવ વણાયો છે. કાંડે મીંઢળ બંધાય એ શૂકનની નિશાની છે. ત્યાર પછી નીલવર્ણાં કંકણ અને કંઠે મંગળસૂત્ર એ અખંડ સૌભાગ્યની નિશાની ગણાય છે.

 

કોઈ પૂછે તો કે’શું….

મેં તો મીંઢળ બાંધ્યું છે તારા નામનું,(૨)

કોઈ પૂછેતો કે’શું મારા શ્યામનું.

મેં તો ઓઢણી ઓઢી છે રંગ શ્યામની,(૨)

નીલાં કંકણને મોરપિંછ નથણી,(૨)

કોઈ પૂછેતો કે’શું ઘનશ્યામની…..મેં તો મીંઢળ.

‘સાજ’ સજીને બેઠી હું ભવોભવની,(૨)

કંઠે મંગળ નિશાની ગિરધરની,(૨)

કોઈ પૂછેતો કે’શું નટવરની…….મેં તો મીંઢળ.

‘સાજ’ મેવાડા

Read Full Post »