Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2014

Rat Rani

મિત્રો થોડા દિવસો પહેલાં એક મત્લા લખાયો હતો, આજે પૂરી ગઝલ થઈ છે. સાદર આપના માટે રજુ કરું છું

       104-ફેલી જશે-ગઝલ

ફૂલો પછી સૂર્ય કિરણ ભૂલી જશે,
જ્યારે પડે તારી નજર ખીલી જશે.

શબ્દો તણી ચોરી કરે?, પૂછો જરા,
દો હાથમાં ગીતા, પછી બોલી જશે.

પાછા વળો ના બંધ જોઇ મારું ઘર,
આડા કરેલા દ્વાર છે, ખૂલી જશે.

એને હશે જો પ્રેમ તારા પર હજી,
જખ્મો ઘણા એ હોંશથી ઝેલી જશે.

ખૂબી હશે તારી ગઝલમાં ‘સાજ’ તો,
આ શાયરોની ભીડમાં ફેલી જશે.

-‘સાજ’ મેવાડા
વજન – ગાગાલગા ગાગાલગા ગાગાલગા

Read Full Post »