Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2014

તો મિત્રો આજે, ગઝલની જગ્યાએ ‘હઝલ’ માણો..

107 – બધા પર

લખ્યું છે તારા પર, શાને પૂછે કોના પર?,

સમજે તો તારા પર, ના સમજે તો બીજા પર.

મોબાઇલ ને બાઇક, સૌની નજરો ખેંચે,

લુલીને છૂટ્ટી મેલી, ટટ્ટુ ટાંક્યું મોંઢા પર.

બ્રાન્ડનાં કપડાં ને બ્રાન્ડની પે’રે ટોપી,

બ્રાન્ડ છે કે માણસ છે? બ્રાન્ડ એની જોડા પર.

પેપ્સી, પાસ્તા ને પીઝા, ખાધા છે ભર પેટે,

પૂછોતો શાકાહારી! મન એનું ખીમા પર.

અગડમબગડમ ગુજરાતી, ને અંગ્રેજી ખોટું,

‘સાજે’ કીધું સાચું, ના તારા કે મારા પર!

-‘સાજ’ મેવાડા

વજન – ગા(૧૩)

Advertisements

Read Full Post »

ખૈરાત ખપતી નથી (ગઝલ)  ©

 

ભૂલી જવાની વાત કંઇ જચતી નથી,

તારી ભલે સીધી કડી જડતી નથી.

એકેક ક્ષણ મારી કને તું હોય છે,

સપના વિનાની આંખ ઉઘડતી નથી.

કેવો જલાવે છે મને, અગ્નિ વગર,

બળ્યા કરું તો રાખ પણ ખરતી નથી.

ચાતક સમો વ્હેવાર છે મારો હજી,

તારા થકી એ બુંદ જો પડતી નથી.

આપી શકે તો આપજે, તારો ગણી,

ખૈરાત બાકી ‘સાજ’ને ખપતી નથી.

 

‘સાજ’ મેવાડા

વજન – ગાગાલગાX3

Read Full Post »

 

મિત્રો,

આપે મત્લા વખાણ્યો હતો. હવે આખી ગઝલ મક્તા સાથે માણો અને…….

 

           હું ઘડાયો છું      

ચાકડે કુંભારના જો હું ચડાયો છું,

એ નિભાડાના જ તાપે હું ઘડાયો છું.

આ નથી વન, શહેર છે, જાણી ગયો ત્યારે,

ઘર તણી ગુફા બનાવી હું છુંપાયો છું.

આંકશોના મૂલ્ય મ્હારું સહેજ પણ ઓછું,

નંગ એની વીંટીનો થઇ, હું જડાયો છું.

તું મને મારે નહીં તો, જીવવાતો દે,

જોઇ તારાં તીર ખાલી, હું ઠગાયો છું.

‘સાજ’ને દુશ્મનો પણ યાદ રાખે છે,

ભર સભામાં ના કહે એ, હું પરાયો છું.

‘સાજ’ મેવાડા

 

વજન  – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા

Read Full Post »