Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2014

01AugSun2011SaajAt MahendrabhaIPlace 044 (2)

મિત્રો, આજે ખૂબજ જાણીતા ગઝલના છંદમાં એક નઝમ પ્રસ્તુત કરું છું. આપને ગમશે અને ગાવાની ઈચ્છા થાય તો તે પણ સારી રીતે થઈ શકશે, કારણ કે ઘણા ફિલ્મી ગીતો અને ગઝલો આ છંદમાં જાણીતી છે.

116 – ..આવેછે (નઝમ)

તમારા પ્રેમનો અણસાર વારંવાર આવે છે,

ઝરણ થઇને હ્રદયથી એ નયનને દ્વાર આવે છે.

મિલનની વાત જીવનમાં અધુરી છે, અને રહેશે,

તમારા મહેલનો રસ્તો ઘણો દુશ્વાર આવે છે.

તમે આવો કદી મળવા અમારા કોઇ સપનામાં, 

તમારી યાદના વંટોળ પારાવાર આવે છે.

તમે આતમ તણા ભેરુ, ભલેના જન્મના સાથી,

ગઝલના શૅર થઇને નામ અધ્યાહાર આવે છે.

તમારા ગીતને ગાવા, અમેતો સાજથઇ બેઠા,

વગાડો તાલને સરગમ, જુઓ દિલદાર આવે છે.

-‘સાજમેવાડા, વજન – લગાગાગા x

Read Full Post »

115 – ના થઇ શકે!

નદી પહાડ પર ના જઇ શકે,

હવે એવું ના કદી થઇ શકે.

બુઢો બાળ જેમ દોડે ખરો?

હવે દુધપાક ના ખઇ શકે.

અકિંચન છતાં દિલાવર હશે,

એ દમડી ગરીબને દઇ શકે.

ખરીદારને બધુંયે મળે,

ખરો પ્રેમતો મળી નઇ શકે.

ભલે સાજને ભરોસો નથી,

હ્રદયને તું પાછું ના લઇ શકે.

-‘સાજમેવાડા

વજન લગાગા લગા લગાગા લગા

Read Full Post »

મિત્રો, આજે બીન મત્લાની ગઝલ મુંકું છું. સારો મત્લા લખી કોમેન્ટ કરો તો ગમશે! મારાથી નથી લખી શકાયો! 

 

114 – નોતરે છે ગઝલ

મંદિરોમાં દાન આપે, ના નથી પણ,

નામ એનું દ્વાર પર શેં કોતરે છે.

આખલો ના થાય તેથી વાછડાને,

જન્મતાં એને પલોટી જોતરે છે,

પ્રેમ છે, પણ એ કદી ક્યાં બોલવાનાં?

અંગુઠાથી ભોંય કેવી ખોતરે છે.

પ્રેમ પંખી આપઘાતે મરશે જાણ્યું,

ત્યારથી એ ગામ આખું ચોતરે છે.

બાળવા એના હ્રદયને દુશ્મનો તો,

સાજને સોગંદ આપી નોતરે છે.

  • સાજમેવડા

વજન – ગાલગાગા X

Read Full Post »