Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2015

(127)- Muktak મુક્તક

             Muktak-sabandh-Saaj Mevada 123-Bandh Chhe-Gazal-Saaj Mevada

મુક્તક

રેલના પાટા સમો સંબંધ છે,

આપણો કેવો રૂણાનુંબંધ છે?

સાજને કંઇ પણ નથીને કંઇક છે,

તારી સાથે કંઇક તો અકબંધ છે!

(127)…બંધ છે (ગઝલ)

ધર્મ નામે શહેરમાં તો બંધ છે,

ને ગલીમાં મોતનો પ્રબંધ છે.

ખૂદ માળી ચૂંટવા આવી જશે,

બાગમાં ફૂલોનો ડર અકબંધ છે.

પ્રકૃતિ છે માનવીની કેદમાં,

નદીની જાતને પણ બંધ છે.

કેમ આવે કૃષ્ણ તારે નેસડે?

દ્વારકાના મ્હેલનો સંબંધ છે.

સાજપાછો ના ફરે તો શું કરે?

બારણે તારા લખેલું, ‘બંધ છે‘!

     -‘સાજમેવાડા

Read Full Post »

 

122 …રજા દે છે. (ગઝલ)

122-Raja De CChe- Gazal Saaj Mevada

 

તમે રોકશોના કંઠમાં પ્રેમને મારા,

ઇશારો તમારી આંખનોતો રજા દે છે !

નથી ન્યાય સાચો, આ ઉપરનીય કોરટનો,

કરે છે ગુના કાંટા, ફૂલોને સજા દે છે.

કદી રાખશો ના રામના રાજ્યની આશા,

હવે લોકશાહી રાજ, તમને પ્રજા દે છે.

ભલે અવગણો છો, એની શ્રધ્ધા ભરી વાતો,

કલાથી નિમંત્રણ, કૃષ્ણને કુબજા દે છે.

કહે છે તરન્નુમ માં ગઝલ, ‘સાજસાકીને,

છૂપાવી દરદ, કેવી સનમને, મજા દે છે.

સાજમેવાડા

 

Read Full Post »