Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2015

(135) – મુક્તક – શકો

મૂળ સોતા ઉખડેલા ઝાડને રોપી શકો,

કો’ નદીનો બંધ તૂટે, નીરને રોકી શકો,

છોડ તારી આશ મનવા, ના ભરોસો કાળનો,

જીવતરના શ્વાસ તૂટે કોઇ ના જોડી શકો.

  • ‘સાજ’ મેવાડા

135-Muktak-Saaj Mevada

Read Full Post »

     (134) – મળે…(ગઝલ)

કોર્ટમાં જીતનારો ફસાદી મળે,

ફેરવી તોળશે એ લવાદી મળે.

આવડ્યુંના તને જીંદગી જીવતા,

કેમ ભૂલો કરી? એ જ યાદી મળે.

નામના મોહમાં હોય કાળોતરો,

ઝેર ઓકાવશે, ક્યાંક વાદી મળે.

હોયના વેદના ઝૂરવાની કશી,

પ્રેમની વારતા સાવ સાદી મળે.

સ્વર એવો કદી લાવશે રાગમાં,

‘સાજ’ના ગાનમાં તો વિવાદી મળે.

-‘સાજ’ મેવાડા

Male Gazal - Saaj Mevada

 

Read Full Post »

 133-Lakho-Gazal-Saaj Mevada-P

આંખોનો ઈતિહાસ લખો,

આંસું શું છે, ખાસ લખો.

સંવેદન ભરપૂર હશે,

શાયર માટે પ્રાસ લખો.

દુનિયામાં અંધેર બધે,

તરસે છે ઉજાસ લખો.

ઊંચો લાગે તાડ સમો,

જીવનમાં નાપાસ લખો.

આ માણસ નેતા જ હશે!

બોલ્યા કરશે, ત્રાસ લખો.

આ રણમાં ફરહાદ મળે?

શીરીનો નિશ્વાસ લખો.

વાતે વાતે ‘સાજ’ હસે,

કોનો છે આભાષ લખો.

  • ‘સાજ’ મેવાડા

Read Full Post »

           ૧૩૨ -થઇ શકે – (ગઝલ)

મારે બધાને લાત, થઇ શકે!

બેઝાર માણસ જાત, થઇ શકે!

ખંજર વિના પણ વાર થઇ શકે,

આ જીભથી તો ઘાત થઇ શકે!

પ્રેમી બની ગભરાવ છો તમે?

આવો, હજી પણ, વાત થઇ શકે!

જામ-એ-ગઝલ આખી પિવાય ના,

તો સે’જ, ચંચૂપાત થઈ શકે!

તારી સભામાં ‘સાજ’ હોયતો,

તું, એ થકી, પ્રખ્યાત થઇ શકે!

   -‘સાજ’ મેવાડા

Thai Shake-Gazal-Saaj Mevada

Read Full Post »