Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2016

 169 – શ્રાવણ જેવુંગઝલ

આવ અચાનક વરસી જાને શ્રાવણ જેવું,

ચાલ બતાવું સમજી જાને કારણ જેવું.

બાગ ખિલ્યો છે ગલગોટાનો મારે પાદર,

રોજ સવારે મળતી જાને માલણ જેવું.

કોણ કરાવે જીર્ણોદય આ મારા ઘરનો?,

મોભ બનીને કરતી જાને ધારણ જેવું,

રંગ ભલેને ફિક્કો ફિક્કો આ જીવનમાં,

તોય ફરીથી રમતી જાને ફાગણ જેવું.

દૂર ગગનથી જોતો રેછે મારો ભેરું,

સાજહવેતો મલકી જાને સાજણ જેવું.

-‘સાજમેવાડા

169-shravan-jevu-saaj-mevada 

 

Read Full Post »

      168-અણધાર્યો હતોગઝલ.

અણસાર તારા દિલનો અણધાર્યો હતો,

સમજી તને, એણે મને, વાર્યો હતો.

તણખા સમી છે યાદ તારી અજનબી,

એથી જ મેં આવેગને ઠાર્યો હતો.

હિંમત કરી પકડ્યા પછી, મેં આખરે,

ઈચ્છા તણા ભોરિંગને માર્યો હતો.

જીતી જવાની શક્યતા મારે હતી,

તારા ભરોશે જીંદગી હાર્યો હતો.

થાકી ગયો છેસાજશોધીને તને,

માથે કદી તેં હાથ પસવાર્યો હતો.

-‘સાજમેવાડા

 Visit – Venunad.wordpress.com

168-andhaaryo-hato-gazal-saaj-mevada

 

Read Full Post »

     167-ગણવા બેઠો-ગઝલ

ચોપડીમાં મુકેલાં ફૂલ ગણવા બેઠો,

ને વસંતે મળેલા ઘાવ ખણવા બેઠો.

એમની રાહના પ્થ્થર સમેટી લઇને,

ગોઠવી ગોઠવીને ઘર હું ચણવા બેઠો.

જીંદગીને કબીરી આપનારો તું છે,

તોય સાહેબની ચાદર હું વણવા બેઠો.

પ્રેમથી મેં સવારે બાગ સિંચ્યો તો પણ,

સાંજના કેમ કાંટાને હું લણવા બેઠો?

જીવતરની પરીક્ષા આપવાની થઇ છે,

એજ કારાણ, ફરીથી ‘સાજ’ ભણવા બેઠો.

 -‘સાજ’ મેવાડા

 167-ganva-betho-gazal-saaj-mevada

Read Full Post »