તો…
તુ વાદળી બનીને ઉડીશ તો,
હું પવન બનીને પકડીશ.
તું વિજળી બનીને ચમકીશ તો,
હું વરસાદ બનીને ગગળીશ.
તું ઢેલ બનીને આવીશ તો,
હું મયુર બનીને નાચીશ.
તું ગાગર બનીને આવીશ તો,
હું સાગર બનીને ઘૂઘવીશ.
તું સંધ્યા બનીને આવીશ તો,
હું સિંદુર બનીને છાઈશ.
તું વસંત બનીને આવીશ તો,
હું કોકિલ બનીને ટહુંકીશ.
તું કમળ બનીને ખીલીશ તો,
હું મકરંદ બનીને ગુંજીશ.
તું રાત બનીને આવીશ તો,
હું ચાંદ બનીને ચમકીશ.
તું સપનામાં આવીશ તો,
હું ઊંઘમાં પણ જાગીશ.
બીજુ કશું કહેવાનું રહે છે? તો,
આપણે સાથે જ હોઈશું.
“સાજ” મેવાડા
Leave a comment