Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Other bhajans’ Category

‘જય મા દેવી સરસ્વતી’ નામની સુંદર રચના આજના મારા બ્લોગ ઉપેર છે. અભિપ્રાયો આવકાર્ય.

નવરાત્રીમાં વિવિધ સ્વરૂપે માને ગરબામાં ભજતાં યાદ આવ્યું કે મારા બ્લોગ શરૂ કર્યાને એક વર્ષ પુરૂ થાય છે ત્યારે મને કાવ્ય-વિધ્યામાં રસ લેતો કરનાર મા સરસ્વતીને કેમ ભુલાય? મિત્રો, આપ સૌ નો સહકાર અને પ્રોત્સાહન પણ આમાં નિમિત્ત બનેલું છે એ યાદ કરતાં હર્ષાંસું આવી જાય છે. ખૂબ  ખૂબ આભાર આપસૌનો. અને ફરીથી ‘મંગલદીપ’ ના પરમસ્નેહી મિત્રો અને ભક્તજનોને યાદ કરી વિરમું છું.

“સાજ” મેવાડા

220px-Saraswati3

જય મા દેવી સરસ્વતી

જ્ઞાનદેવી વિદ્યાદેવી શારદે મા સરસ્વતી,

તિમિરહરની તેજ કરની જય મા દેવી સરસ્વતી.

વસંતપંચમી માઘેજન્મી*૧  દૈવી શક્તિ બ્રહ્માણી,

ઉમાસુતા શિવરંજની જય મા દેવી સરસ્વતી.

હંસવાહિની પદ્માસની વેદજનની સરસ્વતી,

શુભ્રવસની ચંપકવરણી જય મા દેવી સરસ્વતી.

નદી સ્વરુપે પાપહરની મોક્ષદાયી સરસ્વતી,

મા ગાયત્રી જગતજનની જય મા દેવી સરસ્વતી.

વીણાપાણિ કલાદેવી વાગદેવી* રસેસ્વરી,

“સાજ” વંદિતા કૃપાકરણી જય મા દેવી સરસ્વતી.

“સાજ” મેવાડા

*વાગ=વાક=વાણી

*૧ માઘ=બંગાળનો મહીનો, જેમાં વસંત પંચમી ઉજવાય છે.

Read Full Post »

શ્રીકૃષ્ણ ઉપર ઘણી ભક્તિમય ભજન અને ગીતો લખ્યા પછી ભાગવત વાંચવા લીધું.

મિત્રો સાથે વાત કરતાં અનાયાસેજ એના અનુસંધાનમાં મારાથી બોલી જવાયું, ” ફળ ચાખીને ઝાડ શોધવા નિકળ્યો હોય એવું લાગે છે.” અને પછી…. પ્રભુને અર્પણ.

શોધ

ફળ ચાખી એના વૃક્ષને શોધવા નિકળ્યા,

સ્થાપી એને હ્રદયમાં ગામ શોધવા નિકળ્યા.

નો’તી ખબર ત્યાં સુધી પ્રેમથી પામ્યા,

જાણ્યા પછી એના ચરણ શોધવા નિકળ્યા.

ઈચ્છા હતી ફૂલમાળની એના કંઠમાં રે’વા,

સ્પર્શ એનો સહેજ ત્યાં કૂળ શોધવા નિકળ્યા.

ગગનભેદી અંતરિક્ષમાં શું એનું ઘર હશે?

સીડી નથી તો મનપાંખથી શોધવા નિકળ્યા.

રુપને લીલાઓ એની અનંત ને અમાપ,

અપાર નીય પાર “સાજ” શોધવા નિકળ્યા.

સાજમેવાડા 

આનું ગઝલ, છંદમાં રુપાન્તર કર્યું છે. જુઓ ૧૪૩- શોધવા નિકળ્યા. થોડા ફેરફાર કરવા પડ્યા છે. માફ કરશો.

Read Full Post »

રામ-નવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મ દિવસ. હનુમાન-જયન્તી આવી રહી છે. શ્રીરામ ની પાછળ એમનો ભક્ત હનુમાનજી પણ જન્મ લે છે. હનુમાનજી જેવા ભક્ત-સેવક થયા નથી. એટલેજ આવી રચના લખાય ને?

 
 ભક્ત શિરોમણી હનુમાન
 

 
 
  

 

જેનો જોટો જડેના જગમાંય

ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન,

દીધં છાતી ચીરીને પ્રમાણ,

ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન.

રામના દૂત બની અશોક વનમાં,

બાળી લંકાને સીતાની શોધમાં,

દઈને અંગૂઠી કર્યા પ્રણામ,

ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન.

લક્ષમણને કાજે સમરાંગણમાં,

મેરુ ઉપાડીને લાવ્યા ક્ષણમાં,

એવા મારુતિ ઘણા બળવાન,

ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન.

રામના નામનો મહિમા અનોખો,

બજરંગબલિ ની ભક્તિમાં જોયો,

તારશે પાણાને પણ રામનામ,

ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન.

અંજનીનો જાયો કેસરીનંદન,

કપિ સ્વરૂપે શિવને વંદન,

એનાસાજકરેછે ગુણગાન,

ભક્તિમાં ભક્ત શિરોમણી હનુમાન.

 
 
 

 
રાગ – કાફી જેવા સૂરમાં લોકભજનનો ઢાળ
  

 

‘સાજ’ મેવાડા 

Read Full Post »

રામનવમી

આવી રહીછે ત્યારે, ચાલો આજે ભગવાન શ્રીરામને અને રામાયણને યાદ કરીએ, કંઈક જુદી રીતે. હઠ એક એવી માનવ પ્રકૃતિ છે જેને વશ થવાથી શું નું શું થઈ શકે છે બતાવવા પ્રયત્ન કર્યો છે. હઠ મંથરાની કે રાવણની હોઇ શકે અને સામે શબરી, કેવટ, મીરાં કે સીતાજીની હોઇ શકે. હઠ સાત્વિક હોયતો સારુ લાગે અને પરિણામ પણ સારુંજ આવે. અને તમસ હઠ હોઇતો પરિણામ ઘણા ગંભિર અને દુઃખદાયક આવે સમજાય એવી વાત છે.         

 

……મારા રામજીની વાતો યાદ કરીએ(),

એવા, હઠના સૌદારે નવ કરીએ…()

દશરથનો પ્રાણ ગયો, કૈકૈયીએ કંથ ખોયો,

ભરતને રાજગાદી દેવા,

વનને મારગ મારો રામજી સિધાવે,

જાનકીને લખન કહે જઇએ………એવા.

માયાવી મૃગને જોઈ, જાનકી માતા પણ મોહે,

પ્રભુની લીલા તેને કહીએ,

બળીયોને જ્ઞાની તોયે સાધુ ના વેશે આવે,

લંકાના રાજાને શું કહીએ?…………એવા.

હઠ કરોતો એવી શબરી ને કેવટ જેવી,

પ્રભુના પ્રેમે તરી જઈએ,સાજબન્યો છે પ્રાણી, મૃદંગના રુપે જ્યારે,

નિજમંદિરે જઈ વસીએ………..એવા.

 

‘સાજ

મેવાડા 
રાગધાની

 

Read Full Post »

આપણે જુદા જુદા નામે ઈશ્વર ને ભજીએ છીએ. પણ આખરેતો એવી કોઇ શક્તિને ભજીએ છીએ કે જે આ સૃષ્ટિની ઉત્પતિ અને નાશ માટેની પ્રક્રિયાનો આધાર છે. અંતેતો આ વિરાટ સામ્રાજ્યના આપણે એક માત્ર અંશજ છીએ, અને સૌએ એકજ રસ્તે જવાનું છે. રાહ જૂદા મંજિલ એક છે.

નિજાનંદીસાજબતાવે હરિનો મારગ સિધો,

ભેદ ભેદમાં ભેદ ઘણા પણ અંતરમુખ એક દિઠો.

લક્ષ્ય એક ભાઇ

રામ ભજો કૃષ્ણ ભજો ભજો સત્ય સાંઇ,

ભક્તિમાં ભેદ ઘણા, લક્ષ્ય એક ભાઇ.

ગંગા કાંઠે ડૂબકી મારો, સ્નાન કેવુ ભાઇ?

દરિયામાં ઊંડા જળે મોતી મળે ભાઈ.

પૂજા પાઠ મંત્ર જપથી પંડો ખૂશ થાઈ,

અંતરમાં રામ રમે પ્રાણ પ્રસન્ન ભાઈ.

કંચન કથીર એક લાગે, અંત સમે ભાઈ,

રામ નામ સાચું નાણું, સાથે લેવુ ભાઈ.

“સાજ” સાથે ગીત ગાવું, મસ્ત રહેવું ભાઈ,

ભાગ્ય છોડી રામ ચરણે નિત્ય જાવું ભાઈ.

રાગગુર્જરી તોડી

સાજમેવાડા

Read Full Post »

મારી પાર્થનાદયાળુ પ્રભુ….

દયાળુ પ્રભુ મને સંભાળી લેજો,

વિકટ પંથે ભૂલો પડુ તો વાળી મને લેજો….દયાળુ પ્રભૂ

સત્ય માર્ગે ચાલુ એવુ જ્ઞાન મને દેજો,

વિઘ્નો મારે આડે આવે ટાળી એને દેજો….દયાળુ પ્રભૂ

મોહ માયા ને મમતા કેરો ભેદ મને કે’જો,

પ્રેમ પિછાણી જાણુ એવી મતિ મને દેજો….દયાળુ પ્રભૂ

દુઃખો વચ્ચે હસું એવી શક્તિ મને દેજો,

અશ્રું આંખે આવે ત્યારે પડખે મારી રે’જો….દયાળુ પ્રભૂ

“સાજ” રાખે ટેક એને દર્શન દેજો,

અંત મારો આવે ત્યારે સાથે તેડી લેજો….દયાળુ પ્રભૂ

રાગસારંગ

સાજમેવાડા

My Prayer- Dayalu Prabhu- Saaj Mevada. Pic

Read Full Post »

Ma Sharada devi 4Jan2013 TOI

 

અભિશાપ

આપણને ઘણી વાર વિચાર આવે કે ભગવાન જેવા ભગવાનને પણ આવા દૂન્યવી દુઃખો કેમ પડતા હશે? એવું કથાઓ કે ધર્મ ગ્રંથો માં વાંચવા મળછે, પ્રભૂ જ્યારે માનવિય અવતાર ધારણ કરે છે ત્યારે બધુજ માનવીની જેમજ થાયછે. અભિશાપ કે શ્રાપ પણ એમને લાગે. આવી વાત ધ્યાનમાં આવતાં આ રચના બની.

સાથે એ પણ સમજાયું કે પ્રભૂને માનવ અવતારમાં આ બધું વેઠવું પડે છે, તો આ પામર માનવી દુઃખોથી રડે એમાં શી નવાઈ? આવા સમયે પ્રભૂને પ્રાર્થના કરીએ કે “હે પ્રભૂ, તમે જેમ અંતે જીવન પૂરુ કર્યું,તેમ અમારુ પણ વિતિ જાય, અમને શક્તિ આપો.”

હોય રાજા કે પ્રભૂ અવતાર રે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે.

માનવીતું રડે દુઃખોને શું કામ રે,

પ્રભૂ તને શક્તિ આપે તુમ સહી જાણરે.

શ્રવણને વિયોગે શ્રાપ અંધ મા-બાપે દીધો,

રાજા તને (દશરથ તને) અમારું દુઃખ લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

દુર્વાસા ને શ્રાપે રાણી રુકિમણિ વગડામાં વસે,*

પટરાણી એતો દ્વારિકાના નાથની કહેવાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

સુદર્શનધારી દેહ પારધી ના બાણે છોડે,

યદુકૂળનો નાશ એવો ગાંધારીનો શ્રાપ લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

“સાજ”ના આનંદનો ભેદ જાણે તો કોણ જાણે?*

અભિશાપ એને પ્રભૂ ચરણ નો લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

રાગ – સારંગ

“સાજ” મેવાડા

**નોંધ – રુકિમણિ નું મંદિર દ્વારિકાની બહાર આવેલું છે, એના અનુસંધાનમાં આ લખાયું છે.

મારુ મૂળ શહેર-ગામ છોડી દ્વારિકાધીશ ના સાંનિધ્ય માં આવ્યો.

Read Full Post »

Older Posts »