Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘અલખ’

156-PooChhashe Tane-Gazal

       પૂછાશે તનેગઝલ

ક્યારેક યક્ષ પ્રશ્ન, પૂછાશે તને,

જાણે નહીં તો, ઝેર એ પાશે તને.

શ્રધ્ધા કદી ફળતી નથી એવું નથી,

જા, પૂછ શબરીને, તો સમજાશે તને.

શાને હજી ભટક્યા કરે છે, પામવા?

રસ્તો અલખનો એક દેખાશે તને.

તું જાત તારી ઓળખેના, તો કહું!

આંખો કરીદે બંધ, દેખાશે તને.

છોડી શકે છે? ‘સાજના ભભકા બધા!,

લેછે ફકીરી ભેખ, શું થાશે તને?

-‘સાજમેવાડા

156-PooChhashe tane-Gazal

Read Full Post »

મિત્રો, આજની ગઝલ જરા ઊંડા વિચારને લઈને ઉતરી છે, ગમશે તમને!       

112 – જો, તો ખબર પડે (ગઝલ)

આ ઊગતા સૂરજ ભણી જો, તો ખબર પડે,

આ ખીલતા ફૂલો કદી જો, તો ખબર પડે.

કુવા તણા એ દેડકાને ના સમજ કશી,

આકાશને પર્વત ચઢી જો, તો ખબર પડે.

કોને ચઢાવે દૂધને મેવા હરખ કરી,

આહાર ભૂખ્યા જન ગણી જો, તો ખબર પડે.

તારી ફરે છે આંગળી ચારે તરફ ઘણી,

તારા ભણી તું ફેરવી જો, તો ખબર પડે.

જાણી ગયો એતો અલખનો દાસ થઈ ગયો,

ગુરુ કરી એને મળી જો, તો ખબર પડે.

-‘સાજમેવાડા

વજનઃ ગાગાલગાx 3 લગા

Read Full Post »