Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘આંખ’

220-Shakya Chhe-શક્ય છે

મૌનમાં કાયમ રહે એ શક્ય છે,

લાગણી મોઘમ રહે એ શક્ય છે.

ના મિલાવો આંખ સાથે આંખને,

ચેપનું જોખમ રહે એ શક્ય છે.

ફૂલ આપો પ્રેમથી જો કોઈને,

હાથમાં ફોરમ રહે એ શક્ય છે.

પાનખર તો આવશે ને જાય પણ,

વ્રૂક્ષ લીલુંછમ રહે એ શક્ય છે.

‘સાજ’ની આ જીંદગી તો ખેલ છે,

દાવમાં અણનમ રહે એ શક્ય છે.

‘સાજ’ મેવાડા  

 

 

Read Full Post »

        212-Maunma-Gazal

            મૌનમાં-ગઝલ

એ હવે વાતો કરે છે મૌનમાં,                       

જાતને એ શું કહે છે મૌનમાં.

વેદના દિલની સતાવી જાય તો,

વૈદની ગોળી ગળે છે, મૌનમાં.

એ કબૂલી જાય છે, એના ગુના,

આંખ ઢાળીને રડે છે, મૌનમાં.

જન્મથી ગુલામ છે, એ કાળનો,

કેટલા જખ્મો ખમે છે, મૌનમાં.

છોડવા, ઘોંઘાટને આ શ્હેરના,

ગામને રસ્તે વળે છે, મૌનમાં.

વાત મનની જાણનારો કોઇ છે,

સાંભળી ભોંઠો પડે છે, મૌનમાં.

દોસ્તને પૂછ્યા વગર ચાલે નહીં,

‘સાજ’ તું શાને રહે છે મૌનમાં?

 -‘સાજ’ મેવાડા

 

 

Read Full Post »

     170-દરિયોગઝલ

ઘડીવાર આવી મળી જાય દરિયો,

પછી આંખ ભીની કરી જાય દરિયો.

ઉમળકો કરીને ધસી આવે મળવા,

કિનારેથી પાછો વળી જાય દરિયો.

હવે શંખ છીપો નથી વીણવાના,

ઘણીવાર મોતી ધરી જાય દરિયો.

ભલે સંત જેવો ઘણો શાંત છે પણ,

પવનને તકાજે છળી જાય દરિયો.

ઉદરમાં ભરેલી કોઇ આગ રાખી,

કહોસાજશાને બળી જાય દરિયો.

-‘સાજમેવાડા

 170-dariyo-gazal-saaj-mevada

 

Read Full Post »

  160 -અંજળ હશે-ગઝલ

ક્યાંક મારું રણમાં પણ અંજળ હશે,

તાડ જેવું વૃક્ષ છું પણ ફળ હશે.

છે ઝરણની વાટ પથરાળી ભલે,

ગીત એનું સાંભળો ખળખળ હશે.

એકધારું ચાલવામાં જીત છે,

કાચબો પણ દોડમાં આગળ હશે.

પ્રેમ દીપક રાતભર બળતો રહે,

મેશ તારી આંખનું કાજળ હશે.

માનવી હોતા નથી સારા બધે,

બાગમાંયે ક્યાંક તો બાવળ હશે.

એક માળીની કબર સામે હવે,

ફૂલના રૂદન તણું ઝાકળ હશે.

‘સાજ’, સર્જનમાં હવે નસ્તર નથી,

પેન, પુસ્તક, હાથમાં કાગળ હશે.

  -‘સાજ’ મેવાડા

160-anjal-hashe-gazal-saaj-mevada

 

Read Full Post »

155-Malhari Gamak-Gazal-મલ્હારી ગમક

જોઈ એને ઓ હ્રદય તું ના ધબક,

એ જ દેશે ઘાવ છાંટીને નમક.

આંખથી એ મારશે તલવારશીં,

મિત્ર તારો જાણતલ છે, લે સબક.

પંથ કાંટાથી ભરેલો છે વિકટ,

ખૂબ ઊંડે ચૂભશે એની કસક.

બંધ આંખે પ્રેમમાં પડતો નહીં,

આંસુંમાં ડૂબાડશે જલ્દી છટક.

સાજ’ની સાથે ગઝલ તું ગા કદી,

વેદનામય છેડ મલ્હારી ગમક.

   ‘સાજમેવાડા

155-Malhari Gamak-Gazal

Read Full Post »

         153-Shaane-Gazal-શાને? – ગઝલ

ભલે આવી ગયા મયખાને, પાછા જાવ છો શાને?

તમારો જામ ખાલી છે, પછી શરમાવછો શાને?

બધા બેભાન થઇ બેઠા તમારા રૂપને ભાળી,

અમોને ભાનમાં જોયા, કહો મલકાવછો શાને?

જરી પણ વાત ના કરશો! તમે કેવા અનાડી છો,

ઇશારો આંખથી દીધો, છતાં સંતાવછો શાને?

ઘણા વર્ષે મળ્યા છે તો લબોં પર જામ ધરવાદો,

ઇજનતો ક્યારનું દીધું, હવે મૂંઝાવ છો શાને?

તરસ છે મય તણી એવી, નથી બીજા કશા દુઃખો,

મળેજોસાજને શાતા, તમે હિજરાવછો શાને?

  -‘સાજમેવાડા

 153-Gazal-Shaane

Read Full Post »

147 –્યાસી મળેગઝલ

ઝંખના ચાતક સમી પ્યાસી મળે,

એમ તારી આંખ ઉદાસી મળે !

જિંદગીની રીત જાણીલો પછી,

દુઃખ હો કે સુખ આભાસી મળે.

આંસુંઓ લૂંછી શકે જે કોઇના,

એમને, ના કોઇ શાબાસી મળે.

લો બની બેઠા ઘણા બાવા અહીં,

બધામાં કોક સન્યાસી મળે.

શોધવાથી ના જડે ઇશ્વર તને,

પ્રભુની જાત આકાશી મળે.

મોતથી ઘભરાઉં એવો હું નથી,

મંથરા જેવી ભલે દાસી મળે.

ગઝલના અર્થ સુધી પોંચવા,

સાજને શાયર કો દૂભાષી મળે.

     -‘સાજમેવાડા

147-Pyaasi male-Gazal-Saaj Mevada

Read Full Post »

                142 – જવાની- ગઝલ

પડે વીજળી તોય છટકી જવાની,

નથી પ્રેમની ડાળ બટકી જવાની.

અમારી નજરથી મળી ગઇ તમારી,

ઘણું રોકશો તોય મલકી જવાની.

થયા અપશુકન તો, વળી જાવ પાછા,

અકારણ ભરી ચાલ, અટકી જવાની.

ખબર છે મને કે નથી આવવાના,

કરો યાદ તો આંખ ફરકી જવાની.

તમે મૌન રાખી મહોબત જતાવી,

કરીને મુલાકાત નક્કી જવાની.

નથી રાહબર કે નથી ધૃવ તારો,

તમારા વિનાની જાત ભટકી જવાની.

અમે પ્રેમની જ્યોત રાખી જલાવી,

તમારા સુધી ‘સાજ’ અડકી જવાની.

   -‘સાજ’ મેવાડા

142-JavanI Gazal-Saaj Mevada

Read Full Post »

 

 

મિત્રો,

આજની તાજા ગઝલ, ગમી?

 

138- એવું નથી – ગઝલ

આ દરદ, સમજાય એવું નથી,

બા’ર એ દેખાય એવું નથી.

જાણનારો તું જ છે, તે છતાં,

એ તને પૂછાય, એવું નથી.

હોઠ પર આવી જશે, બે ધડક,

તું કબૂલીજાય, એવું નથી.

આંખ ઢાળીને જતાવો હવે,

પ્રેમ, ના વંચાય, એવું નથી.

‘સાજ’ આવી રાવ કોને કરે?

કોઈને કે’વાય, એવું નથી.

–     ‘સાજ’ મેવાડા.

Kavi Sangat 25 Dec 2015

Read Full Post »

Bhala Manas- Gazal- Saaj Mevada

શું ભલા માણસ! (ગઝલ)

આમ અવઢવમાં શોધે શું? ભલા માણસ!

રણ મહીં કૂપ મળશે શું? ભલા માણસ!

હરકદમ તેં બતાબી છે ઘણી હિંમત,

છેક પહોંચી ડરેછે શું? ભલા માણસ!

બંધ આંખે ભલે જોયાં ઘણાં સપનાં,

આંખ ઊઘડતાં વિચારે શું? ભલા માણસ!

જીંદગીની સફર તારી હશે જુદી,

વાટ એકજ પકડે શું? ભલા માણસ!

જે ગઝલ કોઇને સમજાયના તો પણ,

સાજનામે તું કહે છે શું? ભલા માણસ!

-‘સાજમેવાડા

Read Full Post »

Older Posts »