Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કરમ’

    175 – બની શકે – ગઝલ

બની શકે સવાર ના પડે પછી,

નિશા કદી સૂરજથી બાખડે પછી.

બહાર હોય ઘોર અંધકાર પણ,

ઉજાસ ગેબનો અસલ જડે પછી.

દરદ ઘણા હશે છતાં જીવી ગયો,

જવાબ પણ ધરાર સાંપડે પછી

ગણી ગણી બધાં કરમ કરો તમે,

ભલે લખે હિસાબ ચોપડે પછી.

દરેક ‘સાજ’ના મિત્રો બની જશે,

હરિફનીય પીઠ થાબડે પછી.

-‘સાજ’ મેવાડા

 

Advertisements

Read Full Post »

113-Mali Chhe – Gazal

અગનઝાળ મારા જનમને મળી,

અને આળ એની કરમને મળી .

હતી ધાર તારા કથનમાં ઘણી,

ખરી તોય રાહત જખમને મળી .

તમે શ્રાધ, તર્પણ કરો પિતૃને,

ફરિયાદ મારી પરમને મળી.

સુગંધી જરા પણ નથી બાગમાં ,

તમે છાંટ્યું અત્તર સનમને મળી.

ગઝલમાં કરામત  નથી ‘સાજ’ની,

અગનઝાળ એની કલમને મળી.

-‘સાજમેવાડા

વજન – લગાગા લગાગા લગાગા લગા

Read Full Post »