Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કાંટા’

214 – Lagado Chho – લગાડો છો – ગઝલ

જખમ તો કયારના દીધા, મલમ આજે લગાડો છો!

ફરીથી લાગણી દિલની, હવે શાને જગાડો છો?

અમે વીણ્યા હતા કાંટા, તમારા પંથના કાયમ,

તમે બાવળ, અમારા આંગણામાં પણ, ઊગાડો છો.

સમય વીત્યો, ના આવશે પાછો, ખબર છે ને?

કરીને યાદ દુ:ખોને, હવે જીવન બગાડો છો.

ભલે દરકાર ના કરતા, છતાં નિદૅય થયા શાને?

નિમંત્રીને, સભામાંથી વિના કારણ ભગાડો છો.

અનેરાં ગીત ગાયાં છે, સુરીલા ‘સાજ’ની સાથે,

છતાંયે, રાગમાં સરગમ તમે ખોટી વગાડો છો.

    -‘સાજ’ મેવાડા      25 July 2018

 

Read Full Post »

163-બનાવી છે-ગઝલ

તસ્વીર તો એણે સુંદર બનાવી છે.

ને રંગ પૂરી થોડી મેં સજાવી છે.

ગુલાબ સાથે કાંટા હોય તેથી શું?

એની સુગંધીને મેંતો વધાવી છે.

આ જિંદગીતો અંતે રાખ છે જાણી,

મેં ગેબને પંથે ધુણી ધખાવી છે.

સામે હતી મંઝિલ પહોંચી શકાયું ના,

એવા વિચારે મેં રાતો વિતાવી છે.

પાગલ ગણો છો, પણ આ ‘સાજ’ ઢોંગી છે.

તારી ગલી એણે સાચી બતાવી છે.

-‘સાજ’ મેવાડા

163-banavi-chhe-gazal-saaj-mevada

Read Full Post »

155-Malhari Gamak-Gazal-મલ્હારી ગમક

જોઈ એને ઓ હ્રદય તું ના ધબક,

એ જ દેશે ઘાવ છાંટીને નમક.

આંખથી એ મારશે તલવારશીં,

મિત્ર તારો જાણતલ છે, લે સબક.

પંથ કાંટાથી ભરેલો છે વિકટ,

ખૂબ ઊંડે ચૂભશે એની કસક.

બંધ આંખે પ્રેમમાં પડતો નહીં,

આંસુંમાં ડૂબાડશે જલ્દી છટક.

સાજ’ની સાથે ગઝલ તું ગા કદી,

વેદનામય છેડ મલ્હારી ગમક.

   ‘સાજમેવાડા

155-Malhari Gamak-Gazal

Read Full Post »

આ કાવ્ય મારી ગમતી ઉત્કૃષ્ઠ રચનાઓ માંની એક છે. આભિમાન માં રચેલો કે ઘમંડી મનુષ્ય કંઇ કેટલીય રિતે ખોટા કર્મો માં ફસાય છે. એમાં થી બહાર નિકળવા કોઇ સદ્ ગુરુ કે ‘રાહનુમા’ ની જરુર હોય છે. ખેતર એક જીવન છે એવું રુપક રચ્યું છે. જીવનના અંતે સારું કર્યાનો કે સારી કમાણી કર્યાનો આનંદ ત્યારેજ આવે જ્યારે આપણે સુધ્ધ અને સાત્વિક જીવ્યા હોઇએ.

       એટલેજ દ્વારિકાના સાહિત્યકારસાક્ષર શ્રી ઈશ્વર પરમાર મારી આ પૂસ્તિકાની વાત કરતાં લખેછે કે,”…કવિ ‘સાજ’ને ગુજરાતી સાહિત્યના વર્તમાન ભક્ત-કવિઓની પંગતમાં બેસવાનું માન અપાવે તેવી સબળ છે”.

જીવન ખેતર

તારા ખેતર મધ્યે એક બાવળિયો ઉગ્યો,

એને સિંચતો મા પાણી લગાર.

વંઠી વંઠી ને એની ડાળીઓ ફેલાશે,

એના કાંટાનો ના’વે પાર,

ભાઇ મારા સિંચતો મા પાણી લગાર.

લેને કોદાળો લેને તારો પાવડો,

બાવળના મૂળ ખોદી કાઢ,

દખ્ખણ દિશામાં જોને મેહુલિયો ગાજે,

વિજળી કરેછે ચમકાર….ભાઇ મારા

અભિમાન તારું બાવળને કાંટા,

જિંદગીને ખેતર તું જાણ,

જોતરી સાંતીડા ગુરુના જ્ઞાનના,

ખેતર કરોને તૈયાર….ભાઇ મારા

સુકર્મો કેરું બિયાણું ઓરજો,

હરિનામ ખાતર નાખ,

‘સાજ’ના ભરોસે સાનમાં સમજો,

પછી સુખે સૂવાનો વેપાર….ભાઇ મારા.

રાગ – ભિમપલાસી

‘સાજ’ મેવાડા

Read Full Post »