Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ખબર’

181-Safar Noti-સફર નોતી-(ગઝલ)

એમના પ્રેમમાં કસર નોતી,

હાથમાં હાથની સફર નોતી.

જોઇ લીધું ડરી ડરી જ્યારે,

કોઇની એ તરફ નજર નોતી.

હા, કહીં એ ફરી ગયા પાછા,

એમને ઊંઘ રાતભર નોતી.

એ સમય સાચવી નથી શકતાં,

ને કહે, એમને ખબર નોતી.

બોલવાથી કરે અરથ ભળતો,

મૌનમાં પણ કશી અસર નોતી.

સ્વાર્થ પણ સ્હેજ તો હશે એને,

લાગણી દુશ્મની વગર નોતી.

જાય તો જાય કેમ એ ઘરમાં?,

સાજનીજ્યાં કદી કદર નોતી.

-‘સાજમેવાડા

 

 

 

 

Read Full Post »

164-Kadar Chee-Gazal-કદર છે.

તમે શબ્દ આપ્યો અમોને ખબર છે,

અમારા જિવનમાં તમારી કદર છે,

નથી લખતો મારી  જ સઘળી કથાઓ,

ઘણી વાર એમાં તમારી અસર છે.

નથી ખોટું કરતો નથી આહ ભરતો,

અમારા જિવન પર પ્રભુંની નજર છે.

તમે દાદ આપો અમોને ગમે છે,

છતાં ભૂલ ચિંધો તો માથા ઉપર છે.

દરદ છે જિવનમાં તો આનંદ પણ છે,

તમે સાથ આપ્યો કશીના કસર છે.

નથી ‘સાજ’ને કોઈ પાસે તમન્ના,

નિજાનંદ સાથે ગઝલની સફર છે.

-‘સાજ’ મેવાડા

 

 164-kadar-chhe-gazal

Read Full Post »

     ૧૪૩-શોધવા નિકળ્યા-(ગઝલ)

ફળો ચાખી ચકાશી શોધવા નિકળ્યા,

હશે કેવું વૃક્ષ એ શોધવા નિકળ્યા.

ખબર નો’તી કશી ત્યાં પ્રેમથી પામ્યા,

ચરણએના પછીએ શોધવા નિકળ્યા.

ફૂલોની એક માળાને ધરી કંઠે,

પતંગાઓ સુગંધી શોધવા નિકળ્યા.

હશે આકાશમાં જ ક્યાંક ઘર એનું,

ચડી મન પાંખપર એ શોધવા નિકળ્યા.

અગોચરને અગમલીલા ઘણી એની,

હતો એ ‘સાજ’, કોને શોધવા નિકળ્યા?

    -‘સાજ’ મેવાડા

Dr Mevada at Halol (4)

Read Full Post »

                142 – જવાની- ગઝલ

પડે વીજળી તોય છટકી જવાની,

નથી પ્રેમની ડાળ બટકી જવાની.

અમારી નજરથી મળી ગઇ તમારી,

ઘણું રોકશો તોય મલકી જવાની.

થયા અપશુકન તો, વળી જાવ પાછા,

અકારણ ભરી ચાલ, અટકી જવાની.

ખબર છે મને કે નથી આવવાના,

કરો યાદ તો આંખ ફરકી જવાની.

તમે મૌન રાખી મહોબત જતાવી,

કરીને મુલાકાત નક્કી જવાની.

નથી રાહબર કે નથી ધૃવ તારો,

તમારા વિનાની જાત ભટકી જવાની.

અમે પ્રેમની જ્યોત રાખી જલાવી,

તમારા સુધી ‘સાજ’ અડકી જવાની.

   -‘સાજ’ મેવાડા

142-JavanI Gazal-Saaj Mevada

Read Full Post »

         નો’તી ખબર

છે હ્રદય મારું કઠણ, નો’તી ખબર!

ઘાવમાં છાંટ્યું લવણ, નો’તી ખબર!

આગ દરિયાની હજી શમતી નથી,

રેતમાં ફૂટે ઝરણ, નો’તી ખબર!

ખામખા શોધ્યા કરે છે આજતક,

જાતના પરખે હરણ, નો’તી ખબર!

ના કદી ભૂલી જવાનો હું તને,

હૈયું તો કરશે રટણ, નો’તી ખબર!

સાકીની મંઝિલ ઘણી ટૂંકી હતી,

‘સાજ’ને પૂછે ચરણ, નો’તી ખબર?

     -‘સાજ’ મેવાડા

(વધુ…)

Read Full Post »

     137 – ગઝલતૈયાર છું

જાત પર રાખી ભરોસો, જીતવા તૈયાર છું,

પાનખર નું વૃક્ષ છું પણ ફોરવા તૈયાર છું.

દુઃખ દુનિયાના કહો કે નર્કના, સરખા હશે,

બાથ ભીડી મોતને પડકારવા તૈયાર છું.

છે ખબર આંધી તણી, તોયે સફર છોડું નહીં,

નાવ છોડી એ વમળમાં ખેલવા તૈયાર છું.

દૂર રહીને મોકલે છે, આંસુંઓ કેવાં મને,

તું મને ભૂલી શકે તો, ભૂલવા તૈયાર છું.

કૃષ્ણ આવે ના ફરી, પણ હું કદી આવી શકું,

વ્રજ ને ગોકુળમાં હું જન્મવા તૈયાર છું.

છો નિરાકારી અગોચર! કોઇ ના દેખે તને,

બંધ આંખે તારી મૂરત સર્જવા તૈયાર છું.

‘સાજ’ નામે દાસ તારો, ઓળખી લે જે મને,

ચાંદ તારા લઇ તને હું પોંખવા તૈયાર છું.

–     સાજમેવાડા

137-Taiyaar Chhoo-Gazal

Read Full Post »

મિત્રો, આજની ગઝલ જરા ઊંડા વિચારને લઈને ઉતરી છે, ગમશે તમને!       

112 – જો, તો ખબર પડે (ગઝલ)

આ ઊગતા સૂરજ ભણી જો, તો ખબર પડે,

આ ખીલતા ફૂલો કદી જો, તો ખબર પડે.

કુવા તણા એ દેડકાને ના સમજ કશી,

આકાશને પર્વત ચઢી જો, તો ખબર પડે.

કોને ચઢાવે દૂધને મેવા હરખ કરી,

આહાર ભૂખ્યા જન ગણી જો, તો ખબર પડે.

તારી ફરે છે આંગળી ચારે તરફ ઘણી,

તારા ભણી તું ફેરવી જો, તો ખબર પડે.

જાણી ગયો એતો અલખનો દાસ થઈ ગયો,

ગુરુ કરી એને મળી જો, તો ખબર પડે.

-‘સાજમેવાડા

વજનઃ ગાગાલગાx 3 લગા

Read Full Post »