Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ગંગા’

183-છોડીદે-ગઝલ
જાતને સંહારવાનું છોડી દે,
જીવને સંથારવાનું છોડી દે,
પગતો થંભી ગયા છે ઊંબરે,
પંથને કંડારવાનું છોડી દે.
આખરે ગંગા તટે પ્હોચી ગયો,
નાવને હંકારવાનું છોડી દે.
દ્રૌપદી તો સૂતને વરશે નહીં,
બાણને ટંકારવાનું છોડી દે.
નાસમજ છે સૂર સાથે ‘સાજ’ની,
તારને ઝંકારવાનું છોડી દે.
-‘સાજ’ મેવાડા

Read Full Post »

    166-નહીં શકુંગઝલ

લાગણી દિલમાં છુપાવી નહીં શકું,

વાતમાં પણ વાત લાવી નહીં શકું.

કેમ વારંવાર મન શોધે તને?

એ જ કારણ હું બતાવી નહીં શકું.

કોયલાનો વંશ છું, પણ આખરે,

હીર મારું હું ગુમાવી નહીં શકું.

છે ફકીરી વેશ મારો, ચાલશે?

મહેલમાં તારા હું આવી નહીં શકું.

છું ભલે સાગર સમો હુંસાજ’, પણ,

સ્વર્ગની ગંગા સમાવી નહીં શકું.

-‘સાજમેવાડા

166-nahi-shaku-gazal

Read Full Post »

Nalsarovar

117 – રાહત લાગે ગઝલ (C)

તૃષ્ણાના શબને દાટી દઉં તો રાહત લાગે,

આ બળતા જીવને ઠારી દઉં તો રાહત લાગે.

કાંઠે બેસી મરજીવાને જોઈ રહ્યો છું,

મધદરિયે હોડી નાખી દઉં તો રાહત લાગે.

છૂટી ચૂકેલા સંબંધો પૅટીમાં મૂકી,

ગંગા જળમાં તારી દઉં તો રાહત લાગે.

જાની દુશ્મન રસ્તા વચ્ચે પથરો નાખે તો,

એની ઠોકરને ટાળી દઉં તો રાહત લાગે.

સમજી શક્યો ના વેદોપુરાણોના મંત્રો,

સાજઅંગૂઠાને સાંધી દઉં તો રાહત લાગે.

 

 -‘સાજમેવાડા

Read Full Post »

મારા ઘણા મિત્રોને લાગતું હશે કે, ‘સાજ’ ભજન લખવાનું છોડીને ગઝલ પ્રત્યે કેમ વળી ગયો?

મારો જવાબ એ છે કે, કવિ, (હજી, ના કહો તો ચાલશે) જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોતો, અનુંભવતો હોય એજ લખે છે. આની લાંબી ચર્ચા કરતો નથી, પણ કોઈપણ સાહિત્યકાર, પછી તે કવિ હોય કે નવલકથાકાર, સાંપ્રત સમયના બનાવો, અંગત અનુંભવોને પોતાની સમજ, ઘડતર અને ભણતર પ્રમાણે વર્ણવી લખતો હોય છે. આ એક સત્ય છે, જે મારા પ્રતિષ્ઠિત ને નિવડેલા કવિ અને લેખક મિત્રો પણ સ્વિકારશે, એમાં બે મત નથી.

તો ચાલો આજે એક નવા અનુંભવની ગઝલ આપના પ્રતિભાવો માટે સાદર રજું કરું છું.

ખાસ નોંધ – બે દિવસ પહેલાં મારા એક અંગત મિત્રના માતાજી દેવલોક સિધાવ્યા, એમની અંતિમ ક્રિયા માટે  હું ૨-૩ કલાક સ્મશાનમાં રોકાયો હતો, એ દરમ્યાન મેં જે અનુંભવ્યું અને જે વિચારો આવ્યા એના પર આ ગઝલ રચાઈ છે. 

—જવાદેજો.

હૃદયના સૌ સંબંધોને જવા દેજો,

પછી ધીરે જનાજાને જવાદેજો.

સભામાંથી ભલે ચાલ્યો જવાનો છે,

સવેળા પાછલા દ્વારે જવા દેજો.

કપાયા જંગલોમાં, એક વૃક્ષ જે-,

સિંચેલું છે, વસંતે ફોરવા દેજો.

ઘણા કીધા, કરેલા કેસ જે ખોટા,

લખી, ‘નિર્દોષ છે’, છોડી જવા દેજો.

કદી એની જડે જો કોઈ નિશાની,

ડૂબાડી ‘સાજ’ ગંગામાં જવા દેજો.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

આપણે જુદા જુદા નામે ઈશ્વર ને ભજીએ છીએ. પણ આખરેતો એવી કોઇ શક્તિને ભજીએ છીએ કે જે આ સૃષ્ટિની ઉત્પતિ અને નાશ માટેની પ્રક્રિયાનો આધાર છે. અંતેતો આ વિરાટ સામ્રાજ્યના આપણે એક માત્ર અંશજ છીએ, અને સૌએ એકજ રસ્તે જવાનું છે. રાહ જૂદા મંજિલ એક છે.

નિજાનંદીસાજબતાવે હરિનો મારગ સિધો,

ભેદ ભેદમાં ભેદ ઘણા પણ અંતરમુખ એક દિઠો.

લક્ષ્ય એક ભાઇ

રામ ભજો કૃષ્ણ ભજો ભજો સત્ય સાંઇ,

ભક્તિમાં ભેદ ઘણા, લક્ષ્ય એક ભાઇ.

ગંગા કાંઠે ડૂબકી મારો, સ્નાન કેવુ ભાઇ?

દરિયામાં ઊંડા જળે મોતી મળે ભાઈ.

પૂજા પાઠ મંત્ર જપથી પંડો ખૂશ થાઈ,

અંતરમાં રામ રમે પ્રાણ પ્રસન્ન ભાઈ.

કંચન કથીર એક લાગે, અંત સમે ભાઈ,

રામ નામ સાચું નાણું, સાથે લેવુ ભાઈ.

“સાજ” સાથે ગીત ગાવું, મસ્ત રહેવું ભાઈ,

ભાગ્ય છોડી રામ ચરણે નિત્ય જાવું ભાઈ.

રાગગુર્જરી તોડી

સાજમેવાડા

Read Full Post »