Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ગીત’

197-Maro Chhe – (Gazal)-મારો છે

હક સજા પર લગાર મારો છે,

જાત પરનો પ્રહાર મારો છે.

મેં જ ખોદી હતી કબર મારી,

એટલે આ મઝાર મારો છે.

નામ પડઘાય તારું ચોપાસે,

આર્તનાદે પુકાર મારો છે.

શોધશો તો જરૂર મળવાનો,

રણ વચાળે તુષાર મારો છે.

એક તારો વિયોગ સાલેતો,

યોગનો પણ વિચાર મારો છે.

એ હસાવે કદી રડાવે પણ,

દર્દ દેનાર યાર મારો છે.

સાત સૂરોના ‘સાજ’માં જાણે,

ઈશ્વરી આવકાર મારો છે.

-‘સાજ’ મેવાડા

 

Advertisements

Read Full Post »

189-થાય શું?- ગઝલ

દૂરથી નોટો નિહાળે, થાય શું?
કામ એનું ટંકશાળે, થાય શું?
હોયના વિશ્વાસ એને જાત પર,
રોજ સિક્કો એ ઉછાળે, થાય શું?
કાપવાનો વૃક્ષ કઠિયારો હવે,
ઊભવાનો એજ ડાળે, થાય શું?
હોય છે સંબંધ લોહીનો છતાં,
અંતમાં તો એ જ બાળે, થાય શું?
પ્રેમ બચપણથી હતો, આજેય છે,
હાલ એ મળવાનું ટાળે, થાય શું?
*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,
પ્યાસ ભટકે રણ વચાળે થાય શું?
વેદના વધતી જશે તો ગીતમાં,
રાગ ભૈરવ ‘સાજ’ ઢાળે, થાય શું?
-‘સાજ’ મેવાડા
* અવસરિયત ગઝલ સ્પર્ધાનો મિસરો.

189-Thay shu-Gazal-Saaj Mevada

Read Full Post »

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi-Saaj Mevada

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi

આ દિવસ ને રાત રોકાતાં નથી,

માનવીનાં દર્દ બદલાતાં નથી.

પાપના ડાઘા પડ્યા છે જાત પર,

એ હવે ગંગામાં ધોવાતાં નથી.

કંઠમાં ડૂમો ભરી વેઠ્યા કરો,

કોઈથી પણ આંસું લોવાતા નથી.

આવશે તો આવશે એ પાનખર,

ફૂલ કાગળના જ કરમાતા નથી.

રાખ તારા ‘સાજ’ને અભરાઈ પર,

ગીત આજે કોઇ પણ ગાતાં નથી.

-‘સાજ’ મેવાડા

 

 

Read Full Post »

162-ગઝલ- શું વળે?

આભમાં તાક્યા કરો તો શું વળે?

જાતને ભૂલ્યા કરો તો શું વળે? 

જિંદગી આખી મળી છે માણવા,

લાશ થઈ જીવ્યા કરો તો શું વળે?

આવશે તો કોઈ રોકી ના શકે,

મોતથી ભાગ્યા કરો તો શું વળે?

જીવતરનો પંથ ભારે અટપટો,

એકલા ચાલ્યા કરો તો શું વળે?

ક્યાં જવું એ ખબર રાખી નહીં,

રાહમાં પૂછયા કરો તો શું વળે?

ચાંદ સાગર સમ અધુરો પ્રેમ છે,

દૂરથી ચાહ્યા કરો તો શું વળે?

સાજસાથે ગીત ગાવું હોયતો,

સમ બધે ચૂક્યા કરો તો શું વળે?

-‘સાજમેવાડા

162-shu-vale-gazal-saaj-mevada

Read Full Post »

161-સ્વીકારવાનું હોય છેગઝલ

ભીખ જેવું માગવાનું હોય છે,

જે મળે સ્વીકારવાનું હોય છે.

એષણાઓ ત્યજવી સહેલી નથી,

એ જ કારણ જીવવાનું હોય છે.

તું નહીં તો કોણ સાથે આવશે?,

એકલા મારે જવાનું હોય છે.

થાય છે મારી દશા સહદેવ સમ,

ક્યાં કશુંયે ભાખવાનું હોય છે.

જોઈ લીધી શક્યતાઓ મેં બધી,

જે બને છે એ થવાનું હોય છે.

ઊંઘમાં ચૂકી ગયો તારું મિલન,

એ પળે તો જાગવાનું હોય છે.

ગીતની સરગમ મધુરી રાખજે,

સાજને તો વાગવાનું હોય છે.

 -‘સાજમેવાડા

 svikarvanu-hoychhe-gazal-saaj-mevada

 

Read Full Post »

  160 -અંજળ હશે-ગઝલ

ક્યાંક મારું રણમાં પણ અંજળ હશે,

તાડ જેવું વૃક્ષ છું પણ ફળ હશે.

છે ઝરણની વાટ પથરાળી ભલે,

ગીત એનું સાંભળો ખળખળ હશે.

એકધારું ચાલવામાં જીત છે,

કાચબો પણ દોડમાં આગળ હશે.

પ્રેમ દીપક રાતભર બળતો રહે,

મેશ તારી આંખનું કાજળ હશે.

માનવી હોતા નથી સારા બધે,

બાગમાંયે ક્યાંક તો બાવળ હશે.

એક માળીની કબર સામે હવે,

ફૂલના રૂદન તણું ઝાકળ હશે.

‘સાજ’, સર્જનમાં હવે નસ્તર નથી,

પેન, પુસ્તક, હાથમાં કાગળ હશે.

  -‘સાજ’ મેવાડા

160-anjal-hashe-gazal-saaj-mevada

 

Read Full Post »

145 – વાંચું છુંગઝલ

ઈશાની વીજનો અણસાર વાંચું છું,

થશે વરસાદ મુશળધાર વાંચું છું.

વિસામો આપનારા હોય પણ અંતે,

કરે હિસાબ ભારોભાર વાંચું છું.

જિવન સાટે મળે એ કામ ના આવે,

સમય ચૂક્યો રડે ચોધાર વાંચું છું.                              

ભલે આવો, અમારા છો, અને રેશો,

હશે ઘરનાય ખૂલ્લા દ્વાર વાંચું છું.

બનો બેસૂર તો આ ગીત ના ગાશો,

સમારોસાજતૂટ્યો તાર, વાંચું છું.

    -‘સાજમેવાડા

145-Vanchu ChU-Gazal-Saaj Mevada

Read Full Post »

Older Posts »