Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘જખ્મો’

        212-Maunma-Gazal

            મૌનમાં-ગઝલ

એ હવે વાતો કરે છે મૌનમાં,                       

જાતને એ શું કહે છે મૌનમાં.

વેદના દિલની સતાવી જાય તો,

વૈદની ગોળી ગળે છે, મૌનમાં.

એ કબૂલી જાય છે, એના ગુના,

આંખ ઢાળીને રડે છે, મૌનમાં.

જન્મથી ગુલામ છે, એ કાળનો,

કેટલા જખ્મો ખમે છે, મૌનમાં.

છોડવા, ઘોંઘાટને આ શ્હેરના,

ગામને રસ્તે વળે છે, મૌનમાં.

વાત મનની જાણનારો કોઇ છે,

સાંભળી ભોંઠો પડે છે, મૌનમાં.

દોસ્તને પૂછ્યા વગર ચાલે નહીં,

‘સાજ’ તું શાને રહે છે મૌનમાં?

 -‘સાજ’ મેવાડા

 

 

Read Full Post »

154-Kari Laie-કરી લઇએગઝલ

ચાલો હવે ફૂલોથી સંવાદ કરી લઇએ,

કાંટા અને માળીને પણ સાદ કરી લઇએ.

લાચાર બની શામાટે હાર સ્વીકારીલો,

હિંમત કરો તો આજે અપવાદ કરી લઇએ.

દુશ્મન બની આવોના હું દોસ્ત તમારો છું,

આનંદથી આ જીવન આબાદ કરી લઇએ.

આસ્થા નથી રેતી સર્જનહાર તમારામાં,

ઈશ્વર કને એવી પણ ફરિયાદ કરી લઇએ.

જખ્મો ય ઘણા દેશે, ના હોય દયા જગને,

તોસાજતારા દિલને પોલાદ કરી લઇએ.

 -‘સાજમેવાડા

154-KarI laie-Gazal

 

 

Read Full Post »

Rat Rani

મિત્રો થોડા દિવસો પહેલાં એક મત્લા લખાયો હતો, આજે પૂરી ગઝલ થઈ છે. સાદર આપના માટે રજુ કરું છું

       104-ફેલી જશે-ગઝલ

ફૂલો પછી સૂર્ય કિરણ ભૂલી જશે,
જ્યારે પડે તારી નજર ખીલી જશે.

શબ્દો તણી ચોરી કરે?, પૂછો જરા,
દો હાથમાં ગીતા, પછી બોલી જશે.

પાછા વળો ના બંધ જોઇ મારું ઘર,
આડા કરેલા દ્વાર છે, ખૂલી જશે.

એને હશે જો પ્રેમ તારા પર હજી,
જખ્મો ઘણા એ હોંશથી ઝેલી જશે.

ખૂબી હશે તારી ગઝલમાં ‘સાજ’ તો,
આ શાયરોની ભીડમાં ફેલી જશે.

-‘સાજ’ મેવાડા
વજન – ગાગાલગા ગાગાલગા ગાગાલગા

Read Full Post »