153-Shaane-Gazal-શાને? – ગઝલ
ભલે આવી ગયા મયખાને, પાછા જાવ છો શાને?
તમારો જામ ખાલી છે, પછી શરમાવછો શાને?
બધા બેભાન થઇ બેઠા તમારા રૂપને ભાળી,
અમોને ભાનમાં જોયા, કહો મલકાવછો શાને?
જરી પણ વાત ના કરશો! તમે કેવા અનાડી છો,
ઇશારો આંખથી દીધો, છતાં સંતાવછો શાને?
ઘણા વર્ષે મળ્યા છે તો લબોં પર જામ ધરવાદો,
ઇજનતો ક્યારનું દીધું, હવે મૂંઝાવ છો શાને?
તરસ છે મય તણી એવી, નથી બીજા કશા દુઃખો,
મળેજો ‘સાજ’ને શાતા, તમે હિજરાવછો શાને?
-‘સાજ’ મેવાડા