Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘દરદ’

211-Kayar Dari Janara-Gazal-Gazal-Saaj Mevada211-Kayar Dari Janara-Gazal

         કાચર ડરી જનારા-ગઝલ

 સંહારના જીવનને, કાયર ડરી જનારા,

જોયા કદી, અકાળે ફૂલો ખરી જનારા?

એ જ્ઞાનપીઠ ખોલે, ને ટંકશાળ માને,

માસુમ બાળકોના જીવન હરી જનારા.

છે જીંદગી તમારી દુર્લભ કિતાબ જેવી,

પૃષ્ઠો તમેજ કાપી, પસ્તી કરી જનારા.

ના આવ મયકદામાં, સાકી સજી-ધજીને,

બેફામ પી મરે છે, જામો ભરી જનારા.

મજનુ હતો કહો છો, ફરહાદ પણ હતો ને?

પામ્યા નથી કશુંયે, પ્રેમી મરી જનારા.

શ્રધ્ધા નથી પ્રભું પર, ના જાત પર ભરોસો,

ડૂબી ગયા કિનારે, સાગર તરી જનારા.

આ ‘સાજ’તો ગઝલમાં છેડી ગયો દરદને,

ના થઇ અસર તને કંઇ પાછા ફરી જનારા.

    –‘સાજ’ મેવાડા    10 June 2018.

 

Read Full Post »

    175 – બની શકે – ગઝલ

બની શકે સવાર ના પડે પછી,

નિશા કદી સૂરજથી બાખડે પછી.

બહાર હોય ઘોર અંધકાર પણ,

ઉજાસ ગેબનો અસલ જડે પછી.

દરદ ઘણા હશે છતાં જીવી ગયો,

જવાબ પણ ધરાર સાંપડે પછી

ગણી ગણી બધાં કરમ કરો તમે,

ભલે લખે હિસાબ ચોપડે પછી.

દરેક ‘સાજ’ના મિત્રો બની જશે,

હરિફનીય પીઠ થાબડે પછી.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

164-Kadar Chee-Gazal-કદર છે.

તમે શબ્દ આપ્યો અમોને ખબર છે,

અમારા જિવનમાં તમારી કદર છે,

નથી લખતો મારી  જ સઘળી કથાઓ,

ઘણી વાર એમાં તમારી અસર છે.

નથી ખોટું કરતો નથી આહ ભરતો,

અમારા જિવન પર પ્રભુંની નજર છે.

તમે દાદ આપો અમોને ગમે છે,

છતાં ભૂલ ચિંધો તો માથા ઉપર છે.

દરદ છે જિવનમાં તો આનંદ પણ છે,

તમે સાથ આપ્યો કશીના કસર છે.

નથી ‘સાજ’ને કોઈ પાસે તમન્ના,

નિજાનંદ સાથે ગઝલની સફર છે.

-‘સાજ’ મેવાડા

 

 164-kadar-chhe-gazal

Read Full Post »

          મુકતક

રુપના વ્હેમમાં જિંદગી વિતસે,

વાળ ધોળા અને ચાલ ધીમી થશે.

ઠીક છે લોક એ વ્હેમને પોસ્યા કરે,

પ્રેમની વાતને કોણ સમજાવશે?

     કશા કારણ વગરગઝલ

કશા કારણ વગર જ્યાં મન મળે,

હ્રદયને એ ઘડી તો કળ વળે,

ભલેને ઝાંઝવાં હોયકે ઝરણ,

હરણને જીવવા મકસદ મળે.

નથી સૂરજ બધાના આભમાં,

ઘણું છે ચાંદ તારા ઝળહળે.

જીવનમાં પ્રેમનો તણખો પડે,

દરદ કેવાં પછી ભડભડ બળે.

ફરીનેસાજપીઠામાં ગયો,

નયનમાં પ્યાસ મયની સળવળે.

    ‘સાજમેવાડા

Kasha karaNa vagar-Muktak & gazal-Saaj MevaDa

Read Full Post »

દરદ ઘણીવાર મજાનું હોય, ના હોય તોયે કવિતા સ્ફુરવાનું કારણ હોય છે.

ખરુંને મિત્રો?

 

      (141) દીધું – ગઝલ

કફન આ કેવું કઝાનું દીધું,

વગર ગુનાની સજાનું દીધું.

કશી રાખીના કદીએ આશા,

હ્રદયથી મારા ગજાનું દીધું.

નશાનું ખંજર હુલાવી બેઠા,

પીઠામાં થઇ આવજાનું દીધું.

હવે કોને રાવ કરવી પ્રભું!

દરદતો તેં કાળજાનું દીધું.

હવે રાખો ‘સાજ’ હસતો ચહેરો,

કવનને કારણ મજાનું દીધું.

     ‘સાજ’ મેવાડા

141-Didhu-Gazal-Saaj Mevada

Read Full Post »

 

 

મિત્રો,

આજની તાજા ગઝલ, ગમી?

 

138- એવું નથી – ગઝલ

આ દરદ, સમજાય એવું નથી,

બા’ર એ દેખાય એવું નથી.

જાણનારો તું જ છે, તે છતાં,

એ તને પૂછાય, એવું નથી.

હોઠ પર આવી જશે, બે ધડક,

તું કબૂલીજાય, એવું નથી.

આંખ ઢાળીને જતાવો હવે,

પ્રેમ, ના વંચાય, એવું નથી.

‘સાજ’ આવી રાવ કોને કરે?

કોઈને કે’વાય, એવું નથી.

–     ‘સાજ’ મેવાડા.

Kavi Sangat 25 Dec 2015

Read Full Post »

 

122 …રજા દે છે. (ગઝલ)

122-Raja De CChe- Gazal Saaj Mevada

 

તમે રોકશોના કંઠમાં પ્રેમને મારા,

ઇશારો તમારી આંખનોતો રજા દે છે !

નથી ન્યાય સાચો, આ ઉપરનીય કોરટનો,

કરે છે ગુના કાંટા, ફૂલોને સજા દે છે.

કદી રાખશો ના રામના રાજ્યની આશા,

હવે લોકશાહી રાજ, તમને પ્રજા દે છે.

ભલે અવગણો છો, એની શ્રધ્ધા ભરી વાતો,

કલાથી નિમંત્રણ, કૃષ્ણને કુબજા દે છે.

કહે છે તરન્નુમ માં ગઝલ, ‘સાજસાકીને,

છૂપાવી દરદ, કેવી સનમને, મજા દે છે.

સાજમેવાડા

 

Read Full Post »