Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘દર્દ’

195-Tano madhuri hoya Che-Gazal-વાગું નહીઁ ગઝલ

રોજ તારે દ્વાર આવી ભીખ હું માગું નહીં,

છે ભરોસો જાત પર તો નર્ક પણ ત્યાગું નહીં.

જન્મથી ભરપૂર છું, શ્રીમંત હું લાગું નહીં,

તેં મને આપ્યું ઘણું એથી વધું માગું નહીં.

એ હવે આવી ચડે છે રોજ મારા સ્વપ્નમાં,

એટલે તો રાતભર હું સહેજ પણ જાગું નહીં.

હું કદી ના અવગણું ઈચ્છા નિયંતાની હવે,

જે દિધા તે દર્દથી ગભરાઈને ભાગું નહીં.

નામ મારું થઇ જશે જો સાથ તું દેશે મને,

એકલો હું ‘સાજ’ છું, તારા વગર વાગું નહીં.

  -‘સાજ’ મેવાડા

Read Full Post »

197-Maro Chhe – (Gazal)-મારો છે

હક સજા પર લગાર મારો છે,

જાત પરનો પ્રહાર મારો છે.

મેં જ ખોદી હતી કબર મારી,

એટલે આ મઝાર મારો છે.

નામ પડઘાય તારું ચોપાસે,

આર્તનાદે પુકાર મારો છે.

શોધશો તો જરૂર મળવાનો,

રણ વચાળે તુષાર મારો છે.

એક તારો વિયોગ સાલેતો,

યોગનો પણ વિચાર મારો છે.

એ હસાવે કદી રડાવે પણ,

દર્દ દેનાર યાર મારો છે.

સાત સૂરોના ‘સાજ’માં જાણે,

ઈશ્વરી આવકાર મારો છે.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

194 – Sahelu Nathi-સહેલું નથી-ગઝલ

તારા ભરોસે જીંદગી, બોલી ફરું સહેલું નથી,
તું હોય કે ના હોય પણ, ભૂલવું સહેલું નથી.
પાછું તને દેવું જ છે, જેવું મને આપ્યું હતું,
જીવન મને સાંપ્યા પછી, સંભાળવું સહેલું નથી.
મંજિલ તરફની દોડમાં ભૂલો પડ્યો તો શું થશે?
અંધાર ઘેરી રાત છે, ને પહોંચવું સહેલું નથી.
ઉપચાર તો અંતે થશે, જ્યારે થશે ત્યારે થશે,
હમણાં હૃદયના દર્દથી, છૂટી શકું સહેલું નથી.
તું જો નજર મારા તરફ કરતો નથી તો શું થયું,
શ્રધા વગર સંસારમાં જીવી જવું સહેલું નથી.
છંછેડશો જો ‘સાજ’ને, બેસૂર થઇને બોલશે,
સમજી જશો જો શાનમાં, કહેવું બધું સહેલું નથી.

-‘સાજ’ મેવડા

 

Read Full Post »

190-પ્રતાપી દે મને-ગઝલ

પ્રેમથી ચરણે પ્રતાપી દે મને,

મદ ભર્યા નયનોમાં સ્થાપી દે મને.

રોજ મારી પ્યાસ વધતી જાય છે,

જામ છલકાવી, કદાપિ દે મને.

વાટ જોતાં થાકવાનો હું નથી,

કોઈપણ જન્મે ઉત્થાપી દે મને.

હું વધારે તો નથી કંઇ માગતો,

એક તારું નામ આપી દે મને.

તેં દિધેલા દર્દ બેશુમાર છે,

એમ થોડાં સુખ માપી દે મને.

એકલો આ ‘સાજ’ જાતે શું કરે,

સૂર તારો, ઓ કલાપી દે મને.

-‘સાજ’ મેવાડા

 

Read Full Post »

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi-Saaj Mevada

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi

આ દિવસ ને રાત રોકાતાં નથી,

માનવીનાં દર્દ બદલાતાં નથી.

પાપના ડાઘા પડ્યા છે જાત પર,

એ હવે ગંગામાં ધોવાતાં નથી.

કંઠમાં ડૂમો ભરી વેઠ્યા કરો,

કોઈથી પણ આંસું લોવાતા નથી.

આવશે તો આવશે એ પાનખર,

ફૂલ કાગળના જ કરમાતા નથી.

રાખ તારા ‘સાજ’ને અભરાઈ પર,

ગીત આજે કોઇ પણ ગાતાં નથી.

-‘સાજ’ મેવાડા

 

 

Read Full Post »

148 – Limdama-Gazal-લીમડામાં (ગઝલ)

લીમડામાં ડાળ મીઠી શોધજે,

દર્દમાં પણ મોજ તારી રાખજે.

શ્વાસ રુંધી નાખશે આ પીંજરું,

પ્રેમ કૂંચી વાપરીને ખોલજે.

ધોરી મારગ ના મળે તો શું થયું?

એક પગદંડી મળે તો ચાલજે.

કાંઠલો તોડ્યો હતો, પાકો હતો,

એ ઘડો સંધાયના તો ફોડજે.

બાર ના દેખાય કોઇને એટલે,

એ છબી મેં કોતરી છે કાળજે.

સાદ તો એનો બધે પડઘાય છે,

એજ છે આધાર મારો જાણજે.

શક્ય છે ના પણ બને ભૂલી જવું,

દીપ પેટાવી કબર શણગારજે.

   -‘સાજમેવાડા

148-LIMDAMA-Gazal-Saaj Mevada

Read Full Post »

જિવનમાં ‘ચાલશે’ શબ્દ જેટલો વધારે વપરાય એટલું જિવન સુખી. પ્રેમમાં પણ એવું જ છે.
તો ‘ચાલશે’ ને રદ્દીફ બનાવી લખેલી આ ‘સાજ’ની ગઝલ માણો.

 

Gujarat Samachar Dt 27-05-2015

 

૧૨૪ ….ચાલશે (ગઝલ)

બીજનો ચાંદો બનીને આવશે તો ચાલશે,
શ્વાસમાં સુગંધ થોડી આપશે તો ચાલશે.
 કોઇ વેળા હોઠ તારા થરથરે તો પણ ઘણું,
આયનામાં બિંબ થઇને બોલશે તો ચાલશે.
એ ટપાલી હોય છે દુશ્મન બધાના પ્રેમનો,
એક સંદેશો કબૂતર લાવશે તો ચાલશે.
દર્દ મારું ના મટે તો પણ દવા દે છે મને,
પ્રેમથી તું હાથ માથે રાખશે તો ચાલશે.
‘સાજ’ મળશે શબ્દ થઇને કો કિતાબી પૃષ્ઠ પર,
યાદ આવ્યે આંખ ભીની થઇ જશે તો ચાલશે.

-‘સાજ’ મેવાડા

Note – This photo is from Gujarat Samachar daily dated 27-05-2015.

Read Full Post »

તો શું કરું..

આ દર્દની દવા નથી,તો શું કરું?

મન મારું માને નહીં તો શું કરું?

સમજમાં કદી આવે નહીં આ મને,

તારુ સ્મરણ થયા કરે તો શું કરું?

કોઈને કહી નથી આ વાત મેં,

તને કહેવાનું થયા કરે તો શું કરું?

રાત આખી જાગતો પડી રહ્યો,

આવે સવારે ઊંઘ તો શું કરું?

હાથે લીધો જામ પણ ખાલી રહ્યો,

સાકી ના રેડે શરાબ તો શું કરું?

‘સાજ’ તો ગાઈ રહ્યો છે આ રાગને,

તાલ તારો ના મળે તો શું કરું?

‘સાજ’ મેવાડા

(એક તિવ્ર વેદનાની પળે લકાયેલી ગઝલ જેવુ કઈંક) 

Read Full Post »