Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘દુનિયા’

               206-એક ઈશ્ર્વર Ek Ishwar

એજ મારો એજ તારો એક ઈશ્ર્વર થઇ જશે,

ધર્મ સાથે જોડશો ના, પ્રેમ સરભર થઇ જશે.

લાગણીના શબ્દ જુદા ભાવ એકજ હોય પણ,

બે જણા દિલથી મળે તો ખાસ અવસર થઇ જશે.

એજ બીબાં ઢાળ માનવ જન્મશે કાળે પછી,

કોઇ તો તલવાર બનશે કોઇ બખ્તર થઇ જશે.

દેશ, દુનિયા, અંતરિક્ષે રોજ ભય તોળાય છે,

જાગ માનવ જાગ, તારો નાશ નહિંતર થઇ જશે.

પંચ તત્વોથી જ સઘળું વિશ્ર્વ આ સર્જાય છે,

‘સાજ’ સમજી લે સમય છે, તુંય અક્ષર થઇ જશે.

-‘સાજ’ મેવાડા
  venunad.wordpress.com

206-Ek Ishwar-Gazal-Saaj Mevada

 

Read Full Post »

186-રાખું છું-ગઝલ
ધર્મની આગવી દીવાલ રાખું છું,
આ તિલક ખાસ મારે ભાલ રાખું છું.
ઘાવ ઊંડા કરે છે લોક દુનિયાના,
વારને ખાળવાને ઢાલ રાખું છું.
હોય મઝધારમાં ડૂબી જવાનો ડર,
નાખૂદા પર ભરોસો હાલ રાખું છું.
યાદ એની હ્રદયના શૂળ જેવી છે,
વેદનાની દવા તત્કાલ રાખું છું.
ભૂલ મારી કદી થઇ જાય ત્યારે હું,
ગાલ પર દઇ તમાચો લાલ રાખું છું.
‘સાજ’ મક્તા કહે પણ દાદ ના દેશો,
ના મળ્યો શબ્દતો ગાગાલ રાખું છું.
-‘સાજ’ મેવાડા

Read Full Post »

 

મિત્રો,
આ સોનેટ, ગઝલના છંદમાં લખાયું છે.(Shakespearian style). આમાં ઉપયોગમાં લીધેલા દિવંગત અને હયાત કવિઓની ક્ષમા યાચના સાથે રજુ કરું છું. આપની સલાહ કે સુચન હોયતો જરુરથી જણાવશો, શક્ય લાગશે તો સુધારણાનો અવકાશ છે જ.
184-સોનેટ-ગઝલ
(Shakespearian Sonnet in Gazal)
નામ એનું સખી લખી નાખે,
કલ્પના હોય ઉર્વશીવરની;
કોઇ તો નામ સાચુંયે નાખે,
કોણ છે એ દરેક શાયરની?

જો, સુ.જો.ની મૃલાણ છે સુંદર,
કોઇ લીલા સદાય રાંદેરી;
એક સોનલ રમેશની દિલબર,
તો જવાહર કહે ફના દર્દેરી.

જીંદગીભર રહી તડપ મારી,
સુર્યમુખી સમો બની તારો;
રોજ ઝૂકી ગઈ નજર મારી,
સ્રોત ઊર્જા-ઉજાસ તું મારો.

આમતો સૂર્ય છે નજર સામે,
‘સાજ’નો પ્રેમ છે કૃષ્ણ નામે.
-‘સાજ’ મેવાડા

184-Sonnet-gazal-Saaj Mevada

 

 

Read Full Post »

152-Thai Javano-Gazal-Saj Mevada-થઈ જવાનો

આવી ગયો સભામાં અપવાદ થઇ જવાનો,

ના, ના કહો છો તોયે સંવાદ થઇ જવાનો.

યાયાવરી રહ્યો છું, શોધી નહીં શકે તું,

દુનિયાના કોઇ ખૂણે, અવસાદ થઇ જવાનો.

કેછે ગળે લગાવી, હું દોસ્ત છું તમારો,

બોલી નિભાવનારો એકાદ થઇ જવાનો.

વ્હેલો ઉડી જશે એ, બંધક નથી રેવાનો,

ભમરો કમલ દલોથી આઝાદ થઇ જવાનો.

ના જિંદગી જીવાશે, ભોળા બની જગતમાં,

સાજને ખબર છે, ઉસ્તાદ થઇ જવાનો.

  -‘સાજમેવાડા

152-Thai Javano-Gazal-થઈ જવાનો

Read Full Post »

     137 – ગઝલતૈયાર છું

જાત પર રાખી ભરોસો, જીતવા તૈયાર છું,

પાનખર નું વૃક્ષ છું પણ ફોરવા તૈયાર છું.

દુઃખ દુનિયાના કહો કે નર્કના, સરખા હશે,

બાથ ભીડી મોતને પડકારવા તૈયાર છું.

છે ખબર આંધી તણી, તોયે સફર છોડું નહીં,

નાવ છોડી એ વમળમાં ખેલવા તૈયાર છું.

દૂર રહીને મોકલે છે, આંસુંઓ કેવાં મને,

તું મને ભૂલી શકે તો, ભૂલવા તૈયાર છું.

કૃષ્ણ આવે ના ફરી, પણ હું કદી આવી શકું,

વ્રજ ને ગોકુળમાં હું જન્મવા તૈયાર છું.

છો નિરાકારી અગોચર! કોઇ ના દેખે તને,

બંધ આંખે તારી મૂરત સર્જવા તૈયાર છું.

‘સાજ’ નામે દાસ તારો, ઓળખી લે જે મને,

ચાંદ તારા લઇ તને હું પોંખવા તૈયાર છું.

–     સાજમેવાડા

137-Taiyaar Chhoo-Gazal

Read Full Post »

 133-Lakho-Gazal-Saaj Mevada-P

આંખોનો ઈતિહાસ લખો,

આંસું શું છે, ખાસ લખો.

સંવેદન ભરપૂર હશે,

શાયર માટે પ્રાસ લખો.

દુનિયામાં અંધેર બધે,

તરસે છે ઉજાસ લખો.

ઊંચો લાગે તાડ સમો,

જીવનમાં નાપાસ લખો.

આ માણસ નેતા જ હશે!

બોલ્યા કરશે, ત્રાસ લખો.

આ રણમાં ફરહાદ મળે?

શીરીનો નિશ્વાસ લખો.

વાતે વાતે ‘સાજ’ હસે,

કોનો છે આભાષ લખો.

  • ‘સાજ’ મેવાડા

Read Full Post »

મિત્રો આજે આ નવી ગઝલ માણો.

 

                  જીવન

 

મ્હોરુંપેરી દુનિયામાં જીવવાનું હોયછે,

રંગભૂમિ જે કરાવે ખેલવાનું હોયછે.

 

આ ભિખારી ઊંઘમાંછે, છેડશોના સહેજપણ,

બંગલામાં રાતઆખી જાગવાનું હોયછે.

 

મિત્રતા કે વંશમાટે, પ્રેમરાખે છે ઘણો,

આખરેતો બધાને ભૂલવાનું હોયછે.

 

જન્મ ટાણે હેતથી ઝૂલાવતી મા પારણે,

અંતવેળા ઠાઠડીમાં ડોલવાનું હોય છે.

 

નાસમજછેસાજ‘, નાપૂછો ગઝલના સારને,

ઝાંઝવાનાં નિરજોતાં દોડવાનું હોયછે.

 

– ‘સાજમેવાડા

ગાલગાગા x ગાલગા

Read Full Post »