Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘નજર’

165-જોડી નાખવાની-ગઝલ

સત્ય સાથે વાત જોડી નાખવાની,

ના રહે કારણ વખોડી નાખવાની.

જીવતરને ઝેર કરનારા મળે તો,

ગાંઠ સંબંધોની છોડી નાખવાની.

માનવીએ ભૂલથી આડી ચણેલી,

ધર્મની દીવાલ તોડી નાખવાની.

છેતરો ભગવાનને પણ ભક્ત થઈને,

આરતીમાં એક કોડી નાખવાની.

ભેદ રાવણ રામનો સમજી શકેના,

ડોક પોપટની મરોડી નાખવાની.

છે નશાથી ચૂર તારી આ નજર તો,

રોજ મારે જામ થોડી નાખવાની.

‘સાજ’ સાગર પાર કરવો હોય ત્યારે,

ના ડરો મઝધાર હોડી નાખવાની.

-‘સાજ’ મેવાડા

 165-jodi-nakhavaani-gazal-saaj-mevada

 

Advertisements

Read Full Post »

164-Kadar Chee-Gazal-કદર છે.

તમે શબ્દ આપ્યો અમોને ખબર છે,

અમારા જિવનમાં તમારી કદર છે,

નથી લખતો મારી  જ સઘળી કથાઓ,

ઘણી વાર એમાં તમારી અસર છે.

નથી ખોટું કરતો નથી આહ ભરતો,

અમારા જિવન પર પ્રભુંની નજર છે.

તમે દાદ આપો અમોને ગમે છે,

છતાં ભૂલ ચિંધો તો માથા ઉપર છે.

દરદ છે જિવનમાં તો આનંદ પણ છે,

તમે સાથ આપ્યો કશીના કસર છે.

નથી ‘સાજ’ને કોઈ પાસે તમન્ના,

નિજાનંદ સાથે ગઝલની સફર છે.

-‘સાજ’ મેવાડા

 

 164-kadar-chhe-gazal

Read Full Post »

                142 – જવાની- ગઝલ

પડે વીજળી તોય છટકી જવાની,

નથી પ્રેમની ડાળ બટકી જવાની.

અમારી નજરથી મળી ગઇ તમારી,

ઘણું રોકશો તોય મલકી જવાની.

થયા અપશુકન તો, વળી જાવ પાછા,

અકારણ ભરી ચાલ, અટકી જવાની.

ખબર છે મને કે નથી આવવાના,

કરો યાદ તો આંખ ફરકી જવાની.

તમે મૌન રાખી મહોબત જતાવી,

કરીને મુલાકાત નક્કી જવાની.

નથી રાહબર કે નથી ધૃવ તારો,

તમારા વિનાની જાત ભટકી જવાની.

અમે પ્રેમની જ્યોત રાખી જલાવી,

તમારા સુધી ‘સાજ’ અડકી જવાની.

   -‘સાજ’ મેવાડા

142-JavanI Gazal-Saaj Mevada

Read Full Post »

123 Tethi kahi ShakuChu-Gazal-Saaj Mevada

        123-….તેથી કહી શકુંછું – ગઝલ

પાણી સમો બનીને, સઘળે વહી શકું છું,

હો કૂપકે સમંદર સૌમાં રહી શકું છું.

ચાહત કદી અમારી, ઓછી નથી થવાની,

ના હોય પ્રેમ તમને, તો પણ ચહી શકું છું.

સાકી ઘડીક બેસો, સામે નજર મિલાવી,

પીધા વગર નશામાં, હું યે રહી શકું છું.

તારા બધાય લેખો, ભૂંસ્યા નથી વિધાતા,

કર્યો જરા સુધારો, ત્યારે સહી શકું છું.

સમજ્યા વિનાજ તમપર, વારી ગયો હશે એ,

એ ‘સાજ’ છે દિવાનો, તેથી કહી શકું છું.

– ‘સાજ’ મેવાડા

Read Full Post »

120 – નજરમાં મળી – (ગઝલ)

કડી લાગણીની નજરમાં મળી,

પછી વાત આખી નગરમાં મળી.

ઘણી શોધ તારી વસંતે કરી,

ખરી ભાળતો પાનખરમાં મળી.

હશે સાંભળી આર્તનાદો તમે,

મદદ ના અમોને સફરમાં મળી.

કળીને ભમર દાદ ના દે ભલે,

પતંગે કરીએ કદરમાં મળી.

સુરા કે સનમનો નથી સાજપણ,

મજાતો ખરી રાહબરમાં મળી.

-‘સાજમેવાડા.

 

.

Read Full Post »

Venunadમાંની તા.૨૫ ફેબ્રુઅરી ૨૦૧૦ ની પોષ્ટ, “જંદગીની સફર“(અછંદાંશ)ને ગઝલના છંદમાં ઢાળવા પ્રયત્ન કરતો હતો એમાં એક નવી જ ગઝલ, તેના થોડા અંશ સાથે રચાઈ ગઈ. આપ સૌ મિત્રોને પણ ગમશે!

૧૦૯ – ફરી ફરી

સફર જિંદગીની કરીશું ફરી,

વિસામો લઈને ઉઠીશું ફરી.

ડસે કંટકો ને નડે પથ્થરો,

પ્રભુની જે ઈચ્છા બનીશું ફરી.

થવાનો છે ભેટો તમારો કદી,

હસાવી, હસીને મળીશું ફરી.

નથી દિવ્ય દ્રષ્ટિ અમારી કને,

તો અંતર પ્રકાશે જડીશું ફરી.

જનમ સાજનો આ અધૂરો હજી,

સનમની નજરમાં વસીશું ફરી.

  • સાજમેવાડા

વજનલગાગા લગાગા લગાગા લગા

Read Full Post »

તો મિત્રો આજે, ગઝલની જગ્યાએ ‘હઝલ’ માણો..

107 – બધા પર

લખ્યું છે તારા પર, શાને પૂછે કોના પર?,

સમજે તો તારા પર, ના સમજે તો બીજા પર.

મોબાઇલ ને બાઇક, સૌની નજરો ખેંચે,

લુલીને છૂટ્ટી મેલી, ટટ્ટુ ટાંક્યું મોંઢા પર.

બ્રાન્ડનાં કપડાં ને બ્રાન્ડની પે’રે ટોપી,

બ્રાન્ડ છે કે માણસ છે? બ્રાન્ડ એની જોડા પર.

પેપ્સી, પાસ્તા ને પીઝા, ખાધા છે ભર પેટે,

પૂછોતો શાકાહારી! મન એનું ખીમા પર.

અગડમબગડમ ગુજરાતી, ને અંગ્રેજી ખોટું,

‘સાજે’ કીધું સાચું, ના તારા કે મારા પર!

-‘સાજ’ મેવાડા

વજન – ગા(૧૩)

Read Full Post »

Older Posts »