Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘નાદ’

197-Maro Chhe – (Gazal)-મારો છે

હક સજા પર લગાર મારો છે,

જાત પરનો પ્રહાર મારો છે.

મેં જ ખોદી હતી કબર મારી,

એટલે આ મઝાર મારો છે.

નામ પડઘાય તારું ચોપાસે,

આર્તનાદે પુકાર મારો છે.

શોધશો તો જરૂર મળવાનો,

રણ વચાળે તુષાર મારો છે.

એક તારો વિયોગ સાલેતો,

યોગનો પણ વિચાર મારો છે.

એ હસાવે કદી રડાવે પણ,

દર્દ દેનાર યાર મારો છે.

સાત સૂરોના ‘સાજ’માં જાણે,

ઈશ્વરી આવકાર મારો છે.

-‘સાજ’ મેવાડા

 

Advertisements

Read Full Post »

   172-સાચી દાદગઝલ

જીંદગી મારી ભલે અવસાદ છે,

કોઇતો ના થકી આઝાદ છે.

છું તબીબી જ્ઞાનથી માહિર પણ,

કોઇને ક્યાં દર્દની ફરિયાદ છે?

તું હશે તો ઝૂપડું પણ મ્હેલ છે,

તું નથી તો ભૂતનો પ્રાસાદ છે.

લઇ કદી આગોશમાં સાંભળ મને,

તું હી તુંનો એકધારો નાદ છે.

સાજશાને અન્યની પરવા કરે?

હોય તારી એજ સાચી દાદ છે.

-‘સાજમેવાડા

172-saachi-daad-gazal-saaj-mevada

Read Full Post »

(94)  અલગારો રહ્યો.

જેણે બદલ્યો રાહ પરભારો રહ્યો,

વિસામાનો સાથી જન્મારો રહ્યો.

વાવેલા સપનાનો સધિયારો રહ્યો,

તમને ખૂશીથી દેખનારો રહ્યો.

વર્ષોના સંતાપે ધખારો રહ્યો,

આંખનો વરસાદ પણ સારો રહ્યો.

અંતરમાં ગૂંજતો એકતારો રહ્યો,

તું હી તું હી નાદ એકધારો રહ્યો.

એકલપંથી સાજઅલગારો રહ્યો,

હરદમ મારા ઈશનો સહારો રહ્યો.

-‘સાજમેવાડા

Algaro rahyo-Gazal-Saaj Mevada

Read Full Post »

ભગવાન શ્રીકૃષ્ણને આજના સમયમાં થઈ રહેલી વિષમ પરિસ્થિતી થી અકળાઈને લખાયેલું ગીત છે.  

     કવિ મનડાની વાત કહે તો તેના આરાધ્ય સ્વામિ શ્રીકૃષ્ણ સિવાય કોને કહે? ગામ અને શહેરોના નામ બદલી નાખવામાં આવેછે. માનવીઓ અંદરોઅંદર ધર્મના નામે કે પ્રદેશ ના કારણો માટે લડી રહ્યા છે. શહેરો અને દેશના સંચાલકો કંશ જેવા કપટી અને રિશ્વતખોર છે. ગોચરી જમીન ઉપર તોતિંગ multistoried Buildings અને બંગલાઓ બની ગયા છે. Pollution ઓકતી Chemical Industries ને લીધે જમુંના જેવી પવિત્ર નદીના પાણી ગંધાઈ ઉઠ્યાં છે. ઍમાં વળી અસંખ્ય પાપો કરી જમુનામાં નાહી ને શુધ્ધ થવા જતા પાખંડીઓ પણ ઘણા છે.સંગીતની તો વાતજ શું કરવી?

    તેમ છતાં તારી રાધા અને વેણુ હજી પણ તારા ધ્યાનમાં નાચે અને ગાયછે.

      મનડાની વાત

કોક વાર શ્યામ તમે જોવા આવો તો,

(મારે) મનડાની વાત એક કરવી છે.

કલકીનગર કહે ગોકુળિયા ગામને

દ્રોહ ભર્યા ગામ લોક ભુલી ગયા પ્રેમને,

એનો નગરપતિ કંશ જેવો કપટી છે…મારે મનડાની

મહેલો બંધાય એના ગોચર ને કુંજમાં,

ગોવાળો ધેનું લઈ જતા નથી વૃજમાં,

પછી ઉભી બજારે ધેનું છોડી છે…મારે મનડાની

જમનામાં ઢોળે પાપ સૌ કોઇ ધોઈને,

કાંઠાનું કદંબ ઝાડ જડે નહીં કોઈને,

તારા મધુવનની વાટ ઘણી વસમી છે…મારે મનડાની

કોણરે વગાડે “સાજ” બેસુરા નાદમાં,

રાસ ભુલી વૃજનાર ગાયનના વાદમાં,

રોતી રાધાને વેણું  તારી વરવી છે…મારે મનડાની

રાગસારંગ/માલકૌશ/ભૈરવી/શિવરંજની

સાજમેવાડા.

Read Full Post »