Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘પ્રેમ’

181-Safar Noti-સફર નોતી-(ગઝલ)

એમના પ્રેમમાં કસર નોતી,

હાથમાં હાથની સફર નોતી.

જોઇ લીધું ડરી ડરી જ્યારે,

કોઇની એ તરફ નજર નોતી.

હા, કહીં એ ફરી ગયા પાછા,

એમને ઊંઘ રાતભર નોતી.

એ સમય સાચવી નથી શકતાં,

ને કહે, એમને ખબર નોતી.

બોલવાથી કરે અરથ ભળતો,

મૌનમાં પણ કશી અસર નોતી.

સ્વાર્થ પણ સ્હેજ તો હશે એને,

લાગણી દુશ્મની વગર નોતી.

જાય તો જાય કેમ એ ઘરમાં?,

સાજનીજ્યાં કદી કદર નોતી.

-‘સાજમેવાડા

 

 

 

 

Read Full Post »

179-જંતર બને-(ગઝલ)

લાગણીમાં બોજ આ ભણતર બને,

એજ બુધ્ધિ દિલનું જો કળતર બને.

ના રહે એનો ભરોસો કોઇને,

હોય અંગત તે છતાં નડતર બને.

જિંદગી જીવી જવાનું મોંજથી,

ખેતરો ખેડ્યા વિના પડતર બને.

સત્ય આખર જૂઠથી જીતી જશે.

એ સનાતન સંત નો ઉત્તર બને.

એ જ છે કરતાર તોયે શું કરે?

એક ખંજર એકતો બખ્તર બને.

ઓ હ્રદય કચડાઇજા આનંદથી,

ફૂલ પીસાયા પછી અત્તર બને.

રાગ ભૈરવ છેડતોના ‘સાજ’ તું,

પ્રેમનું તારું કદી જંતર બને.

  ‘સાજ’ મેવાડા

 

Read Full Post »

       મૂક્તક

શિલ્પી નજરને ટાંકણે મૂરત બની ગયો,

પથરો હતો જે આખરે ઈશ્વર બની ગયો.

એવી મળી તારી કૃપા જીવનમાં હે પ્રભુ,

કૂબ્જા સમો જે હતો, સુંદર બની ગયો.

       *********************

         174-બની ગયો-ગઝલ

ગીતા કહીં, જીવન તણો ઉત્તર બની ગયો,

અવતાર ધારી કૃષ્ણ પણ નશ્વર બની ગયો.

હાથી સમા મળતા રહ્યા દુશ્મન થઇ ઘણા,

અંકૂશ ધારીને હાથમાં ગજધર બની ગયો.

હો પૂતના, કુબ્જા, ભલે હો પારધી જરા,

કૃપા કરી ઉગારવા તત્પર બની ગયો.

રાધા પછી મીરાં બની સમજી ગયો હતો,

એ કૃષ્ણ સાથે પ્રેમ પણ અક્ષર બની ગયો.

ચરણે પડી એનું શરણ પામી ગયા પછી,

અંતે મિલનનો ‘સાજ’નો અવસર બની ગયો.

-‘સાજ’ મેવાડા

 

        

 

 

Read Full Post »

       159-કવન થઇ ગવાયા છો (ગઝલ)

મઝાની રાત મૌસમ છે, કહો શાને રિસાયા છો?

નથી જો પ્રેમ એ ગૂનો, વગર કારણ દુભાયા છો.

અમારી ભૂલ બતલાવો, સજા પણ પ્રેમથી આપો,

ધરીને મૌન બેઠા છો, અમારા પર ખિજાયા છો?

તમારો પ્રેમ હોવાનો અમે વિશ્વાસ રાખ્યો છે,

અમે કે’તા નથી તો પણ, નથી માન્યા પરાયા છો.

તમે આંસું છૂપાવો છો, અમારી યાદ આવે તો,

અમારી જિંદગી મોંહે, તમે સૌથી સવાયા છો.

જરા કાને ધરો તો ‘સાજ’ની સરગમ મધુરી છે,

અમારા શ્વાસમાં કાયમ, કવન થઇને ગવાયા છો.

–     ‘સાજ’ મેવાડા

159-Kavan thaine Chhavaya Chho-Gazal Saaj Mevada

Read Full Post »

151-KemChhe-Gazal-Saaj Mevada-કેમ છે? (ગઝલ)

પૂછના કેમ છે?

એમનું એમ છે.

એમને પ્રેમ છે?

કે પછી વ્હેમ છે!

આવશે તે જશે,

ખેલની જેમ છે.

જૂઠ શું, સત્ય શું?

હેમતો હેમ છે.

‘સાજ’ની જીંદગી,

જેમની તેમ છે!

-‘સાજ’ મેવાડા.

151-Kemchhe-Gazal-Saj Mevada

 

 

Read Full Post »

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

તારી કને આવી શકું મારા મહીં હિંમત નથી,

એવું નથી કે પ્રેમમાં તારા, મને નિસ્બત નથી.

રેખા નથી હાથે અને ભાલેય ખોટો લેખ છે,

મેળાપ જો ના થાય તો, કે’વું પડે કિસ્મત નથી.

આંધી મળી મઝધારમાં, ના ધૃવ તારો દિસે,

ડૂબી જશે આ નાવડી, ખૂદા કરે હરકત નથી.

તારો મળે જો પ્રેમ તો સઘળી સજા મંજુર છે,

મારો ગૂનો ચર્ચાય છે, તારા ઉપર તહોમત નથી.

ગાવા કહો છો ભૈરવી મહેફિલના આરંભમાં,

પહેલા સમારો ‘સાજને’ ગાનારને સંગત નથી.

-‘સાજ’ મેવાડા

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

Read Full Post »

148 – Limdama-Gazal-લીમડામાં (ગઝલ)

લીમડામાં ડાળ મીઠી શોધજે,

દર્દમાં પણ મોજ તારી રાખજે.

શ્વાસ રુંધી નાખશે આ પીંજરું,

પ્રેમ કૂંચી વાપરીને ખોલજે.

ધોરી મારગ ના મળે તો શું થયું?

એક પગદંડી મળે તો ચાલજે.

કાંઠલો તોડ્યો હતો, પાકો હતો,

એ ઘડો સંધાયના તો ફોડજે.

બાર ના દેખાય કોઇને એટલે,

એ છબી મેં કોતરી છે કાળજે.

સાદ તો એનો બધે પડઘાય છે,

એજ છે આધાર મારો જાણજે.

શક્ય છે ના પણ બને ભૂલી જવું,

દીપ પેટાવી કબર શણગારજે.

   -‘સાજમેવાડા

148-LIMDAMA-Gazal-Saaj Mevada

Read Full Post »

Older Posts »