Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ફૂલ’

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi-Saaj Mevada

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi

આ દિવસ ને રાત રોકાતાં નથી,

માનવીનાં દર્દ બદલાતાં નથી.

પાપના ડાઘા પડ્યા છે જાત પર,

એ હવે ગંગામાં ધોવાતાં નથી.

કંઠમાં ડૂમો ભરી વેઠ્યા કરો,

કોઈથી પણ આંસું લોવાતા નથી.

આવશે તો આવશે એ પાનખર,

ફૂલ કાગળના જ કરમાતા નથી.

રાખ તારા ‘સાજ’ને અભરાઈ પર,

ગીત આજે કોઇ પણ ગાતાં નથી.

-‘સાજ’ મેવાડા

 

 

Read Full Post »

179-જંતર બને-(ગઝલ)

લાગણીમાં બોજ આ ભણતર બને,

એજ બુધ્ધિ દિલનું જો કળતર બને.

ના રહે એનો ભરોસો કોઇને,

હોય અંગત તે છતાં નડતર બને.

જિંદગી જીવી જવાનું મોંજથી,

ખેતરો ખેડ્યા વિના પડતર બને.

સત્ય આખર જૂઠથી જીતી જશે.

એ સનાતન સંત નો ઉત્તર બને.

એ જ છે કરતાર તોયે શું કરે?

એક ખંજર એકતો બખ્તર બને.

ઓ હ્રદય કચડાઇજા આનંદથી,

ફૂલ પીસાયા પછી અત્તર બને.

રાગ ભૈરવ છેડતોના ‘સાજ’ તું,

પ્રેમનું તારું કદી જંતર બને.

  ‘સાજ’ મેવાડા

 

Read Full Post »

     167-ગણવા બેઠો-ગઝલ

ચોપડીમાં મુકેલાં ફૂલ ગણવા બેઠો,

ને વસંતે મળેલા ઘાવ ખણવા બેઠો.

એમની રાહના પ્થ્થર સમેટી લઇને,

ગોઠવી ગોઠવીને ઘર હું ચણવા બેઠો.

જીંદગીને કબીરી આપનારો તું છે,

તોય સાહેબની ચાદર હું વણવા બેઠો.

પ્રેમથી મેં સવારે બાગ સિંચ્યો તો પણ,

સાંજના કેમ કાંટાને હું લણવા બેઠો?

જીવતરની પરીક્ષા આપવાની થઇ છે,

એજ કારાણ, ફરીથી ‘સાજ’ ભણવા બેઠો.

 -‘સાજ’ મેવાડા

 167-ganva-betho-gazal-saaj-mevada

Read Full Post »

163-બનાવી છે-ગઝલ

તસ્વીર તો એણે સુંદર બનાવી છે.

ને રંગ પૂરી થોડી મેં સજાવી છે.

ગુલાબ સાથે કાંટા હોય તેથી શું?

એની સુગંધીને મેંતો વધાવી છે.

આ જિંદગીતો અંતે રાખ છે જાણી,

મેં ગેબને પંથે ધુણી ધખાવી છે.

સામે હતી મંઝિલ પહોંચી શકાયું ના,

એવા વિચારે મેં રાતો વિતાવી છે.

પાગલ ગણો છો, પણ આ ‘સાજ’ ઢોંગી છે.

તારી ગલી એણે સાચી બતાવી છે.

-‘સાજ’ મેવાડા

163-banavi-chhe-gazal-saaj-mevada

Read Full Post »

  160 -અંજળ હશે-ગઝલ

ક્યાંક મારું રણમાં પણ અંજળ હશે,

તાડ જેવું વૃક્ષ છું પણ ફળ હશે.

છે ઝરણની વાટ પથરાળી ભલે,

ગીત એનું સાંભળો ખળખળ હશે.

એકધારું ચાલવામાં જીત છે,

કાચબો પણ દોડમાં આગળ હશે.

પ્રેમ દીપક રાતભર બળતો રહે,

મેશ તારી આંખનું કાજળ હશે.

માનવી હોતા નથી સારા બધે,

બાગમાંયે ક્યાંક તો બાવળ હશે.

એક માળીની કબર સામે હવે,

ફૂલના રૂદન તણું ઝાકળ હશે.

‘સાજ’, સર્જનમાં હવે નસ્તર નથી,

પેન, પુસ્તક, હાથમાં કાગળ હશે.

  -‘સાજ’ મેવાડા

160-anjal-hashe-gazal-saaj-mevada

 

Read Full Post »

   (૧૩૦)-કેમ એવું થાય છે (ગઝલ)

આ સમંદર ખળભળે છે, કેમ એવું થાય છે?

ચાંદની જળ પર તરે છે, કેમ એવું થાય છે?

બાગ આખામાં ફરીને, એક ભમરો ફૂલની,

એ જ ડાળે ગુનગુને છે, કેમ એવું થાય છે?

વ્હેમ એને હું પણાનો છે ઘમંડી દીપને,

આ પતંગો જાન દે છે, કેમ એવું થાય છે?

તાપ સૂરજનો ખમી, ધરતી પૂકારે મેઘને,

સ્નેહથી ભીંજવે છે, કેમ એવું થાય છે?

સાજગોપી વાંસળીના સૂરથી ઘેલી બને,

કૃષ્ણ, રાધા નામ લે છે, કેમ એવું થાય છે?

-‘સાજમેવાડા

130-Kem Avu thayChe- Gazal - Saaj Mevada30102015018

Read Full Post »

મિત્રો,

ઘણા વખત પછી નવી રચના મુંકુ છું.  સારુ હોય તેવું લખવું અને પોતાને પણ ગમે તો જ બ્લોગ પર મૂકવું એવો નિયમ રાખ્યો છે, એટલે સમયના અભાવે એવું બને છે. નૂતન વર્ષાભિનંદન !

 

Photo by Ishmail Makoda-at village Goriyari near Dwarka-from Fb

 

89 – Che Haji…. છે હજી….

વરસાદ શ્રાવણમાં ના થયો, ભલે ના થયો,

અસાઢ જેવી હેલીનો, વરતારો છે હજી.

પગલાં હતાં રેત પર, ભૂંસાઈ ગયાં સે’જમાં,

પહાડ પર કોતરેલી, લકિરો છે હજી.

કરમાઈ ગયું ફૂલ, પરિતાપથી આ બાગમાં,

ખરેલાં દલ દલ માં, સુંગંધી જલસો છે હજી.

ફંટાયાં બે પંખી, નભમાં જૂદે રસ્તે,

ઝૂલે એ વૃક્ષ પર, જૂનો માળો છે હજી.

ગણી આપશું રોકડા, ડાઘુઓને મોજથી,

મોત જરા દૂર હટ, આ દાવ લેવો છે હજી.

સાજંદાના હાથથી, તૂટી ચૂક્યો છે એ,

‘સાજ’ સર્જનહારને, શોધી રહ્યો છે હજી.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

Older Posts »