Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ભાલ’

202-Aalapshe-Gazal-Saaj-Mevada-

            આલાપશે-ગઝલ

જીદ તારી જીવતરને બાળશે,

યાદ મારી રાતભર તડપાવશે,

સાંભળે છે આંખ આડા કાન દઇ,

વાત વાતે નામ મારું આવશે.

જો નિયમથી ના રમે તો દાવમાં,

આખરે તું જીતમાં પણ હારશે.

છોડ ઊખેડી ફરી રોપો નહીં,

એ સુકાશે કોણ આંસું સારશે?

મ્હેલમાં શણગાર તારા લાખના,

ભાલપરનો ડાઘ તો શરમાવશે.

ઘર કરે છે રેત ભીની છીપનું,

કાળ દરિયો સહેજમાં એ તાણશે.

‘સાજ’ જંતરમાં દરદને છેડ મા,

કોઇ શેણી સાંભળી આલાપશે.

-‘સાજ’ મેવાડા

 

 

Advertisements

Read Full Post »

186-રાખું છું-ગઝલ
ધર્મની આગવી દીવાલ રાખું છું,
આ તિલક ખાસ મારે ભાલ રાખું છું.
ઘાવ ઊંડા કરે છે લોક દુનિયાના,
વારને ખાળવાને ઢાલ રાખું છું.
હોય મઝધારમાં ડૂબી જવાનો ડર,
નાખૂદા પર ભરોસો હાલ રાખું છું.
યાદ એની હ્રદયના શૂળ જેવી છે,
વેદનાની દવા તત્કાલ રાખું છું.
ભૂલ મારી કદી થઇ જાય ત્યારે હું,
ગાલ પર દઇ તમાચો લાલ રાખું છું.
‘સાજ’ મક્તા કહે પણ દાદ ના દેશો,
ના મળ્યો શબ્દતો ગાગાલ રાખું છું.
-‘સાજ’ મેવાડા

Read Full Post »

 

મિત્રો,
આ સોનેટ, ગઝલના છંદમાં લખાયું છે.(Shakespearian style). આમાં ઉપયોગમાં લીધેલા દિવંગત અને હયાત કવિઓની ક્ષમા યાચના સાથે રજુ કરું છું. આપની સલાહ કે સુચન હોયતો જરુરથી જણાવશો, શક્ય લાગશે તો સુધારણાનો અવકાશ છે જ.
184-સોનેટ-ગઝલ
(Shakespearian Sonnet in Gazal)
નામ એનું સખી લખી નાખે,
કલ્પના હોય ઉર્વશીવરની;
કોઇ તો નામ સાચુંયે નાખે,
કોણ છે એ દરેક શાયરની?

જો, સુ.જો.ની મૃલાણ છે સુંદર,
કોઇ લીલા સદાય રાંદેરી;
એક સોનલ રમેશની દિલબર,
તો જવાહર કહે ફના દર્દેરી.

જીંદગીભર રહી તડપ મારી,
સુર્યમુખી સમો બની તારો;
રોજ ઝૂકી ગઈ નજર મારી,
સ્રોત ઊર્જા-ઉજાસ તું મારો.

આમતો સૂર્ય છે નજર સામે,
‘સાજ’નો પ્રેમ છે કૃષ્ણ નામે.
-‘સાજ’ મેવાડા

184-Sonnet-gazal-Saaj Mevada

 

 

Read Full Post »

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

તારી કને આવી શકું મારા મહીં હિંમત નથી,

એવું નથી કે પ્રેમમાં તારા, મને નિસ્બત નથી.

રેખા નથી હાથે અને ભાલેય ખોટો લેખ છે,

મેળાપ જો ના થાય તો, કે’વું પડે કિસ્મત નથી.

આંધી મળી મઝધારમાં, ના ધૃવ તારો દિસે,

ડૂબી જશે આ નાવડી, ખૂદા કરે હરકત નથી.

તારો મળે જો પ્રેમ તો સઘળી સજા મંજુર છે,

મારો ગૂનો ચર્ચાય છે, તારા ઉપર તહોમત નથી.

ગાવા કહો છો ભૈરવી મહેફિલના આરંભમાં,

પહેલા સમારો ‘સાજને’ ગાનારને સંગત નથી.

-‘સાજ’ મેવાડા

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

Read Full Post »

મારે કરવાના બાકી ઘણા કામ

આપણે જીવનભર દુન્યવી કામોમાં રચ્યાપચ્યા રહીએ, અને ઘણીવાર આપણા અંગત સ્વજનોને વિસરી જઈએ છે. ભાન પડે ત્યારે કદાચ ઘણું માંડુ થઈ ગયું હોય છે. આવું જ પ્રભુના નામસ્મરણ અને ભજન-ભક્તિમાં પણ નથી બનતું? વળી એવું પણ નથી બનતું કે આપણે જરુર વગરની ઘણી ક્રિયાઓ ભગવાનને નામે કરતા હોઈએ છીએ? આવી જ કંઈક વાત મારી આ રચના, “મારે કરવાના બાકી ઘણા કામ”માં આલેખાઈ છે.  

મને સાદ કરી બોલાવે કાન,

મારે કરવાના બાકી ઘણા કામ.

શાને વેણુમાં લે એ મારું નામ,

મારે કરવાના બાકી ઘણા કામ.

 

ગોધનને દોહીને ગોચરમાં છોડી દઉં,

વાસીદાં વાળીને વાછડાંને બાંધી દઉં,

પછી દોડી આવું હું તારે ધામ,

મારે કરવાના બાકી ઘણા કામ.

 

સાસુને સસરાને નાવણના પાણી દઉં,

નણદલ દિયેરને વાળુ કરાવી દઉં,

થોડી ધીરજ ધરોને મારા પ્રાણ,

મારે કરવાના બાકી ઘણા કામ.

 

તુલસીના પાનની માળા બનાવી લઉં,

પૂષ્પોને પર્ણોને એમાં પરોવી લઉં,

ભાલે તિલક કરુંને આવી જાણ,

મારે કરવાના બાકી ઘણા કામ.

 

કામને મસે હુંતો સ્વામિને વિસરી,

“સાજ” કહે ભૂલભર્યું જીવન ગયું વિખરી,

મારે કરવાનાં હવે તારાં ગાન,

મારે કરવાનાં હવે તારાં ગાન.

“સાજ” મેવાડા

રાગ- યમન કલ્યાણ

કામને મસે= કામને બહાને, કામના નામે

Read Full Post »

આજે કનૈયાને થોડો અળગો કરી થોડી માનવીય વાત!ડોકટર થવામાં મારા ઘણા સારા જૂવાનીના વર્ષો વહી ગયા. સર્જન થઈ નોકરી કરતો થાઉં અને પછીજ પરણવું એવું પણ લીધેલું. એટલે મારા ઘણા મિત્રો પરણીને બાપ બની ગયેલા. બંદા તેમના લગ્નોમાં નાચે અને સ્વપ્નો જુવે. એવા સમયમાં એક મિત્રના દિકરા જિગરના પહેલા જન્મદિવસની પાર્ટીમાં ગયો અને તેનો જે અનૂભવ થયો તેનાથી કાવ્ય રચાયું હતું. ત્યાર પછી મિત્ર કુટુંબ સાથે અમેરીકા જતા રહ્યા અને અમારો સંબંધ ધીરેધીરે ભૂલાઈ ગયો. કદાચ જીગર પણ અત્યારે એકાદ બે બાળકોનો બાપ બની ગયો હશે. જિગર, ભઈલા, તું ક્યાં છે?જુવાનીનું ઉર્મિસભર રૂદય વચ્ચેના સંઘર્શમય વર્ષોમાં ક્યાંક ખોવાઈ ગયું હતું, જે હમણાં ફરીથી ખીલી રહ્યું છે. અલબત્તા થોડી અલગ રીતે, પ્રભુ પ્રેમમાં, કૃષ્ણ ભક્તિમાં. આપ સૌ મિત્રોને કેવું લાગ્યું?

જિગર નો જન્મદિન

(મંદાક્રાન્તા)

 જોને આજે જિગર તુજને વ્હાલ મિત્રો કરે છે,

પાપા મમ્મી અધિર બનતાં ભાલ ચુમી ભરે છે.

 

જાનેવારી પ્રથમ દિવસે સાત ચાળીસ વાગે,

હા! તારો જનમ દિન છે, કેમ ભૂલી જવાશે?

 

કાપી તેંતો સરસ ગમતી કેક તારે કરેથી,

ઠારી દીધી ઝળહળતી મીળબત્તી ફૂંકેથી.

 

ભેટો મોટી સહ રમકડાં,આપતા આશિર્વાદો,

થાજે મોટો દિપ જગતમાં, કુળનો તારનારો.

 

મારી પાસે કશું નહિ મળે, અર્પુ લે કવિતા,

હૈયામાં સહજઉઠતી,ઊર્મિઓની જનેતા.

 

 

સાજ‘” મેવાડા

 

Read Full Post »

બદલો

 ું જ્યારે ૧૦મા ધોરણમાં ભણતો હતો ત્યારે કવિશ્રી કલાપીની કવિતાઓ ખૂબજ ગમતી. તેમની સરળ અને રુદયસાંસરી ઉતરી જાય એવી રચનાઓ નો મારા ઉપર ઘણો પ્રભાવ રહ્યો છે. એથીજ મંદાક્રાન્તા છંદ પણ આવડી ગયો. સામાન્ય દરરોજ જોવામાં આવતા પ્રસંગો ઉપેર કલાપીશ્રીએ સુંદર વિચારપ્રેરક રચનાઓ આપી છે. તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો અને દયાહિન થયો નૃપ…” હજીએ મારાં રોંગટાં ઊંચાં કરીદે છે.

નિશાળેથી ઘરે પાછો વળતાં મને એવોજ કંઈક અનુભવ થયો. બદલોરચના લખવામાં કલાપીશ્રીની છાયા દેખાઈ આવશેજ.

 (ંદાક્રાન્તા)

પાણાફેંકી, દરીદ્ર કુમળી, એક બાળા ભિખારી,

બીચારીને, ઝખમ કરતા, બાળકો આહ! ભારી.

ટૂટ્યાં ફૂંટ્યા, જીરણ વસનો, દેહ ઢાંકે ઝાઝાં,

ઓહો! તેના, નયન સઘળાં છેક ઊંડે ગયલાં.

કેવી રીતે, અડગ મનથી ઝીલતી ઘાવ ભારી,

જો હોતી , દરીદ્ર કુમળી એક બાળા ભિખારી?”

ત્યાંતો વાગ્યો, નિજ નયનથી સે ભાલેશું પાણો,

પાડી તેણે, રુધિર વહેતાં, ચીસ મોટી, “બચાવો.”

દોડીને મેં સહુંબાળકને, ભાગવાને કહ્યું તો,

હસ્યાં તેતો મમ વચનથી, “થાય તારી સગીએ?”

એથી મારા રુદય પર કો, ઘાવ ભારી પડ્યોને,

પછો કીધો, ગરમ થઈને, બોલતો મારવાને.

 

ત્યાં તો ધીમે, અનિલ લહરે, આવતા શબ્દ ધીરા,

રેવાદોને, મુંજ અનુજ , છો મને મારતાએ

કીધા પાપો પૂરવ જનમે, કૈહશે ભૂલથી મેં

તેનો આતો જીવનબદલો બાળ વાળે હવેતો!”

સાજમેવાડા

 

Read Full Post »