Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મઝધાર’

203-Bindhast-Gazal-બિનધાસ્ત (ગઝલ)

ઈચ્છા બધીય છોડી બિનધાસ્ત થઈ ગયો છું,

બંધન જગતના છોડી બિનધાસ્ત થઈ ગયો છું.

ગણકારતો નથી હું આઘાત જીવતરના,

હાલત ભલે કફોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

મઝધાર માંય ઊંડે તરતાં ફરી શકું છું,

ડૂબે ભલેને હોડી,  બિનધાસ્ત થઈ ગયો છું.

આપે નહીં વધારે આપે નહીં એ ઓછું,

માફક મળી પિછોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

ખર્ચી બધીય મૂડી વહોરી હતી ફકીરી,

બાકી બચી છે કોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

જા, થાય તે કરીલે, ઈશ્ર્વર તને કહું છું,

હસ્તી રહી છે થોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

આ ‘સાજ’તો રણકશે, ડરતો નથી કશાથી,

કરતાલ ઝાંઝ જોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

     -‘સાજ‘ મેવાડા   2 Jan 2018

     Venunad.wordpress.com

 203-Bindhast-Gazal-Saaj Mevada

 

 

 

 

 

 

 

 

Advertisements

Read Full Post »

186-રાખું છું-ગઝલ
ધર્મની આગવી દીવાલ રાખું છું,
આ તિલક ખાસ મારે ભાલ રાખું છું.
ઘાવ ઊંડા કરે છે લોક દુનિયાના,
વારને ખાળવાને ઢાલ રાખું છું.
હોય મઝધારમાં ડૂબી જવાનો ડર,
નાખૂદા પર ભરોસો હાલ રાખું છું.
યાદ એની હ્રદયના શૂળ જેવી છે,
વેદનાની દવા તત્કાલ રાખું છું.
ભૂલ મારી કદી થઇ જાય ત્યારે હું,
ગાલ પર દઇ તમાચો લાલ રાખું છું.
‘સાજ’ મક્તા કહે પણ દાદ ના દેશો,
ના મળ્યો શબ્દતો ગાગાલ રાખું છું.
-‘સાજ’ મેવાડા

Read Full Post »

 

મિત્રો,
આ સોનેટ, ગઝલના છંદમાં લખાયું છે.(Shakespearian style). આમાં ઉપયોગમાં લીધેલા દિવંગત અને હયાત કવિઓની ક્ષમા યાચના સાથે રજુ કરું છું. આપની સલાહ કે સુચન હોયતો જરુરથી જણાવશો, શક્ય લાગશે તો સુધારણાનો અવકાશ છે જ.
184-સોનેટ-ગઝલ
(Shakespearian Sonnet in Gazal)
નામ એનું સખી લખી નાખે,
કલ્પના હોય ઉર્વશીવરની;
કોઇ તો નામ સાચુંયે નાખે,
કોણ છે એ દરેક શાયરની?

જો, સુ.જો.ની મૃલાણ છે સુંદર,
કોઇ લીલા સદાય રાંદેરી;
એક સોનલ રમેશની દિલબર,
તો જવાહર કહે ફના દર્દેરી.

જીંદગીભર રહી તડપ મારી,
સુર્યમુખી સમો બની તારો;
રોજ ઝૂકી ગઈ નજર મારી,
સ્રોત ઊર્જા-ઉજાસ તું મારો.

આમતો સૂર્ય છે નજર સામે,
‘સાજ’નો પ્રેમ છે કૃષ્ણ નામે.
-‘સાજ’ મેવાડા

184-Sonnet-gazal-Saaj Mevada

 

 

Read Full Post »

165-જોડી નાખવાની-ગઝલ

સત્ય સાથે વાત જોડી નાખવાની,

ના રહે કારણ વખોડી નાખવાની.

જીવતરને ઝેર કરનારા મળે તો,

ગાંઠ સંબંધોની છોડી નાખવાની.

માનવીએ ભૂલથી આડી ચણેલી,

ધર્મની દીવાલ તોડી નાખવાની.

છેતરો ભગવાનને પણ ભક્ત થઈને,

આરતીમાં એક કોડી નાખવાની.

ભેદ રાવણ રામનો સમજી શકેના,

ડોક પોપટની મરોડી નાખવાની.

છે નશાથી ચૂર તારી આ નજર તો,

રોજ મારે જામ થોડી નાખવાની.

‘સાજ’ સાગર પાર કરવો હોય ત્યારે,

ના ડરો મઝધાર હોડી નાખવાની.

-‘સાજ’ મેવાડા

 165-jodi-nakhavaani-gazal-saaj-mevada

 

Read Full Post »

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

તારી કને આવી શકું મારા મહીં હિંમત નથી,

એવું નથી કે પ્રેમમાં તારા, મને નિસ્બત નથી.

રેખા નથી હાથે અને ભાલેય ખોટો લેખ છે,

મેળાપ જો ના થાય તો, કે’વું પડે કિસ્મત નથી.

આંધી મળી મઝધારમાં, ના ધૃવ તારો દિસે,

ડૂબી જશે આ નાવડી, ખૂદા કરે હરકત નથી.

તારો મળે જો પ્રેમ તો સઘળી સજા મંજુર છે,

મારો ગૂનો ચર્ચાય છે, તારા ઉપર તહોમત નથી.

ગાવા કહો છો ભૈરવી મહેફિલના આરંભમાં,

પહેલા સમારો ‘સાજને’ ગાનારને સંગત નથી.

-‘સાજ’ મેવાડા

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

Read Full Post »