Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મન’

          મુકતક

રુપના વ્હેમમાં જિંદગી વિતસે,

વાળ ધોળા અને ચાલ ધીમી થશે.

ઠીક છે લોક એ વ્હેમને પોસ્યા કરે,

પ્રેમની વાતને કોણ સમજાવશે?

     કશા કારણ વગરગઝલ

કશા કારણ વગર જ્યાં મન મળે,

હ્રદયને એ ઘડી તો કળ વળે,

ભલેને ઝાંઝવાં હોયકે ઝરણ,

હરણને જીવવા મકસદ મળે.

નથી સૂરજ બધાના આભમાં,

ઘણું છે ચાંદ તારા ઝળહળે.

જીવનમાં પ્રેમનો તણખો પડે,

દરદ કેવાં પછી ભડભડ બળે.

ફરીનેસાજપીઠામાં ગયો,

નયનમાં પ્યાસ મયની સળવળે.

    ‘સાજમેવાડા

Kasha karaNa vagar-Muktak & gazal-Saaj MevaDa

Read Full Post »

     ૧૪૩-શોધવા નિકળ્યા-(ગઝલ)

ફળો ચાખી ચકાશી શોધવા નિકળ્યા,

હશે કેવું વૃક્ષ એ શોધવા નિકળ્યા.

ખબર નો’તી કશી ત્યાં પ્રેમથી પામ્યા,

ચરણએના પછીએ શોધવા નિકળ્યા.

ફૂલોની એક માળાને ધરી કંઠે,

પતંગાઓ સુગંધી શોધવા નિકળ્યા.

હશે આકાશમાં જ ક્યાંક ઘર એનું,

ચડી મન પાંખપર એ શોધવા નિકળ્યા.

અગોચરને અગમલીલા ઘણી એની,

હતો એ ‘સાજ’, કોને શોધવા નિકળ્યા?

    -‘સાજ’ મેવાડા

Dr Mevada at Halol (4)

Read Full Post »

તો શું કરું..

આ દર્દની દવા નથી,તો શું કરું?

મન મારું માને નહીં તો શું કરું?

સમજમાં કદી આવે નહીં આ મને,

તારુ સ્મરણ થયા કરે તો શું કરું?

કોઈને કહી નથી આ વાત મેં,

તને કહેવાનું થયા કરે તો શું કરું?

રાત આખી જાગતો પડી રહ્યો,

આવે સવારે ઊંઘ તો શું કરું?

હાથે લીધો જામ પણ ખાલી રહ્યો,

સાકી ના રેડે શરાબ તો શું કરું?

‘સાજ’ તો ગાઈ રહ્યો છે આ રાગને,

તાલ તારો ના મળે તો શું કરું?

‘સાજ’ મેવાડા

(એક તિવ્ર વેદનાની પળે લકાયેલી ગઝલ જેવુ કઈંક) 

Read Full Post »

બદલો

 ું જ્યારે ૧૦મા ધોરણમાં ભણતો હતો ત્યારે કવિશ્રી કલાપીની કવિતાઓ ખૂબજ ગમતી. તેમની સરળ અને રુદયસાંસરી ઉતરી જાય એવી રચનાઓ નો મારા ઉપર ઘણો પ્રભાવ રહ્યો છે. એથીજ મંદાક્રાન્તા છંદ પણ આવડી ગયો. સામાન્ય દરરોજ જોવામાં આવતા પ્રસંગો ઉપેર કલાપીશ્રીએ સુંદર વિચારપ્રેરક રચનાઓ આપી છે. તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો અને દયાહિન થયો નૃપ…” હજીએ મારાં રોંગટાં ઊંચાં કરીદે છે.

નિશાળેથી ઘરે પાછો વળતાં મને એવોજ કંઈક અનુભવ થયો. બદલોરચના લખવામાં કલાપીશ્રીની છાયા દેખાઈ આવશેજ.

 (ંદાક્રાન્તા)

પાણાફેંકી, દરીદ્ર કુમળી, એક બાળા ભિખારી,

બીચારીને, ઝખમ કરતા, બાળકો આહ! ભારી.

ટૂટ્યાં ફૂંટ્યા, જીરણ વસનો, દેહ ઢાંકે ઝાઝાં,

ઓહો! તેના, નયન સઘળાં છેક ઊંડે ગયલાં.

કેવી રીતે, અડગ મનથી ઝીલતી ઘાવ ભારી,

જો હોતી , દરીદ્ર કુમળી એક બાળા ભિખારી?”

ત્યાંતો વાગ્યો, નિજ નયનથી સે ભાલેશું પાણો,

પાડી તેણે, રુધિર વહેતાં, ચીસ મોટી, “બચાવો.”

દોડીને મેં સહુંબાળકને, ભાગવાને કહ્યું તો,

હસ્યાં તેતો મમ વચનથી, “થાય તારી સગીએ?”

એથી મારા રુદય પર કો, ઘાવ ભારી પડ્યોને,

પછો કીધો, ગરમ થઈને, બોલતો મારવાને.

 

ત્યાં તો ધીમે, અનિલ લહરે, આવતા શબ્દ ધીરા,

રેવાદોને, મુંજ અનુજ , છો મને મારતાએ

કીધા પાપો પૂરવ જનમે, કૈહશે ભૂલથી મેં

તેનો આતો જીવનબદલો બાળ વાળે હવેતો!”

સાજમેવાડા

 

Read Full Post »

મનશ્રીકૃષ્ણમયથઈજાયપછીરાતદિવસએનાજધ્યાનમાંમસ્તરહેછે. એવુંજકંઈઅનુંભવાયુંઅનેરચનારચાઈ. મજાનીવાતબનીકેમારીપહેલાંનીકૃતિઓમાંકૃષ્ણ, કાનજી, કહાનકેશામળીયાનાશબ્દવપરાયાછે, આમાંમોહનપરલખાયું, જાણેકેનરર્સિહમહેતાથીમીરાંનેમળ્યો. ખાશનોંધનિયલાગ્યુંકેમનનીઅનેમોહનનીવાતોકરતાંક્યારેમનઅનેમોહનએકથઈમનમોહનથઈગયાખબરનાપડી.

મનમોહનતનેગમતું

મોહનમારુંમનડુતારુંનામઅહર્નિશજપતું,

વેનુનાદેમગનથઈનેભાનભૂલીથનગનતું.

ગોવર્ધનનાશિખરપરએનૃત્યકરીવિચરતું,

મોરબનીનેટહૂકેટહૂકેમોહનમોહનરટતું.

સુધાતુરનયનોમાંજોયુચાતકસમતરસ્યું,

આવોપ્યારામોહનમારાચરનપડીમનહરખ્યું.

રાસરચ્યોતેંનભમંડળમાંકેવીકરેરમઝટતું,

વ્રજનારીરાધાનેપગલેઝાંઝરથઈઝણઝણતું.

જમનાજળમાંસ્નાનકરીનેફૂલખીલ્યુંમઘમઘતું,

સાજનેભક્તોનીસંગેમનમોહનતનેગમતું.

સાજમેવાડા

રાગભૂપકલ્યાણ

Read Full Post »