Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મૃદંગ’

ઘણા વખત પછી એક નવી ભક્તિ રચના રજુ કરું છુ. ઘણા પ્રયત્નો કરવા છતાંયે મન ગોકુળ, ગોવર્ધન, ગોપ-ગોપીઓ, કાલિંદી ઘાટ, અને વૃજના કૃષ્ણને ભૂલતું નથી. એમને છોડીને ક્યાં જવું?

83-Radhe-Krishna-Dhun-રાધે કૃષ્ણ ધૂન

કૃષ્ણ કહેતાં દ્વારિકાને, રાધા કહેતાં વૃજ,

યાદ કરીને પાવન થઈએ, પ્રેમ-ભક્તિને રંગ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

જશોદા કહેતાં માતાજીને, બાબા કહેતાં નંદ,

રાસ રચાવે યમુના તટ પર, રાધાજીને સંગ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

ગોકુળ કહેતાં ગોવર્ધનને, નાથે કાળો ભુજંગ,

વેણુ વાજે વનરાવનમાં, સુંદર કરી ત્રિભંગ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

“સાજ” કહેતાં મૃદંગ વાગે, થાપ દીધી બુલંદ,

રાધે રાધે રટણ કરતાં, મૂક્તિનો આનંદ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

 “સાજ” મેવાડા

Advertisements

Read Full Post »

શ્રીકૃષ્ણ જન્મના પ્રસંગ ઉપરની આ રચના તમને અચૂક ગમશે. સમયના અભાવે પ્રસંગ સચવાયો નહીં. ઘણા મિત્રોની વિનંતિને માન આપી આવખતે ફિલ્મી ગીતના ઢાળ-રાગ ઉપર લખવા પ્રયત્ન કર્યો છે. જોકે મને કોઈની ધૂન કે સ્વર રચનાની કોપી કરવાનું ગમતું નથી, હું મારાં ગીતની સ્વરરચના જાતેજ બનાવું છું.

હા, કોઈવાર કોઈ ગીતની છાયા આવી જાય, પણ એ અનાયાશે જ થયું હોય છે. મારા ઘણા ભજનિક મિત્રો પોતાની જાતે જ ઘણીવાર ફિલ્મી ધુનમાં બેસાડી ગાતા હોય છે, એ નોંધનિય ખરું.

તુર્ભુજહરિજનમ્યાઆજે 

દેવકીને વસુદેવને હૈયે હરખ ના માય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

ગગન મેઘ ઘનઘોર ગાજે, વિજળી કરે ચમકાર,

મધ્ય રાતને શ્રાવણ માસે વદ આઠમ અંધકાર,

મથુરા નગરી નિંદરે ડૂબે, યમુના જળ ઊભરાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

ધર્મકાજે પ્રભુ પ્રગટ્યા અવનિ પામે સુખ,

શંખ ચક્ર પદ્મ ગદાધારી, શ્યામ સુંદર મુખ,

શ્રીવત્સ ચિન્હ કાને કુંડળ, મણિમુકુટ શોહાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

નમન કરીને વિનવે પ્રભુને, તજીદ્યોને આ રુપ,

બાળ અમારો જનમ્યો જાણી, મારશે મથુરાનો ભૂપ,

શિશુ હરિને ગોદે લઈને, વસુદેવ ગોકુળ જાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

યશોદાજીને દિકરી જન્મી, યોગમાયાનો અવતાર,

નંદલાલ થઈને હરિ પોઢ્યા, જગના તારણહાર,

બાળકી બદલીને લાવે વસુદેવ, કેદ ફરી પુરાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

નંદઘેર ઉત્સવ આજે, જશોદા સુત કહેવાય,

મૃદંગ ઢોલ નગારાં વાગે, દેવો સ્તુતિ ગાય,

“સાજ” સજીધજી વધાઈ દેવા નંદજીને ઘેર જાય,

ચતુર્ભુજ હરિ જનમ્યા આજે દિવ્ય દર્શન થાય.

‘સાજ’ મેવાડા 

( રાગ – મેરા જીવન કોરા કાગજ )

Read Full Post »

રામનવમી

આવી રહીછે ત્યારે, ચાલો આજે ભગવાન શ્રીરામને અને રામાયણને યાદ કરીએ, કંઈક જુદી રીતે. હઠ એક એવી માનવ પ્રકૃતિ છે જેને વશ થવાથી શું નું શું થઈ શકે છે બતાવવા પ્રયત્ન કર્યો છે. હઠ મંથરાની કે રાવણની હોઇ શકે અને સામે શબરી, કેવટ, મીરાં કે સીતાજીની હોઇ શકે. હઠ સાત્વિક હોયતો સારુ લાગે અને પરિણામ પણ સારુંજ આવે. અને તમસ હઠ હોઇતો પરિણામ ઘણા ગંભિર અને દુઃખદાયક આવે સમજાય એવી વાત છે.         

 

……મારા રામજીની વાતો યાદ કરીએ(),

એવા, હઠના સૌદારે નવ કરીએ…()

દશરથનો પ્રાણ ગયો, કૈકૈયીએ કંથ ખોયો,

ભરતને રાજગાદી દેવા,

વનને મારગ મારો રામજી સિધાવે,

જાનકીને લખન કહે જઇએ………એવા.

માયાવી મૃગને જોઈ, જાનકી માતા પણ મોહે,

પ્રભુની લીલા તેને કહીએ,

બળીયોને જ્ઞાની તોયે સાધુ ના વેશે આવે,

લંકાના રાજાને શું કહીએ?…………એવા.

હઠ કરોતો એવી શબરી ને કેવટ જેવી,

પ્રભુના પ્રેમે તરી જઈએ,સાજબન્યો છે પ્રાણી, મૃદંગના રુપે જ્યારે,

નિજમંદિરે જઈ વસીએ………..એવા.

 

‘સાજ

મેવાડા 
રાગધાની

 

Read Full Post »