Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મેઘ’

195 – Angara Jevo-Gazal-અંગારા જેવો

કો’ ભઠ્ઠીના ભારા જેવો,

હું તો છું  અંગારા જેવો.

તારી આંખોનો પલકારો,

વિજળીના ઝબકારા જેવો.

દીપ હશે તો ઊંચે ચઢશે,

જીવન પથ ગુબ્બારા જેવો.

મેઘ ગરજતો નીલ આકાશે,

અનંતના  ઈશારા  જેવો.

ફૂલ ઉપર એ ઝાકળ લાગે,

પ્રેમ નદીની ધારા જેવો.

ના સમજો તો કે’વું પડશે,

કોઇ નથી અહીં મારા જેવો.

રાગ રચ્યો છે ‘સાજ’ તમે એ,

નરસિંહ ના કેદારા જેવો.

-‘સાજ’ મેવાડા

  

 

 

 

 

 

Advertisements

Read Full Post »

   157-સમજાવી ગઈગઝલ

મોઘમ હતી એ વાત સમજાવી ગઈ,

મારા હ્રદયનો બાગ મ્હેકાવી ગઈ.

વાદળ હજીએ ચાંદનો પીછો કરે,

તારી રમત આબાદ હંફાવી ગઈ.

ભૂલી ગયોતો પ્રેમ જેવું કૈંક છે,

તારી ફરીથી યાદ તો આવી ગઈ.

આ મેઘ ગરજે, એક ટહુંકો કોકિલ કરે,

ને કોકિલા પણ ડોક ઝૂકાવી ગઈ.

લો, ‘સાજની સંવેદના વરસી પડી,

તારા વિરહની આગ સળગાવી ગઈ.

 -‘સાજમેવાડા

157-Samjavi gae-Gazal

Read Full Post »

મિત્રો, આજની નવી ગઝલ માણવી જરુર ગમશે તમને!

 

110-Gazal-ગઝલતી કરે

કોણ આ દરિયા મહીં ભરતી કરે?

લાંગરેલી નાવ ડગમગતી કરે?

મેઘને હું દૂત મારો ના કરું,

માર્ગમાં જો વિજળી જપ્તી કરે!

વાદળોયે મનભરી વરસી પડે,

વૃક્ષ સાથે વાયરો મસ્તી કરે.

અંગ મારાં કોણ છેદી જાય છે,

આર્તનાદે ગર્જના ધરતી કરે.

થાય જો તારી કૃપા મા શારદા,

લેખિની આ સાજની લખતી કરે!

  • સાજમેવાડા
  • વજન – ગાલગાગા ગાલગાગા ગાલગા.

Read Full Post »