Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘યાદ’

202-Aalapshe-Gazal-Saaj-Mevada-

            આલાપશે-ગઝલ

જીદ તારી જીવતરને બાળશે,

યાદ મારી રાતભર તડપાવશે,

સાંભળે છે આંખ આડા કાન દઇ,

વાત વાતે નામ મારું આવશે.

જો નિયમથી ના રમે તો દાવમાં,

આખરે તું જીતમાં પણ હારશે.

છોડ ઊખેડી ફરી રોપો નહીં,

એ સુકાશે કોણ આંસું સારશે?

મ્હેલમાં શણગાર તારા લાખના,

ભાલપરનો ડાઘ તો શરમાવશે.

ઘર કરે છે રેત ભીની છીપનું,

કાળ દરિયો સહેજમાં એ તાણશે.

‘સાજ’ જંતરમાં દરદને છેડ મા,

કોઇ શેણી સાંભળી આલાપશે.

-‘સાજ’ મેવાડા

 

 

Advertisements

Read Full Post »

186-રાખું છું-ગઝલ
ધર્મની આગવી દીવાલ રાખું છું,
આ તિલક ખાસ મારે ભાલ રાખું છું.
ઘાવ ઊંડા કરે છે લોક દુનિયાના,
વારને ખાળવાને ઢાલ રાખું છું.
હોય મઝધારમાં ડૂબી જવાનો ડર,
નાખૂદા પર ભરોસો હાલ રાખું છું.
યાદ એની હ્રદયના શૂળ જેવી છે,
વેદનાની દવા તત્કાલ રાખું છું.
ભૂલ મારી કદી થઇ જાય ત્યારે હું,
ગાલ પર દઇ તમાચો લાલ રાખું છું.
‘સાજ’ મક્તા કહે પણ દાદ ના દેશો,
ના મળ્યો શબ્દતો ગાગાલ રાખું છું.
-‘સાજ’ મેવાડા

Read Full Post »

 

મિત્રો,
આ સોનેટ, ગઝલના છંદમાં લખાયું છે.(Shakespearian style). આમાં ઉપયોગમાં લીધેલા દિવંગત અને હયાત કવિઓની ક્ષમા યાચના સાથે રજુ કરું છું. આપની સલાહ કે સુચન હોયતો જરુરથી જણાવશો, શક્ય લાગશે તો સુધારણાનો અવકાશ છે જ.
184-સોનેટ-ગઝલ
(Shakespearian Sonnet in Gazal)
નામ એનું સખી લખી નાખે,
કલ્પના હોય ઉર્વશીવરની;
કોઇ તો નામ સાચુંયે નાખે,
કોણ છે એ દરેક શાયરની?

જો, સુ.જો.ની મૃલાણ છે સુંદર,
કોઇ લીલા સદાય રાંદેરી;
એક સોનલ રમેશની દિલબર,
તો જવાહર કહે ફના દર્દેરી.

જીંદગીભર રહી તડપ મારી,
સુર્યમુખી સમો બની તારો;
રોજ ઝૂકી ગઈ નજર મારી,
સ્રોત ઊર્જા-ઉજાસ તું મારો.

આમતો સૂર્ય છે નજર સામે,
‘સાજ’નો પ્રેમ છે કૃષ્ણ નામે.
-‘સાજ’ મેવાડા

184-Sonnet-gazal-Saaj Mevada

 

 

Read Full Post »

      168-અણધાર્યો હતોગઝલ.

અણસાર તારા દિલનો અણધાર્યો હતો,

સમજી તને, એણે મને, વાર્યો હતો.

તણખા સમી છે યાદ તારી અજનબી,

એથી જ મેં આવેગને ઠાર્યો હતો.

હિંમત કરી પકડ્યા પછી, મેં આખરે,

ઈચ્છા તણા ભોરિંગને માર્યો હતો.

જીતી જવાની શક્યતા મારે હતી,

તારા ભરોશે જીંદગી હાર્યો હતો.

થાકી ગયો છેસાજશોધીને તને,

માથે કદી તેં હાથ પસવાર્યો હતો.

-‘સાજમેવાડા

 Visit – Venunad.wordpress.com

168-andhaaryo-hato-gazal-saaj-mevada

 

Read Full Post »

                142 – જવાની- ગઝલ

પડે વીજળી તોય છટકી જવાની,

નથી પ્રેમની ડાળ બટકી જવાની.

અમારી નજરથી મળી ગઇ તમારી,

ઘણું રોકશો તોય મલકી જવાની.

થયા અપશુકન તો, વળી જાવ પાછા,

અકારણ ભરી ચાલ, અટકી જવાની.

ખબર છે મને કે નથી આવવાના,

કરો યાદ તો આંખ ફરકી જવાની.

તમે મૌન રાખી મહોબત જતાવી,

કરીને મુલાકાત નક્કી જવાની.

નથી રાહબર કે નથી ધૃવ તારો,

તમારા વિનાની જાત ભટકી જવાની.

અમે પ્રેમની જ્યોત રાખી જલાવી,

તમારા સુધી ‘સાજ’ અડકી જવાની.

   -‘સાજ’ મેવાડા

142-JavanI Gazal-Saaj Mevada

Read Full Post »

01AugSun2011SaajAt MahendrabhaIPlace 044 (2)

મિત્રો, આજે ખૂબજ જાણીતા ગઝલના છંદમાં એક નઝમ પ્રસ્તુત કરું છું. આપને ગમશે અને ગાવાની ઈચ્છા થાય તો તે પણ સારી રીતે થઈ શકશે, કારણ કે ઘણા ફિલ્મી ગીતો અને ગઝલો આ છંદમાં જાણીતી છે.

116 – ..આવેછે (નઝમ)

તમારા પ્રેમનો અણસાર વારંવાર આવે છે,

ઝરણ થઇને હ્રદયથી એ નયનને દ્વાર આવે છે.

મિલનની વાત જીવનમાં અધુરી છે, અને રહેશે,

તમારા મહેલનો રસ્તો ઘણો દુશ્વાર આવે છે.

તમે આવો કદી મળવા અમારા કોઇ સપનામાં, 

તમારી યાદના વંટોળ પારાવાર આવે છે.

તમે આતમ તણા ભેરુ, ભલેના જન્મના સાથી,

ગઝલના શૅર થઇને નામ અધ્યાહાર આવે છે.

તમારા ગીતને ગાવા, અમેતો સાજથઇ બેઠા,

વગાડો તાલને સરગમ, જુઓ દિલદાર આવે છે.

-‘સાજમેવાડા, વજન – લગાગાગા x

Read Full Post »

-યાદ

યાદના શૂળ જખમી કરે,

વેદના એમ વસમી કરે.

‘સાજ’ મેવાડાJane kahaan gaye vo din-photo

ચાહવું એ કોઈના વસમાં નથી,

આ મિલનતો આખરે નિયતિ કરે!

– ‘સાજ’ મેવાડા

Read Full Post »

Older Posts »