Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાગ’

214 – Lagado Chho – લગાડો છો – ગઝલ

જખમ તો કયારના દીધા, મલમ આજે લગાડો છો!

ફરીથી લાગણી દિલની, હવે શાને જગાડો છો?

અમે વીણ્યા હતા કાંટા, તમારા પંથના કાયમ,

તમે બાવળ, અમારા આંગણામાં પણ, ઊગાડો છો.

સમય વીત્યો, ના આવશે પાછો, ખબર છે ને?

કરીને યાદ દુ:ખોને, હવે જીવન બગાડો છો.

ભલે દરકાર ના કરતા, છતાં નિદૅય થયા શાને?

નિમંત્રીને, સભામાંથી વિના કારણ ભગાડો છો.

અનેરાં ગીત ગાયાં છે, સુરીલા ‘સાજ’ની સાથે,

છતાંયે, રાગમાં સરગમ તમે ખોટી વગાડો છો.

    -‘સાજ’ મેવાડા      25 July 2018

 

Read Full Post »

195 – Angara Jevo-Gazal-અંગારા જેવો

કો’ ભઠ્ઠીના ભારા જેવો,

હું તો છું  અંગારા જેવો.

તારી આંખોનો પલકારો,

વિજળીના ઝબકારા જેવો.

દીપ હશે તો ઊંચે ચઢશે,

જીવન પથ ગુબ્બારા જેવો.

મેઘ ગરજતો નીલ આકાશે,

અનંતના  ઈશારા  જેવો.

ફૂલ ઉપર એ ઝાકળ લાગે,

પ્રેમ નદીની ધારા જેવો.

ના સમજો તો કે’વું પડશે,

કોઇ નથી અહીં મારા જેવો.

રાગ રચ્યો છે ‘સાજ’ તમે એ,

નરસિંહ ના કેદારા જેવો.

-‘સાજ’ મેવાડા

  

 

 

 

 

 

Read Full Post »

189-થાય શું?- ગઝલ

દૂરથી નોટો નિહાળે, થાય શું?
કામ એનું ટંકશાળે, થાય શું?
હોયના વિશ્વાસ એને જાત પર,
રોજ સિક્કો એ ઉછાળે, થાય શું?
કાપવાનો વૃક્ષ કઠિયારો હવે,
ઊભવાનો એજ ડાળે, થાય શું?
હોય છે સંબંધ લોહીનો છતાં,
અંતમાં તો એ જ બાળે, થાય શું?
પ્રેમ બચપણથી હતો, આજેય છે,
હાલ એ મળવાનું ટાળે, થાય શું?
*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,
પ્યાસ ભટકે રણ વચાળે થાય શું?
વેદના વધતી જશે તો ગીતમાં,
રાગ ભૈરવ ‘સાજ’ ઢાળે, થાય શું?
-‘સાજ’ મેવાડા
* અવસરિયત ગઝલ સ્પર્ધાનો મિસરો.

189-Thay shu-Gazal-Saaj Mevada

Read Full Post »

179-જંતર બને-(ગઝલ)

લાગણીમાં બોજ આ ભણતર બને,

એજ બુધ્ધિ દિલનું જો કળતર બને.

ના રહે એનો ભરોસો કોઇને,

હોય અંગત તે છતાં નડતર બને.

જિંદગી જીવી જવાનું મોંજથી,

ખેતરો ખેડ્યા વિના પડતર બને.

સત્ય આખર જૂઠથી જીતી જશે.

એ સનાતન સંત નો ઉત્તર બને.

એ જ છે કરતાર તોયે શું કરે?

એક ખંજર એકતો બખ્તર બને.

ઓ હ્રદય કચડાઇજા આનંદથી,

ફૂલ પીસાયા પછી અત્તર બને.

રાગ ભૈરવ છેડતોના ‘સાજ’ તું,

પ્રેમનું તારું કદી જંતર બને.

  ‘સાજ’ મેવાડા

 

Read Full Post »

મિત્રો,

મારા બે ગીતનો સમનવ્યય કરીને આ ‘રાસ’ નું રેકોર્ડીંગ થયું છે.

છંદમાં-

મોહન મારું મનડું તારું નામ અહર્નિશ જપતું,

વેણુનાદે મગન થઈને ભાન ભૂલી થનગનતું.

ગોવર્ધનના શિખર પરએ નૃત્ય કરી વિચરતું,

મોર બનીને ટહૂકે ટહૂકે મોહન મોહન જપતું.

રાસ ગીત- કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ..

સખી મને ઘડીએ ના આવે ચેન,

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ.

જશોદાજી ગોરા ને ગોરા છે નંદ,

મેઘલી રાત સમું કાળું તારું અંગ,

સહેજ કીધું કાના તું ગોરો નથી કેમ?…..કાનો મારો.

માખણની ચોરી કરે વર્તાવે કેર,

નંદ ઘેર ભર્યા છે માખણના ઢેર,

સહેજ કીધું કાના તું ચોરી કરે કેમ?…..કાનો મારો.

વેરણ મારી રાતડી ને ભલે થાયે ભોર,

વેણુની ધૂન વાજે આઠે પહોર,

સહેજ કીધું કાના તું વહાલો લાગે કેમ?…….કાનો મારો.

બાંય ઝાલી હૈયે લીધી પ્રેમ ભરે નેણ,

કાનમાં કીધા મને મીઠામધ વેણ,

‘સાજ’ના સ્વામી તને જાણ્યો નહીં કેમ?……કાનો મારો.

છંદ,

રાસ રચ્યો તેં નભ મંડળમાં કેવી કરે રમઝટ તું,

વ્રજ નારી રાધાને પગલે ઝાંઝર થઈ ઝળઝણતું.

જમના જળમાં સ્નાન કરીને ફૂલ ખીલ્યું મઘમઘતું,

‘સાજ’ને ભક્તોની સંગે મનમોહન તને ગમતું.

રચયિતા- ‘સાજ’ મેવાડા

ગાયક- નિલેશ પરમાર, તબલા-હિમાંશું ગગલાની,

સંગીત-અજીતભાઈ, કલહંશભાઈ, રેકોર્ડિસ્ટ-દિવ્યાંગ

Read Full Post »

મિત્રો,

ઘણા વખતે એક છંદમાં ગઝલ રચાઈ છે, આશા છે, આપને આ મારો પ્રયત્ન ગમશે, અને પ્રતિભાવ આપશો!

95 – ગઝલ   –    એ શું કરે?

જીવવું ઝેર થઈ જાય એ શું કરે?

ખૂદમાં ખૂદ અટવાય એ શું કરે?

એમના પ્રેમની રાહ જોયા કરી,

આવતાં મૌત ભટકાય એ શું કરે?

ના કહે ભલે, સાબિતી આપું તને,

મુંજને જોઈ શરમાય એ, શું કરે?

રોજ વંચાય છે વાત છાપે ચડી,

ખૂબ અંગત કહેયાય, એ શું કરે?

સુરમાં ‘સાજ’ પાકો નથી તે છતાં,

અવનવો રાગ સર્જાય એ શું કરે?

-‘સાજ’ મેવાડા

છંદ:- ગાલગા ગાલગા ગાલગા ગાલગા

Read Full Post »

“પરમ” કલાકારની રચનાઓ.

Image

 

કોઈ મારામાં નીરંતર ગાયા કરેછે

અને હું એના શબ્દ શબ્દને,

લખી લઉં છું.

તાલ થઈ સંગીત થઈ વરસી પડે છે,

અને હું, એને ઝીલી લઉં છું.

રાગ અને રાગીણી બની મલકી ઉઠે છે,

અને હું એમાં ઝુમી લઉં છું.

કવિ શ્રી રમેશ પટેલ, “પ્રેમોર્મિ”

મારા તત્કાલિન મિત્ર માનનિય શ્રી રમેશ પટેલ, ‘પ્રેમોર્મિ’ ના આ શબ્દો મારી આ દરેક રચનાને લાગું પડેછે. અને દ્વારિકાના મારા માનનિય મિત્ર અને મારી પુસ્તિકા, ‘વેણુનાદ’ નો અર્થ સભર પ્રાસ્તાવિક અભિપ્રાય લખી આપનાર શ્રી ઈશ્વર પરમાર સાહેબે પણ આવું જ કંઈક લખ્યું છે,

        “ ‘સાજ’ એટલે સાધન, શણગાર કે વાજિંત્ર, વાજિંત્ર જાતે નથી વાગતું પણ કોઈ કલાકાર તેને વગાડે છે. કવિ જાતે કવિતા નથી રચતા પણ કોઈ “પરમ” કલાકાર તેને રચવા પ્રેરે છે. કવિ ‘સાજ’ના સંદર્ભે એ “પરમ” કલાકારને પરમાત્મા તરીકે ઓળખવામાં કોઈ ચૂક થતી નથી.”

તો મિત્રો! પધારો ‘પરમ’ની મારી અનુંભૂતિના પંથે.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

તો શું કરું..

આ દર્દની દવા નથી,તો શું કરું?

મન મારું માને નહીં તો શું કરું?

સમજમાં કદી આવે નહીં આ મને,

તારુ સ્મરણ થયા કરે તો શું કરું?

કોઈને કહી નથી આ વાત મેં,

તને કહેવાનું થયા કરે તો શું કરું?

રાત આખી જાગતો પડી રહ્યો,

આવે સવારે ઊંઘ તો શું કરું?

હાથે લીધો જામ પણ ખાલી રહ્યો,

સાકી ના રેડે શરાબ તો શું કરું?

‘સાજ’ તો ગાઈ રહ્યો છે આ રાગને,

તાલ તારો ના મળે તો શું કરું?

‘સાજ’ મેવાડા

(એક તિવ્ર વેદનાની પળે લકાયેલી ગઝલ જેવુ કઈંક) 

Read Full Post »