Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાત’

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi-Saaj Mevada

188-ગઝલ-રોકાતાં નથી-Rokatan Nathi

આ દિવસ ને રાત રોકાતાં નથી,

માનવીનાં દર્દ બદલાતાં નથી.

પાપના ડાઘા પડ્યા છે જાત પર,

એ હવે ગંગામાં ધોવાતાં નથી.

કંઠમાં ડૂમો ભરી વેઠ્યા કરો,

કોઈથી પણ આંસું લોવાતા નથી.

આવશે તો આવશે એ પાનખર,

ફૂલ કાગળના જ કરમાતા નથી.

રાખ તારા ‘સાજ’ને અભરાઈ પર,

ગીત આજે કોઇ પણ ગાતાં નથી.

-‘સાજ’ મેવાડા

 

 

Advertisements

Read Full Post »

178 – પંચાત કરે છે – ગઝલ

બે ધારે આઘાત કરે છે,

મોઘમ મોઘમ વાત કરે છે.

સમજે છે એ સૌને મૂરખ,

પોતાને પણ મ્હાત કરે છે.

અન્યોને એ નીચા માની,

કાયમ ઊંચી જાત કરે છે.

વેરણ એની ઊંઘ બને તો,

ઝળહળ આખી રાત કરે છે.                  

શાયર નામે ‘સાજ’ તમારો,

કોની આ પંચાત કરે છે?

  ‘સાજ’ મેવાડા

 

 

 

 

Read Full Post »

163-બનાવી છે-ગઝલ

તસ્વીર તો એણે સુંદર બનાવી છે.

ને રંગ પૂરી થોડી મેં સજાવી છે.

ગુલાબ સાથે કાંટા હોય તેથી શું?

એની સુગંધીને મેંતો વધાવી છે.

આ જિંદગીતો અંતે રાખ છે જાણી,

મેં ગેબને પંથે ધુણી ધખાવી છે.

સામે હતી મંઝિલ પહોંચી શકાયું ના,

એવા વિચારે મેં રાતો વિતાવી છે.

પાગલ ગણો છો, પણ આ ‘સાજ’ ઢોંગી છે.

તારી ગલી એણે સાચી બતાવી છે.

-‘સાજ’ મેવાડા

163-banavi-chhe-gazal-saaj-mevada

Read Full Post »

       159-કવન થઇ ગવાયા છો (ગઝલ)

મઝાની રાત મૌસમ છે, કહો શાને રિસાયા છો?

નથી જો પ્રેમ એ ગૂનો, વગર કારણ દુભાયા છો.

અમારી ભૂલ બતલાવો, સજા પણ પ્રેમથી આપો,

ધરીને મૌન બેઠા છો, અમારા પર ખિજાયા છો?

તમારો પ્રેમ હોવાનો અમે વિશ્વાસ રાખ્યો છે,

અમે કે’તા નથી તો પણ, નથી માન્યા પરાયા છો.

તમે આંસું છૂપાવો છો, અમારી યાદ આવે તો,

અમારી જિંદગી મોંહે, તમે સૌથી સવાયા છો.

જરા કાને ધરો તો ‘સાજ’ની સરગમ મધુરી છે,

અમારા શ્વાસમાં કાયમ, કવન થઇને ગવાયા છો.

–     ‘સાજ’ મેવાડા

159-Kavan thaine Chhavaya Chho-Gazal Saaj Mevada

Read Full Post »

મિત્રો આજે આ નવી ગઝલ માણો.

 

                  જીવન

 

મ્હોરુંપેરી દુનિયામાં જીવવાનું હોયછે,

રંગભૂમિ જે કરાવે ખેલવાનું હોયછે.

 

આ ભિખારી ઊંઘમાંછે, છેડશોના સહેજપણ,

બંગલામાં રાતઆખી જાગવાનું હોયછે.

 

મિત્રતા કે વંશમાટે, પ્રેમરાખે છે ઘણો,

આખરેતો બધાને ભૂલવાનું હોયછે.

 

જન્મ ટાણે હેતથી ઝૂલાવતી મા પારણે,

અંતવેળા ઠાઠડીમાં ડોલવાનું હોય છે.

 

નાસમજછેસાજ‘, નાપૂછો ગઝલના સારને,

ઝાંઝવાનાં નિરજોતાં દોડવાનું હોયછે.

 

– ‘સાજમેવાડા

ગાલગાગા x ગાલગા

Read Full Post »

Maha Ras

 

આભમાં ચાંદોને અજવાળી રાત,

 વૃજમાં કાનુડો રમાડે રાસ.

રાધા ને ગોપીઓને રમવાની આશ,

વૃજમાં કાનુડો રમાડે રાસ.

 

એક એક ગોપી ને એક એક કાનજી,

કાન બને ગોપી ને ગોપી બને કાનજી.

બ્રહ્માંડે ગૂંજે રુડો વેણુનો નાદ,

વૃજમાં કાનુડો રમાડે રાસ.

 

 

બ્રહ્માજી નિરખે ને મોહે મહાદેવ,

યશોગાન કરીને વંદે છે દેવદેવ.

નભમાં ગાંધર્વો કરે સુગાન,

વૃજમાં કાનુડો રમાડે રાસ.

 

રાધાને ગોપીઓ દિવ્યાનંદે રાચે,

મનહર નટવર નિરખીને નાચે,

ગાન કરી સુખપામે મુગ્ધ થઈ ‘સાજ’

વૃજમાં કાનુડો રમાડે રાસ.

ચારણી દોહા

કંગન ખણકે, ઝાંઝર ઝણકે, ચરણ થડકે, ગોપનારી;(૨)

ઉરજ ધડકે, કંચુકી તૂટે, કમર લચકે, વૃજનારી.(૨)

નટખટ નટવર, વેણુવાજે, ત્રિભંગ મૂરત, વનમાળી;(૨)

દિવ્યાનંદે, દેહભાન ભૂલે, રાસ રમે છે રાધારાણી,(૨)

રાગ-સારંગ 

“સાજ” મેવાડા

Read Full Post »