Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાહ’

     176-ચાલવાનું રાખજેગઝલ

દૂર છે મંઝિલ ઘણી, પણ ચાલવાનું રાખજે,

ચૂભશે પગમાં કણી, પણ ચાલવાનું રાખજે.

હો પ્રલોભન દર વળાંકે રાહમાં તારી ભલે,

જોઇલે એના ભણી, પણ ચાલવાનું રાખજે.

એક છે મંઝિલ બધાની એમ એ તારીય છે,

દુઃખને અંતિમ ગણી, પણ ચાલવાનું રાખજે.

કેટલા વાડા મળે ને કેટલી છે આડશો,

તોડ, જે ભીંતો ચણી, પણ ચાલવાનું રાખજે.

સાજતારા સૂરમાં છેડ્યા કરે એવી ગઝલ,

લે દરદ સઘળાં હણી, પણ ચાલવાનું રાખજે.

-‘સાજમેવાડા

Advertisements

Read Full Post »

162-ગઝલ- શું વળે?

આભમાં તાક્યા કરો તો શું વળે?

જાતને ભૂલ્યા કરો તો શું વળે? 

જિંદગી આખી મળી છે માણવા,

લાશ થઈ જીવ્યા કરો તો શું વળે?

આવશે તો કોઈ રોકી ના શકે,

મોતથી ભાગ્યા કરો તો શું વળે?

જીવતરનો પંથ ભારે અટપટો,

એકલા ચાલ્યા કરો તો શું વળે?

ક્યાં જવું એ ખબર રાખી નહીં,

રાહમાં પૂછયા કરો તો શું વળે?

ચાંદ સાગર સમ અધુરો પ્રેમ છે,

દૂરથી ચાહ્યા કરો તો શું વળે?

સાજસાથે ગીત ગાવું હોયતો,

સમ બધે ચૂક્યા કરો તો શું વળે?

-‘સાજમેવાડા

162-shu-vale-gazal-saaj-mevada

Read Full Post »

મિત્રો,

ઘણા વખતે એક છંદમાં ગઝલ રચાઈ છે, આશા છે, આપને આ મારો પ્રયત્ન ગમશે, અને પ્રતિભાવ આપશો!

95 – ગઝલ   –    એ શું કરે?

જીવવું ઝેર થઈ જાય એ શું કરે?

ખૂદમાં ખૂદ અટવાય એ શું કરે?

એમના પ્રેમની રાહ જોયા કરી,

આવતાં મૌત ભટકાય એ શું કરે?

ના કહે ભલે, સાબિતી આપું તને,

મુંજને જોઈ શરમાય એ, શું કરે?

રોજ વંચાય છે વાત છાપે ચડી,

ખૂબ અંગત કહેયાય, એ શું કરે?

સુરમાં ‘સાજ’ પાકો નથી તે છતાં,

અવનવો રાગ સર્જાય એ શું કરે?

-‘સાજ’ મેવાડા

છંદ:- ગાલગા ગાલગા ગાલગા ગાલગા

Read Full Post »

(94)  અલગારો રહ્યો.

જેણે બદલ્યો રાહ પરભારો રહ્યો,

વિસામાનો સાથી જન્મારો રહ્યો.

વાવેલા સપનાનો સધિયારો રહ્યો,

તમને ખૂશીથી દેખનારો રહ્યો.

વર્ષોના સંતાપે ધખારો રહ્યો,

આંખનો વરસાદ પણ સારો રહ્યો.

અંતરમાં ગૂંજતો એકતારો રહ્યો,

તું હી તું હી નાદ એકધારો રહ્યો.

એકલપંથી સાજઅલગારો રહ્યો,

હરદમ મારા ઈશનો સહારો રહ્યો.

-‘સાજમેવાડા

Algaro rahyo-Gazal-Saaj Mevada

Read Full Post »

Recently on March 28, 2010 the ‘Sunday Times of India’ Ahmedabad, has highlighted the story of some welknown doctor’s writings, in the article by Shobha john, “WRITE PRESCRIPYION Indian doctors put down their scalpels and stethoscopes…briefly”. A few of them I know and read their books too. One of them is Kavery Nambisan, herself being a surgeon, her protrayal of characters in her novels are amazing. The starting of this article is with a quote:

 “Medicine is my lawful wife, and literature is my mistress. When I get fed up with one, I spend the night with the other.” –Anton Chekhov

જોકે આ બધું લખવાનો મારો આશય એજ કે કશુંજ ના સુઝે ત્યારે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ એ પ્રમાણે નવી રચના, ભજન કે કવિતા લખાય ત્યાં સુંધી મારી રચનાઓ ઉપર મિત્રો, લેખકો અને ભાવકોના વિવિધ અભિપ્રાયો રજુ કરું છું. આ મારી પોતાની આત્મષ્લાધા નથી. વાંચીને તેઓના આનંદ સભર હૃદયમાંથી નિકળેલા શબ્દો છે. બાકી શ્રી દ્વારકાધીશની કૃપા વગર આવું થઈ ના શકે. મિત્રો ને વિનંતિ કે નવી રચના આવે, રચાય ત્યાં સુધી રાહ જોજો.

આભાર.

‘સાજ” મેવાડા

Read Full Post »