Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સમજ’

183-છોડીદે-ગઝલ
જાતને સંહારવાનું છોડી દે,
જીવને સંથારવાનું છોડી દે,
પગતો થંભી ગયા છે ઊંબરે,
પંથને કંડારવાનું છોડી દે.
આખરે ગંગા તટે પ્હોચી ગયો,
નાવને હંકારવાનું છોડી દે.
દ્રૌપદી તો સૂતને વરશે નહીં,
બાણને ટંકારવાનું છોડી દે.
નાસમજ છે સૂર સાથે ‘સાજ’ની,
તારને ઝંકારવાનું છોડી દે.
-‘સાજ’ મેવાડા

Advertisements

Read Full Post »

  182-જીવન-ગઝલ

જીંદગી છે શક્યતાની પાર પણ,

એ હકીકત છે સમજની બા’ર પણ.

એ જ સાચો જીંદગીનો સાર પણ,

દુઃખમાંયે સુખ છે બે ચાર પણ.

ઝૂઝવામાં વીતશે આ જીંદગી,

છે જીવનમાં ઈશનો આધાર પણ.

જીવતરતો એક એવો ખેલ છે,

હોય એમાં જીત, સાથે હાર પણ.

અંતકાળે થઇ જશે એનું મિલન,

ધૂળ ભેગી રાખ, લાગે વાર પણ.

‘સાજ’ સાજીંદા વગર ગાતો નથી,

રાગિણી છે કંઠમાં દમદાર પણ.

-‘સાજ’ મેવાડા

  Venunad.wordpress.com

Read Full Post »

                142 – જવાની- ગઝલ

પડે વીજળી તોય છટકી જવાની,

નથી પ્રેમની ડાળ બટકી જવાની.

અમારી નજરથી મળી ગઇ તમારી,

ઘણું રોકશો તોય મલકી જવાની.

થયા અપશુકન તો, વળી જાવ પાછા,

અકારણ ભરી ચાલ, અટકી જવાની.

ખબર છે મને કે નથી આવવાના,

કરો યાદ તો આંખ ફરકી જવાની.

તમે મૌન રાખી મહોબત જતાવી,

કરીને મુલાકાત નક્કી જવાની.

નથી રાહબર કે નથી ધૃવ તારો,

તમારા વિનાની જાત ભટકી જવાની.

અમે પ્રેમની જ્યોત રાખી જલાવી,

તમારા સુધી ‘સાજ’ અડકી જવાની.

   -‘સાજ’ મેવાડા

142-JavanI Gazal-Saaj Mevada

Read Full Post »

મિત્રો, આજની ગઝલ જરા ઊંડા વિચારને લઈને ઉતરી છે, ગમશે તમને!       

112 – જો, તો ખબર પડે (ગઝલ)

આ ઊગતા સૂરજ ભણી જો, તો ખબર પડે,

આ ખીલતા ફૂલો કદી જો, તો ખબર પડે.

કુવા તણા એ દેડકાને ના સમજ કશી,

આકાશને પર્વત ચઢી જો, તો ખબર પડે.

કોને ચઢાવે દૂધને મેવા હરખ કરી,

આહાર ભૂખ્યા જન ગણી જો, તો ખબર પડે.

તારી ફરે છે આંગળી ચારે તરફ ઘણી,

તારા ભણી તું ફેરવી જો, તો ખબર પડે.

જાણી ગયો એતો અલખનો દાસ થઈ ગયો,

ગુરુ કરી એને મળી જો, તો ખબર પડે.

-‘સાજમેવાડા

વજનઃ ગાગાલગાx 3 લગા

Read Full Post »

મિત્રો આજે આ નવી ગઝલ માણો.

 

                  જીવન

 

મ્હોરુંપેરી દુનિયામાં જીવવાનું હોયછે,

રંગભૂમિ જે કરાવે ખેલવાનું હોયછે.

 

આ ભિખારી ઊંઘમાંછે, છેડશોના સહેજપણ,

બંગલામાં રાતઆખી જાગવાનું હોયછે.

 

મિત્રતા કે વંશમાટે, પ્રેમરાખે છે ઘણો,

આખરેતો બધાને ભૂલવાનું હોયછે.

 

જન્મ ટાણે હેતથી ઝૂલાવતી મા પારણે,

અંતવેળા ઠાઠડીમાં ડોલવાનું હોય છે.

 

નાસમજછેસાજ‘, નાપૂછો ગઝલના સારને,

ઝાંઝવાનાં નિરજોતાં દોડવાનું હોયછે.

 

– ‘સાજમેવાડા

ગાલગાગા x ગાલગા

Read Full Post »

મારા ઘણા મિત્રોને લાગતું હશે કે, ‘સાજ’ ભજન લખવાનું છોડીને ગઝલ પ્રત્યે કેમ વળી ગયો?

મારો જવાબ એ છે કે, કવિ, (હજી, ના કહો તો ચાલશે) જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોતો, અનુંભવતો હોય એજ લખે છે. આની લાંબી ચર્ચા કરતો નથી, પણ કોઈપણ સાહિત્યકાર, પછી તે કવિ હોય કે નવલકથાકાર, સાંપ્રત સમયના બનાવો, અંગત અનુંભવોને પોતાની સમજ, ઘડતર અને ભણતર પ્રમાણે વર્ણવી લખતો હોય છે. આ એક સત્ય છે, જે મારા પ્રતિષ્ઠિત ને નિવડેલા કવિ અને લેખક મિત્રો પણ સ્વિકારશે, એમાં બે મત નથી.

તો ચાલો આજે એક નવા અનુંભવની ગઝલ આપના પ્રતિભાવો માટે સાદર રજું કરું છું.

ખાસ નોંધ – બે દિવસ પહેલાં મારા એક અંગત મિત્રના માતાજી દેવલોક સિધાવ્યા, એમની અંતિમ ક્રિયા માટે  હું ૨-૩ કલાક સ્મશાનમાં રોકાયો હતો, એ દરમ્યાન મેં જે અનુંભવ્યું અને જે વિચારો આવ્યા એના પર આ ગઝલ રચાઈ છે. 

—જવાદેજો.

હૃદયના સૌ સંબંધોને જવા દેજો,

પછી ધીરે જનાજાને જવાદેજો.

સભામાંથી ભલે ચાલ્યો જવાનો છે,

સવેળા પાછલા દ્વારે જવા દેજો.

કપાયા જંગલોમાં, એક વૃક્ષ જે-,

સિંચેલું છે, વસંતે ફોરવા દેજો.

ઘણા કીધા, કરેલા કેસ જે ખોટા,

લખી, ‘નિર્દોષ છે’, છોડી જવા દેજો.

કદી એની જડે જો કોઈ નિશાની,

ડૂબાડી ‘સાજ’ ગંગામાં જવા દેજો.

-‘સાજ’ મેવાડા

Read Full Post »