Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘હાથ’

 

150 – Chhe Haji – છે હજી (ગઝલ)

ના થયો વરસાદ, મોસમનો ધખારો છે હજી,

થાય મૂશાળધાર હેલીનો ઇશારો છે હજી.

જીવતરનાં પગલાં, ભૂસાઇ ગયાં છે, સ્હેજમાં,

પ્હાડપરની સાચવેલી એ મઝારો છે હજી.

ફૂલદાનીમાં સજેલું ફૂલ લાંબું ના ટકે,

દલદલો ખરશે છતાં ફોરમ પ્રસારો છે હજી.

પાંખ ફૂટી ઉડશે આકાશમાં પંખી હવે,

વૃક્ષપર એ ઝૂલતો માળો બિચારો છે હજી.

રોકડાયે આપશું, જો ડાઘુંઓ છોડી જશે,

ઘાતથી છટકી જવાના પણ વિચારો છે હજી.

તૂટશે આસાજપણ સરગમ કદીના છોડશે,

એકતારો હાથ લાગ્યો, એ સહારો છે હજી.

-‘સાજમેવાડા

  Venunad.wordpress.com

150 – Chhe Haji – છે હજી (ગઝલ)

Read Full Post »

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

તારી કને આવી શકું મારા મહીં હિંમત નથી,

એવું નથી કે પ્રેમમાં તારા, મને નિસ્બત નથી.

રેખા નથી હાથે અને ભાલેય ખોટો લેખ છે,

મેળાપ જો ના થાય તો, કે’વું પડે કિસ્મત નથી.

આંધી મળી મઝધારમાં, ના ધૃવ તારો દિસે,

ડૂબી જશે આ નાવડી, ખૂદા કરે હરકત નથી.

તારો મળે જો પ્રેમ તો સઘળી સજા મંજુર છે,

મારો ગૂનો ચર્ચાય છે, તારા ઉપર તહોમત નથી.

ગાવા કહો છો ભૈરવી મહેફિલના આરંભમાં,

પહેલા સમારો ‘સાજને’ ગાનારને સંગત નથી.

-‘સાજ’ મેવાડા

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

Read Full Post »

મિત્રો,

લાગે છે કે શ્રી દ્વારકાધીશ મને બોલવા પ્રેરી રહ્યા છે. એટલે કે આ કાવ્યમાં છે એવું બોલાવે/લખાવે, કહેવડાવે છે, અને દ્વારકા આવવા મને બોલાવે પણ છે. નહીં તો આ સાંગોપાંગ રચના મહાભારત અને શ્રીમદ ભાગવત માંથી ક્યાંથી આવે?

 

139 …..ત્યારે બોલજે (ગઝલ)

આર્તનાદો કેદમાં પડઘાય ત્યારે બોલજે,

કામ જ્યારે કંશનાં ચર્ચાય ત્યારે બોલજે.

એજ મ્હેતા, એજ મીરાં, કૃષ્ણને પામી શકે,

હાથ બાળી, ઝેરને પીવાય, ત્યારે બોલજે.

જન્મભરનો સાથ ના દેશે તને કૃષ્ણ, તો,

ઝંખના રાધાતણી સહેવાય, ત્યારે બોલજે.

કુંતી સાથે કર્ણની સમજી શકે જો વેદના,

વ્યાસની એવી કથા જીવાય, ત્યારે બોલજે.

બાણ શૈયા હોય જ્યારે અંત તારો સાચવી,

જ્ઞાન તારું કોઈ પૂછીજાય, ત્યારે બોલજે.

કેમ આવે મોત એને પારધીના બાણથી?

કૃષ્ણ જેવો કૃષ્ણ પણ વિંધાય ત્યારે બોલજે.

ના મળે જો દિવ્ય દ્રષ્ટી ચૂપ રહેજેસાજતું,

પાર્થ જેવો મોહ છૂટી જાય, ત્યારે બોલજે.

       ‘સાજ’ મેવાડા

 

139-Tyare Bolje-Gazal-Saaj Mevada

Read Full Post »

     ૧૩૬-સારું થયું – ગઝલ

આમતો હું પણ કદી બોલત નહીં,

તેં મને પૂછી લીધું સારું થયું.

આંખથી આંખે ઘણી વાતો કરી,

તે પછી જે કૈં થયું પ્યારું થયું.

વાતમાંને વાતમાં ચર્ચાય છે,

નામ પણ એથી જ તો મારું થયું!

મન મળેલાં ના મળે તો થાય શું?

બાગનું એ વૃક્ષ નોધારું થયું.

રોશની તો ઝળહળે છે શ્હેરમાં,

કેમ મારા દિલમાં અંધારું થયું?

તેં ઉગાર્યો હાથ ઝાલીને પ્રભું,

‘સાજ’નું સઘળું હવે તારું થયું.

   ‘સાજ’ મેવાડા

Saaru thayu-Gazal-Saaj Mevada

Read Full Post »

જિવનમાં ‘ચાલશે’ શબ્દ જેટલો વધારે વપરાય એટલું જિવન સુખી. પ્રેમમાં પણ એવું જ છે.
તો ‘ચાલશે’ ને રદ્દીફ બનાવી લખેલી આ ‘સાજ’ની ગઝલ માણો.

 

Gujarat Samachar Dt 27-05-2015

 

૧૨૪ ….ચાલશે (ગઝલ)

બીજનો ચાંદો બનીને આવશે તો ચાલશે,
શ્વાસમાં સુગંધ થોડી આપશે તો ચાલશે.
 કોઇ વેળા હોઠ તારા થરથરે તો પણ ઘણું,
આયનામાં બિંબ થઇને બોલશે તો ચાલશે.
એ ટપાલી હોય છે દુશ્મન બધાના પ્રેમનો,
એક સંદેશો કબૂતર લાવશે તો ચાલશે.
દર્દ મારું ના મટે તો પણ દવા દે છે મને,
પ્રેમથી તું હાથ માથે રાખશે તો ચાલશે.
‘સાજ’ મળશે શબ્દ થઇને કો કિતાબી પૃષ્ઠ પર,
યાદ આવ્યે આંખ ભીની થઇ જશે તો ચાલશે.

-‘સાજ’ મેવાડા

Note – This photo is from Gujarat Samachar daily dated 27-05-2015.

Read Full Post »

મિત્રો,

ઘણા વખત પછી નવી રચના મુંકુ છું.  સારુ હોય તેવું લખવું અને પોતાને પણ ગમે તો જ બ્લોગ પર મૂકવું એવો નિયમ રાખ્યો છે, એટલે સમયના અભાવે એવું બને છે. નૂતન વર્ષાભિનંદન !

 

Photo by Ishmail Makoda-at village Goriyari near Dwarka-from Fb

 

89 – Che Haji…. છે હજી….

વરસાદ શ્રાવણમાં ના થયો, ભલે ના થયો,

અસાઢ જેવી હેલીનો, વરતારો છે હજી.

પગલાં હતાં રેત પર, ભૂંસાઈ ગયાં સે’જમાં,

પહાડ પર કોતરેલી, લકિરો છે હજી.

કરમાઈ ગયું ફૂલ, પરિતાપથી આ બાગમાં,

ખરેલાં દલ દલ માં, સુંગંધી જલસો છે હજી.

ફંટાયાં બે પંખી, નભમાં જૂદે રસ્તે,

ઝૂલે એ વૃક્ષ પર, જૂનો માળો છે હજી.

ગણી આપશું રોકડા, ડાઘુઓને મોજથી,

મોત જરા દૂર હટ, આ દાવ લેવો છે હજી.

સાજંદાના હાથથી, તૂટી ચૂક્યો છે એ,

‘સાજ’ સર્જનહારને, શોધી રહ્યો છે હજી.

-‘સાજ’ મેવાડા

Read Full Post »