Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Saaj’

મિત્રો,

મારા બે ગીતનો સમનવ્યય કરીને આ ‘રાસ’ નું રેકોર્ડીંગ થયું છે.

છંદમાં-

મોહન મારું મનડું તારું નામ અહર્નિશ જપતું,

વેણુનાદે મગન થઈને ભાન ભૂલી થનગનતું.

ગોવર્ધનના શિખર પરએ નૃત્ય કરી વિચરતું,

મોર બનીને ટહૂકે ટહૂકે મોહન મોહન જપતું.

રાસ ગીત- કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ..

સખી મને ઘડીએ ના આવે ચેન,

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ.

જશોદાજી ગોરા ને ગોરા છે નંદ,

મેઘલી રાત સમું કાળું તારું અંગ,

સહેજ કીધું કાના તું ગોરો નથી કેમ?…..કાનો મારો.

માખણની ચોરી કરે વર્તાવે કેર,

નંદ ઘેર ભર્યા છે માખણના ઢેર,

સહેજ કીધું કાના તું ચોરી કરે કેમ?…..કાનો મારો.

વેરણ મારી રાતડી ને ભલે થાયે ભોર,

વેણુની ધૂન વાજે આઠે પહોર,

સહેજ કીધું કાના તું વહાલો લાગે કેમ?…….કાનો મારો.

બાંય ઝાલી હૈયે લીધી પ્રેમ ભરે નેણ,

કાનમાં કીધા મને મીઠામધ વેણ,

‘સાજ’ના સ્વામી તને જાણ્યો નહીં કેમ?……કાનો મારો.

છંદ,

રાસ રચ્યો તેં નભ મંડળમાં કેવી કરે રમઝટ તું,

વ્રજ નારી રાધાને પગલે ઝાંઝર થઈ ઝળઝણતું.

જમના જળમાં સ્નાન કરીને ફૂલ ખીલ્યું મઘમઘતું,

‘સાજ’ને ભક્તોની સંગે મનમોહન તને ગમતું.

રચયિતા- ‘સાજ’ મેવાડા

ગાયક- નિલેશ પરમાર, તબલા-હિમાંશું ગગલાની,

સંગીત-અજીતભાઈ, કલહંશભાઈ, રેકોર્ડિસ્ટ-દિવ્યાંગ

Read Full Post »

મિત્રો,

આખરે મારો કાનો રિઝ્યો, મારા ઉપર! એના પ્રેમના સંકેતો મળ્યા, અને આ રચના થઈ છે. ગોકુળની એક વિરહઘેલી ગોપી કાનાના અંગત-સ્નેહીઓને, મિત્રોને અને અન્ય ગોપીઓને પૂછે છે, “કાનો ગોકુળમાં ક્યારે આવશે?” પણ અન્ય પણ કાનાની જવાની વેદનામાં સામે એવો જ પ્રશ્ન પૂછે છે. આખરે રાધાજી શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે કહેલી વાત દોહરાવે છે, કે કાનો હવે ભક્તોના પ્રેમ થકી તેમનો આર્તનાદ સાંભળીને આવશે. 

 

“કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

નંદ જશોદાને એમજ પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

આશભરી આંખ લૂંછી જશોદાએ કીધું, “મારી ધેનુંને આવી ચરાવશે?”

 

ભેરુ ગોવાળને વાતોમાં પૂછી લીધું,  “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

અજવાળી રાતમાં યમુનાના તટ પર, “દડો રમવાને ક્યારે આવશે?”

 

ગાયોને ખડ દેતી ગોપીઓને પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

મહીડાં વલોવી શીંકે મેલ્યાં છે, “મટકી ફોડવાને ક્યારે આવશે?”

 

રાધાજી બાવરીને કોણ પૂછે સીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

કાનો વસ્યો છે મારા રુદિયામાં “સાજ”, “ભક્તોની આર્ત સુણી આવશે.”

 

“સાજ” ંમેવાડા

 

 

 

Read Full Post »

"Saaj" Mevada Presenting his composed song

 

It was a very hectic time for me in last two weeks. After superannuation from services at TCL, I had the honour to enjoy three farewell parties hosted by management, hospital staff and Kamdar sangh. Despite my shortcomings, all people appreciated my work as a surgeon and added appreciation and honour as a Lord Dwarikadish devotee. The Mangaldeep Satsang Mandal presented M. Rafi night on 31/08/2011. Specially for me, Bhajan Sandhya was organized on 1/08/2011, were most of my songs/bhajans were sung by Shr Sharadbhai Mehta, Karshan Ghadavi, Smt. Dakshaben Bhatt & myself and my wife Saroj. It was a memorable event & I deeply grateful to all. I specially thank, Shri Sharadbhai, Mukund, Kirtisinh, Shri Mahendrasinh Zala, Karshan Ghadavi and Radhika studio for excellent arrangements with dinner and videography. I was touched by their love & affection which I will cherish throughout my rest of the life.

Read Full Post »

બંશરી બનીને

 

Radha-Krishna

Radha-Krishna

હે – તારી બંશરી બનીને હું આવું,

શામળીયા, હોઠે ઘરે તો હું ગાઉં,

ઓલા કદંબની ડાળ બની જાઉં,

શામળીયા, આવે તો ઝુલે ઝુલાવું.

 

આવી છું શ્યામ તારે આંગણે બોલાવી લે,

રાધા નથી મીરાં નથી, સગપણ બનાવી દે,

હે – તારી સેવાની રીત હું ના જાણુ,

શામળીયા, સાદ પાડે ને દોડી આવું.

 

રોમરોમ ઝંખે છે, તડપે છે “સાજ” રોઇ,

સાજિંદો શ્યામ મારો, છેડે જો રાગ કોઇ,

હે – મારા જનમો જનમની પ્રીત ખોળું,

શામળીયા, ચરણે પડુ ને હાથ જોડું.

 ‘સાજ’ મેવાડા

Read Full Post »